Home /News /ahmedabad /

સંતને ધમકી: પઠાણ ફિલ્મનો વિરોધ કરનારા કચ્છના દેવનાથ બાપુને સર કલમ કરવાની ધમકી

સંતને ધમકી: પઠાણ ફિલ્મનો વિરોધ કરનારા કચ્છના દેવનાથ બાપુને સર કલમ કરવાની ધમકી

યોગી દેવનાથને ધમકી

Devnath Bapu: દેવનાથ બાપુ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલા છે. તેઓ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ભરૂડીયા ગામમાં એકલધામ આશ્રમના મહંત છે. તેમણે 12 વર્ષની ઉંમરે જ સન્યાસ લઈ લીધો હતો.

    ભુજ: પઠાણ ફિલ્મ (Pathan Movie)નો વિરોધ કરવા જતાં કચ્છના જાણીતા દેવનાથ બાપુ (Yogi Devnath Bapu)ને માથું ધડથી અલગ કરવાની ધમકી મળી છે. દેવનાથ બાપુને ટ્વિટર (Twitter)ના માધ્યમથી આ ધમકી મળી છે. ધમકી અંગે દેવનાથ બાપુ હવે ફરિયાદ નોંધાવશે. ઉલ્લેખનીય છે કે યોગી દેવનાથ બાપુ કચ્છના રાપરના એકલધામ (Ekaldham)ના મહંત છે. તેઓ હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રભારી રહી ચૂક્યા છે. તેઓ અખિલ ભાતીય સાધુ સમાજના સભ્ય છે. આ ઉપરાંત તેઓ કચ્છ સંત સમાજના અધ્યક્ષ છે. તેઓ ટ્વીટર પર ખૂબ જ સક્રિય રહે છે.

    કોણ છે યોગી દેવનાથ?


    યોગી દેવનાથને યુપીના સીએમ યોગી આદિત્યનાથના નજીકના માનવામાં આવે છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલા છે. તેઓ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ભરૂડીયા ગામમાં એકલધામ આશ્રમના મહંત છે. તેમણે 12 વર્ષની ઉંમરે જ સન્યાસ લઈ લીધો હતો.


    યોગી દેવનાથની ન્યૂઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચીત:


    યોગી દેવનાથને કોણ ધમકી આપી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે યોગી દેવનાથે જણાવ્યું હતું કે, "ભારતમાં જ રહીને ભારતનો વિરોધ કરનારાઓના અમે વિરોધી છીએ. અમને કોઈ ધર્મ કે જાતિથી વિરોધ નથી. મને ધમકી આપવા માટે ગ્રાફિક બનાવવામાં આવ્યું છે, જેમાં માથું ધડથી અલગ હોવાનું બતાવવામાં આવ્યું છે. મને જે ટ્વીટર હેન્ડલ પરથી ધમકી મળી છે તેની સામે હું ફરિયાદ કરવાનો છું."

    ગુજરાતના અન્ય અપડેટ્સ:


    આણંદ ટ્રિપલ અકસ્માત, ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ

    સોજિત્રા પાસે થયેલા ટ્રિપલ અકસ્માત (Anand tripple accident)માં છ લોકોનાં મોત થયા છે. જેમાં એવી વિગત સામે આવી છે કે અકસ્માતનો આરોપી કેતન રમણભાઈ પઢિયાર (Ketan Padhiyar) કૉંગ્રેસના ધાસાભ્યનો જમાઈ છે. આ અકસ્માતમાં કુલ છ લોકોનાં મોત થયા છે. બીજી તરફ સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે કે કારનો ડ્રાઇવર પીધેલી હાલતમાં કાર ચલાવી રહ્યો હતો. અકસ્માત સ્થળેથી MLA Gujarat લખેલી પ્લેટ પણ મળી છે. ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં સોજિત્રાના ધારાસભ્યો પુનમભાઈ મધાભાઈ પરમારે (Punambhai Madhabhai Parmar) કાર ચાલક તેમના જમાઈની હોવાનો સ્વીકાર કર્યો છે. (વાંચો સમગ્ર અહેવાલ...)

    ટીઆરબી જવાને વાહન ચાલકને જાહેરમાં લાફો મારી દીધો

    જામનગરમાં ટ્રાફિક બ્રિગેડના જવાને (TRB) દિવ્યાંગ વ્યક્તિને જાહેરમાં ફડાકો માર્યો હોવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (TRB Jawan viral video) થયો છે. જામનગર શહેરના રાજકોટ રોડ (Rajkot road) નજીક આવેલા નાગનાથ ગેટ વિસ્તારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દિવ્યાંગ વ્યક્તિ પોતાની ટુ વ્હીલર લઈને જતો હતો ત્યારે જ ટીઆરબી જવાને તેને લાફો મારી દીધો હતો. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Kutch, Movie, Shahrukh Khan, બોલીવુડ, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन