Home /News /ahmedabad /

કુંવરજી બાવળિયાની અખિલ ભારતીય કોળી સમાજમાંથી હકાલપટ્ટીનો અહેવાલ, સામાજિક-રાજકીય માહોલ ગરમાયો

કુંવરજી બાવળિયાની અખિલ ભારતીય કોળી સમાજમાંથી હકાલપટ્ટીનો અહેવાલ, સામાજિક-રાજકીય માહોલ ગરમાયો

પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયાની કોળી સમાજમાંથી હકાલપટ્ટી.

Kunvarji Bavaliya: પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણ-વિંછીયા વિધાનસભાના ધારાસભ્ય (MLA Kunvarji Bavaliya) કુંવરજી બાવળિયાને લઈને વધુ એકવાર કોળી સમાજમાં (Koli Samaj) મતભેદ સામે આવ્યા

    સુરત : રાજ્યમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં દરેક નેતા પોતાના સમાજનું કાર્ડ (Gujarat Assembly Elections 2022) ખેલી રહ્યા છે. રિપિટ કે નો-રિપિટ થિયરીઓ વચ્ચે પોત પોતાના પક્ષમાં ટિકિટ કઢાવવાનો એક માત્ર રસ્તો સમાજ કાર્ડ છે. આ સ્થિતિમાં કોઈ પણ નેતાનું સામાજિક કદ વેતરાય એ તેમના માટે નુકસાની કરી શકે એમ છે. આ સ્થિતિમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને જસદણ-વિંછીયા વિધાનસભાના ધારાસભ્ય કોળી આગેવાન કુંવરજી બાવળિયાને લઈને મોટો અહેવાલ સામે આવ્યો છે. કુંવરજી બાવળિયાની (Kunvarji Bavaliya) અખિલ ભારતીય કોળી સમાજમાંથી (all india Koli community President) હકાલપટ્ટી કરી નાખવામાં આવી હોવાનો અહેવાલ સામે આવતા રાજકીય અને સામાજિક માહોલ ગરમાયો છે.

    આજે કોળી સમાજના આગેવાનોની સુરતમાં બેટક હતી. આ બેઠકમાં આગેવાનો દ્વારા ઠરાવ કરી અને બાવળિયાની અખિલ ભારતીય કોળી સમાજમાંથી હકાલ પટ્ટી કરવામાં આવી હોવાનો અહેવાલ સામે આવ્યો છે. સમાજના ખોટા લેટર પેડ બનાવવાનો અને એના ઉપયોગનો આરોપ પણ લાગતા માહોલમાં ગરમાવો આવી ગયો છે.

    શું કહ્યું અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખે

    અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજિત પટેલે જણાવ્યું, 'કુંવરજીભાઈ બાવળિયાની મુદ્દત સમાપ્ત થઈ ગઈ છે, આ મુદ્દત સમાપ્ત થઈ હોવાના કારણે તેઓ લેટરપેડ રાખી શકતા નથી. આ સ્થિતિમાં 6-2021ના રોજ જ તેમની મુદ્દત સમાપ્ત થઈ ગયા બાદ તેઓ રજિસ્ટ્રેશન નંબર અને બેનર રાખી શકતા નથી.

    આ પણ વાંચો :  Hit and run: રાજકોટમાં હીટ એન્ડ રનનો CCTV વીડિયો, ફોર્ય્યુનરે બાઈક ચાલકને ફૂટબોલની જેમ ઉછાળ્યો

    શું કહેવું છે કુંવરજી બાવળિયાનું

    સામે પક્ષે કુવંરજી ભાઈ બાવળિયાએ મીડિયાને નિવેદન આપ્યું છે કે 'અજિત પટેલ બની બેઠેલા પ્રમુખ છે, તેમને મને દૂર કરવાની સત્તા નથી. આમ બાવળિયા અને પટેલ જૂથ વચ્ચે પ્રમુખપદની ખેંચતાણના કારણે વિવાદનો વંટોળ ઊભો થયો છે.



    આ પણ વાંચો : સુરત : બુટલેગર ગણેશ દુબેએ યુવકની હત્યા કરી, અર્થીને વળગી પિતાનું હૈયાફાટ રૂદન

    ઉલ્લેખનીય છે કે કોળી સમાજના સુવર્ણ જયંતિની ઊજવણીના પ્રસંગ પહેલાં સમાજમાં જૂથવાદ સામે આવતા તેના પડઘા પડી રહ્યા છે. બાવળિયા અને પટેલ જૂથમાંથી કોણ કોના પર ભારે પડે છે એ સમય આવે જોવા મળશે પરંતુ હાલ તો કુંવરજીભાઈ બાવળિયાને આ સમાચાર ઝટકો આપનારા છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Gujarat assembly elections 2022, Kunvarji bavaliya, ગુજરાતી સમાચાર

    આગામી સમાચાર