કચ્છમાં ચાર સંતાનોની માતા પર એસિડ હુમલો,પાંચ વર્ષથી કરતો હતો પરેશાન

A
Updated: January 1, 1970, 5:30 AM IST
કચ્છમાં ચાર સંતાનોની માતા પર એસિડ હુમલો,પાંચ વર્ષથી કરતો હતો પરેશાન
ભૂજઃકચ્છમાં પ્રથમ વખત મહિલા પર એસીડ એટેકનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કચ્છના ભચાઉમાં આજે સવારે આ ઘટના બની હતી. પોતાના ઘર તરફ જઈ રહેલી મહિલા પર તેના જ પારીવારીક સંબંધી યુવાને એસીડ હુમલો કર્યો હતો.મહિલાને ભચાઉ ખાતે સારવાર અપાયા પછી વધુ સારવાર માટે ભૂજ ખસેડાઈ છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
ભૂજઃકચ્છમાં પ્રથમ વખત મહિલા પર એસીડ એટેકનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કચ્છના ભચાઉમાં આજે સવારે આ ઘટના બની હતી. પોતાના ઘર તરફ જઈ રહેલી મહિલા પર તેના જ પારીવારીક સંબંધી યુવાને એસીડ હુમલો કર્યો હતો.મહિલાને ભચાઉ ખાતે સારવાર અપાયા પછી વધુ સારવાર માટે ભૂજ ખસેડાઈ છે. ભચાઉમાં બજારમાંથી રાશન અને ઘરવખરી ખરીદી કરીને જઈ રહેલી એક મહિલા પર આરોપીએ એસીડ વડે આ મહિલાને નિશાન બનાવી હતી. હુમલામાં આ મહિલાને હાથ પગ અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. એસીડ હુમલો કર્યા પછી આરોપી નાશી છુટયો હતો. ભોગ બનનાર પતિએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી આ યુવાને તેની પત્નીને પરેશાન કરતો હતો અને એસીડ હુમલાની ધમકી પણ આપતો હતો આજે આ ધમકીને હુમલાનો રૂપ આપી દેવાયું છે. આરોપી યુવાન ભોગ બનનાર પરીવારનો સંબંધી છે. પારીવારીક સંબંધો અને બોલચાલ રાખવાને મુદે આ સમગ્ર ઘટના બની હોવાનું જણાવાયું હતું.પોલીસે 326એ, 285 અને 502(2)ની કલમો તળે ગુનો નોંધ્યો હતો.
First published: April 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर