Home /News /ahmedabad /સાણંદમાં યોજાઈ ક્રાંતિ યાત્રા, 3 યુવાનોએ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના ડ્રેસિંગમાં આકર્ષણ જમાવ્યું

સાણંદમાં યોજાઈ ક્રાંતિ યાત્રા, 3 યુવાનોએ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના ડ્રેસિંગમાં આકર્ષણ જમાવ્યું

શહીદ દિન નિમિત્તે ક્રાંતિ યાત્રા

Kranti Yatra in Sanand: સાણંદમાં શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવની વિરાંજલીને નમન કરતા ક્રાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રામાં મોટી સંખ્યમાં લોકો પણ જોડાયા હતા. સાણંદના એસટી બસ સ્ટેન્ડથી લઈને બજાર વિસ્તારમાં ક્રાતિયાત્રા કાઢવામાં આવી હતી.

વધુ જુઓ ...
સાણંદ: આજે શહીદ દિવસે સમગ્ર દેશે શહીદ ભગતસિંહ, રાજયગુરુ અને સુખદેવની વીરાંજલીને કોટી કોટી પ્રણામ કર્યા છે, ત્યારે સાણંદમાં પણ શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવની વિરાંજલીને નમન કરતા ક્રાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યમાં લોકો પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, સાણંદના એસટી બસ સ્ટેન્ડથી લઈને બજાર વિસ્તારમાં ક્રાતિયાત્રા કાઢવામાં આવી હતી. અમદાવાદના સાણંદ ખાતે શહીદ દિવસ નિમિત્તે યુવાનો દ્વારા ક્રાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાણંદમાં પહેલી વખત આવી ક્રાંતિ યાત્રા યોજાઈ


આ યાત્રામાં સૌથી મહત્વની નોંધનીય વાત એ છે કે, 3 યુવાનો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવનું ડ્રેસિંગ કરીને ક્રાંતિ યાત્રામાં જોડાયા હતા. જેથી આ યુવાનોને જોવા અને તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વિગતો પ્રમાણે સાણંદ અને આસપાસના વિસ્તારોમાં પહેલી વખત આવી ક્રાંતિ યાત્રા કાઢવામાં આવતા લોકો આકર્ષાયા હતા. ભગતસિંહના સંદેશાઓ સાથેના પેમ્પ્લેટ્સ પણ લોકોને આપવામાં આવ્યા હતા.



આ પણ વાંચો: મોરબીમાં શહીદ દિને 2300 ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાઈ

70 ગામના મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા


આપણે જાણીએ છીએ કે, શહીદ ભગતસિંહ, રાજયગુરુ અને સુખદેવે ભારત દેશને આઝાદ કરાવવા માટે હસતા મોઢે પોતાના જીવનું બલિદાન આપી દીધું હતું. જેથી સાણંદ તાલુકાના 70 ગામના મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા. શહેરના અનેક લોકોને મળીને ભગતસિંહના સપના અને તેમના કાર્યો વિશે લોકોને માહિતગાર કર્યા. આ સાથે સાથે ભગતસિંહના વિચારોને ઘર ઘર સુધી પહોચાડવા માટે સંકલ્પ પણ કર્યો હતો.



આ પણ વાંચો: ભાજપ શાસકો પર વિપક્ષ આકરા પાણીએ, આ કંપનીઓને બ્લેક લિસ્ટ કરવા કરવામાં આવી માંગ

2300 ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાઈ


મોરબીમાં પણ યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી.પટેલ કોમર્સ કોલેજ દ્વારા શહીદ દિવસ નિમિત્તે શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓની દેશભક્તિને કોટી કોટી નમન કરાયા હતા. શહીદ ભગતસિંહે જેલવાસ દરમિયાન ભૂખ હડતાલ કરી હોવાથી 116 યુવાનોએ પ્રતીક ઉપવાસ કર્યા અને શહીદ દિવસે 100 યુવાનોએ વ્યસન મુક્તિના સંકલ્પ લીધા હતા. આ સાથે સાથે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પી.જી. પટેલ કોમર્સ કોલેજની સાથે મળી ભારતમાતાના વીર સપૂતોને ખરા અર્થમાં વીરાંજલી આપવા માટે 2300 ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજી હતી.
First published:

Tags: Ahmedabad news, Bhagat Singh, Sanand