Home /News /ahmedabad /PSM @100: જાણો પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં કેવી રીતે થાય છે રસોડાનું માઇક્રો મેનેજમેન્ટ, હજારો સ્વયંસેવકો-સંતો કામે લાગ્યાં

PSM @100: જાણો પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં કેવી રીતે થાય છે રસોડાનું માઇક્રો મેનેજમેન્ટ, હજારો સ્વયંસેવકો-સંતો કામે લાગ્યાં

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં રસોડાનું માઇક્રો મેનેજમેન્ટ

અમદાવાદના ઓગણજ સર્કલ પાસે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં 80 હજારથી વધુ સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. આ સ્વયંસેવક અને સંતો દ્વારા હરિભક્તો માટે દરરોજ ભોજનનો પ્રસાદ બનાવાવમાં આવે છે. આવો તેનું માઇક્રો મેનેજમેન્ટ જાણીએ...

અમદાવાદઃ શહેરના ઓગણજ સર્કલ પાસે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે 80 હજારથી વધુ સ્વયંસેવકો તેમાં સેવા આપી રહ્યા છે. આ સ્વયંસેવક અને સંતો દ્વારા હરિભક્તો માટે દરરોજ ભોજનનો પ્રસાદ બનાવાવમાં આવે છે. તેનું પણ માઇક્રોપ્લાનિંગ બીએપીએસ સંસ્થાએ કર્યુ છે. આવો જાણીએ કેવી રીતે મેનેજમેન્ટ કરવામાં આવે છે.

હજારો સ્વયંસેવકો કામે લાગ્યાં


દરરોજ લાખો લોકો પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લે છે. તેના પ્રસાદમમાં ભોજન માટેનું માઇક્રોપ્લાનિંગ કરવામાં આવ્યું છે. તેમાં 60 સંતો અને 8000 સ્વયંસેવકો રસોડાનું સંચાલન કરી રહ્યા છે. આ ભોજનનું મેનુ મહંત સ્વામીએ નક્કી કરીને પાસ કરી દીધું છે. તેમાં જાતભાતના ભોજનનો રસથાળ હરિભક્તોને પીરસવામાં આવે છે. છેલ્લા એક વર્ષથી દેશભરમાંથી હરિભક્તો અનાજ, શાકભાજી, ઘી, તેલ, મસાલાનું દાન કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં વાહન પાર્કિગની અદ્ભુત વ્યવસ્થા

સતત 13 કલાક સુધી રસોડું ધમધમે છે


અહીંનું રસોડું ટેક્નોલોજીથી સજ્જ એકદમ હાઇટેક બનાવવામાં આવ્યું છે. અહીં માત્ર એક કલાકમાં 2000 રોટલી, ભાખરી, સ્ટફ પરોઠા તૈયાર કરવામાં આવે છે. જેમાં મશીનનો ઉપયોગ થાય છે. આવા 24 મશીન કામે લાગેલા છે. સતત 13 કલાક સુધી આ રસોડું ધમધમે છે. આ રસોડું એવી ટેક્નિકથી બનાવવામાં આવ્યો છે કે, તેમાં ગરમીનો અહેસાસ થશે નહીં.

પ્રમુખ સ્વામીની પ્રેરણાથી રસોડું તૈયાર કર્યુ


અહીં દરરોજ ભોજન બનાવવામ માટે 20 ટન લાકડું વપરાય છે. આ ઉપરાંત 40 ટન શાકભાજી, 40 ટન દાળ, અહીં પ્રેમવતી પ્રસાદમ માટે જે નાસ્તાનની સેવા હોય છે જેમાં 250 કિલો લોટનો નાસ્તો એકસાથે બની શકે તેવા મશીન વપરાય છે. અહીં ફરસાણમાં મશીન દ્વારા ડાકોર જેવા ગોટા એક કલાકમાં 60 કિલો તૈયાર કરવામાં આવે છે. અહીં 60 જેટલા સંતો છે કે જે અલગ અલગ સ્વામિનારાયણ મંદિરના ભંડારી સંતો છે. આ આખું રસોડું પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યું છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad news, BAPS, BAPS Article, BAPS Swaminarayan, BAPS Swaminarayan Sanstha, Pramukh Swami Maharaj, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav