Home /News /ahmedabad /

Ahmedabad: જાણો અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળીના વિશેષ મહિમા વિશે, દર્શન માત્રથી જ થાય છે દુ:ખોનો અંત

Ahmedabad: જાણો અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળીના વિશેષ મહિમા વિશે, દર્શન માત્રથી જ થાય છે દુ:ખોનો અંત

રોજના

રોજના સરેરાશ હજારો દર્શનાર્થીઓ આવે છે

80ના દશકમાં મંદિરના સભાગૃહ/ રંગમંડપમાં ગણેશજી, મહાલક્ષ્મીજી, મહાકાળી, મહાસરસ્વતી, હનુમાનજી, ગાયત્રીદેવીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી. 90ના દશકમાં રંગમંડપની દીવાલો કોતરણીવાળા આરસપહાણથી સુશોભિત (Decorating) કરવામાં આવી અને શ્રીયંત્ર, શ્રી વિસાયંત્ર અને સર્વસિદ્ધિ યંત્રોની સ્થાપના કરવામાં આવી.

વધુ જુઓ ...
  અમદાવાદ: પાટણના રાજા (King) અને ગુજરાત રાજ્યની સ્થાપના કરનારા રાજા કર્ણદેવે (Karnadev) આશાવલના ભીલ રાજાને હરાવી કર્ણાવતી નગરીની સાબરમતી નદીના કિનારે સ્થાપના કરી. નગરની સ્થાપનાના ભાગરૂપે તેમણે સૌપ્રથમ રાજદેવી મા ભદ્રકાળીની સ્થાપના કરી. ઇ.સ. 1411 માં જ્યારે અહમદશાહ બાદશાહે કર્ણાવતી નાગરીના વિસ્તરમાં અમદાવાદ (Ahmedabad) શહેર વસાવ્યું ત્યારે એક કિલ્લો બનાવરાવ્યો હતો. જે ભદ્રના કિલ્લા તરીકે ઓળખાયો. અહમદશાહ પછી થઈ ગયેલા બાદશાહો પણ માતા ભદ્રકાળીમાં આસ્થા ધરાવતા હતા અને તેઓ માનતા હતા કે આ શહેરની અને રાજની યશ-કીર્તિ તથા સમૃદ્ધિ મા ભદ્રકાળીના લીધે છે. એવું કહેવાય છે કે મુગલ સૂબા આઝમખાન તરફથી દર દશેરાએ (Dashera) માતા ભદ્રકાળીને ચૂંદડી અર્પણ થતી.

  ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ પધાર્યા ત્યારે માતા ભદ્રકાળીના દર્શન કર્યા હતા

  ભગવાન સ્વામિનારાયણ (Swaminarayan) જ્યારે અમદાવાદ પધાર્યા ત્યારે અમદાવાદની નગરદેવી માતા ભદ્રકાળીના (Mata Bhadrakali) દર્શન કર્યા હતા. માતા ભદ્રકાળી મંદિરના તે સમયના ગાદીપતિએ પ્રસાદરૂપે માતાજીની ચૂંદડી આપી. જે આજે પણ કાળુપુર સ્વામિનારાયણ મંદિરના ગૌખમાં બિરાજમાન છે. માતા ભદ્રકાળી મંદિર અમદાવાદનાં ધાર્મિક ચહેરાના પ્રતિબિંબરૂપ છે. ગુજરાતના ઇતિહાસના અભિન્ન અંગ જેવા ભદ્રના કિલ્લાના (Bhadra Fort) એક ભાગ તરીકે ભદ્રકાળી મંદિર સલ્તનતયુગ, મોગલયુગ, મરાઠા યુગ, બ્રિટિશ યુગ જેવા અનેક સત્તાપલટાંનું સાક્ષી રહ્યું છે. આજે પણ ભદ્રના ચોકમાં કે ત્રણ દરવાજા ખરીદી કરવા આવેલા અમદાવાદીઓ અથવા બહારગામના લોકો માતા ભદ્રકાળીના દર્શનાર્થે (Darshan) આવવાનું ચૂકતા નથી. ગુજરાતભરના લોકોમાં માતા ભદ્રકાળી મંદિરની (Temple) લોકપ્રિયતાની કોઈ સીમા જ નથી.

  ગુજરાતની અનેક ગુજરાતી ફિલ્મોમાં માં ભદ્રકાળી મંદિરનો અને માં ભદ્રકાળી માતાની મહિમાનોઉલ્લેખ કરવામાં આવ્યો.

  ઉલ્લેખનીય છે કેગુજરાતી ફિલ્મના અમર કવિ-સંગીતકાર અવિનાશ વ્યાસની એક રચનામાં (Composition) ભદ્રકાળી મંદિરનો કંઈક આવી રીતે ઉલ્લેખ કરાયો છે... ત્રણ દરવાજા માહી, મા બિરાજે ભદ્રકાળી, માડીના મંદિરીયે ગુલઝારો જોવા હાલી... તેમની જ એક બીજી રચનામાં પણ ભદ્રકાળી મંદિરનો અનોખો ઉલ્‍લેખ છે... ભદ્ર મહીં બિરાજે, રૂડા માતા ભદ્રકાળી… ભીડ જામે ત્યાં ભક્તજનોની, સૌના દુઃખ દે ટાળી… અમદાવાદ બતાવું ચાલો… ટુંકમાં ભદ્રકાળી મંદિરના ઉલ્લેખ વિના અમદાવાદના ઈતિહાસનું (History) વર્ણન અધુરું છે.

  ભદ્રકાળી માતાના મંદિરના દર્શનનો સમય

  સામાન્ય : સવારે 7 થી 9 PM

  મુલાકાતના કલાકો : સવારે 6.00 થી રાત્રી 10.30

  આરતીના કલાકો : સવારે 8.30 કલાકે અને રાત્રે 9.00 કલાક

  રાજભોગ : સવારે 10.30 કલાકે

  રવિવાર : સિંહ પર બિરાજમાન માતાજી

  સોમવાર : નંદી પર બિરાજમાન માતાજી

  મંગળવારે : મોર પર બિરાજમાન માતાજી

  બુધવાર : માતાજી ઉભા છે

  ગુરુવાર : કમળ પર બિરાજમાન માતાજી

  શુક્રવાર : હાથી પર બેઠેલા માતાજી

  શનિવાર : માતાજી ઉભા છે

  1936 માં ગર્ભગૃહના દ્વારની મોકળાશ વધારીને તેને સંગેમરમરથી સુશોભિત કરવામાં આવ્યું હતું.

  આજે જેમ ભદ્રનો કિલ્લો અને સિદી સૈયદની જાળી અમદાવાદની ઓળખ બની ચૂક્યાં છે. તે રીતે માતા ભદ્રકાળી માતાનું મંદિર પણ અમદાવાદના ધાર્મિક ચહેરાની ઓળખરૂપ છે. અમદાવાદની કેટલીય નવાજુનીનું સાક્ષી (Witness) રહી ચૂકેલું આ મંદિરના જીર્ણોદ્વારનો અગાઉ 2 વખત પ્રયાસ થઈ ચૂક્યો છે. 1895 માં માતાજીના ગર્ભગૃહને ચાંદીનું છત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. 1936 માં ગર્ભગૃહના દ્વારની મોકળાશ વધારીને તેને સંગેમરમરથી સુશોભિત કરવામાં આવ્યું હતું. સાથે જ દર્શન મંડપના બન્ને દ્વાર તથા મંદિરના મુખ્ય પ્રવેશદ્વારનો પણ જીર્ણોદ્વાર (Restoration) કરવામાં આવ્યો.

  આ પણ વાંચો- આવું તમારી સાથે પણ થઇ શકે છે! 

  મંદિરમાં દૈનિક આશરે 2000 થી 3000 શ્રદ્ધાળુઓનો ધસારો રહે છે.

  80ના દશકમાં મંદિરના સભાગૃહ/ રંગમંડપમાં ગણેશજી, મહાલક્ષ્મીજી, મહાકાળી, મહાસરસ્વતી, હનુમાનજી, ગાયત્રીદેવીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી. 90ના દશકમાં રંગમંડપની દીવાલો કોતરણીવાળા આરસપહાણથી સુશોભિત (Decorating) કરવામાં આવી અને શ્રીયંત્ર, શ્રી વિસાયંત્ર અને સર્વસિદ્ધિ યંત્રોની સ્થાપના કરવામાં આવી. મંદિરમાં દૈનિક આશરે 2000 થી 3000 શ્રદ્ધાળુઓનો ધસારો રહે છે. ઉપરાંત નાના-મોટા તહેવરોમાં દર્શનાર્થીઓની સંખ્યા અનેકગણી વધી જાય છે. તેથી મંદિરે ભારે પ્રમાણમાં ધસારો લાગતો રહે છે. આથી મંદિરના મેનેજમેન્ટે (Management) મંદિરનો સંપૂર્ણપણે નવેસરથી જીર્ણોદ્વાર કરવાનો નિર્ધાર કર્યો છે.

  મંદિરનો વહીવટ (Administration) રામબલિપ્રાગ તિવારી ટ્રસ્ટ અને મહારાજ શ્રી વ્રૃજલાલ ગંગાપ્રસાદ અવસ્થીના વારસદારો દ્વારા કરવામાં આવે છે.

  મંદિરનો વહીવટ (Administration) રામબલિપ્રાગ તિવારી ટ્રસ્ટ અને મહારાજ શ્રી વ્રૃજલાલ ગંગાપ્રસાદ અવસ્થીના વારસદારો દ્વારા કરવામાં આવે છે. સદાય માનવમહેરામણથી ભરચક રહેતા ભદ્રના ચોક વિસ્તરમાં મંદિર તરફથી ચોખ્ખાં પાણીની પરબ તથા બેસવા માટે મોઝેકના બાંકડા (Benches) મુકવામાં આવ્યા છે. વધુમાં મંદિરના વહીવટદારો પ્રાથમિક, માધ્યમિક અને હાયર સેકન્ડરી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ આયુર્વેદિક દવાખાનાનું પણ સંચાલન કરે છે. તેમજ સમયાંતરે મેડિકલ કેમ્પ (Camp) પણ યોજાય છે.

  આ પણ વાંચો- વડોદરામાં બે વાહનચાલકો ફુલસ્પીડમાં અથડાયા, જુઓ અકસ્માતનો લાઇવ વીડિયો

  મંદિરોનું સ્થાપત્ય અને નવીનીકરણ

  પહેલું નવીનીકરણ : 1885

  2જું નવીનીકરણ : 1932 - 1936

  3જું રિનોવેશન : 1992

  4થું નવીનીકરણ : 2010 – ચાલુ

  પ્રવૃત્તિઓ

  લગ્ન સમારોહ માટે શ્રી રામબલી હોલ

  ગૌદાન

  શ્રી રામબલી આયુર્વેદિક સંસ્થા

  શ્રી રામબલી વિદ્યા મંદિર (KG થી ઉચ્ચ માધ્યમિક સુધી)

  ભાવિ પ્રવૃત્તિઓ :

  - ગૌશાળા બનાવવી

  - વૃદ્ધ લોકો ઘર

  - યોગ મહાવિદ્યાલય

  - આયુર્વેદિક મહાવિદ્યાલય અને સંશોધન અને વિકાસ કેન્દ્ર

  - આયુર્વેદિક પ્લાન્ટેશન

  - ટેકનિકલ મહાવિદ્યાલય

  - સંસ્કૃત મહાવિદ્યાલય

  સ્થાન

  ભદ્રકાળી મંદિર (Bhadrakali Temple) ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલું છે. તે સાબરમતી નદીના કિનારે, નડિયાદથી 35 કિલોમીટર, આણંદથી 55 કિલોમીટર અને વડોદરાથી 100 કિલોમીટરના અંતરે આવેલું છે.

  એર : વિશ્વભરમાં જોડાયેલી વિવિધ ડોમેસ્ટિક એરલાઈન્સ (Airlines) દ્વારા જઈ શકો છો.

  રેલ : તે અમદાવાદ બ્રોડ ગેજ રેલ્વે (Railway) લાઇન પર છે અને રાજ્ય ધોરીમાર્ગ દ્વારા નડિયાદ અને વડોદરા સાથે જોડાયેલ છે.

  માર્ગ : રાજ્ય પરિવહન બસ (Bus) સેવાઓ ભદ્રકાળી મંદિરને નડિયાદ, અમદાવાદ, કપડવંજ, બરોડા, આણંદ, સેવાલિયા, ગોધરા, ઈન્દોર, દ્વારિકા, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ઉજ્જૈન, અંબાજી, શામળાજી, બોમ્બે વગેરે સાથે જોડે છે.

  વધુ માહિતી માટે સંપર્ક કરો

  શ્રી રામબલી પ્રાગ તિવારી ટ્રસ્ટ અને શ્રી વ્રજલાલ ગંગા પ્રસાદ અવસ્થી અને પરિવાર

  મંદિર સરનામું : ભદ્રનો કિલ્લો, ભદ્ર ચોક, અમદાવાદ - 380001ફોન : 91 - 79 - 32452230

  ઈમેલ: info@bhadrakalimaa.com

  ઓફિસ સરનામું : શ્રી રામબલી પ્રાગ તિવારી ટ્રસ્ટ, શ્રી મહાલક્ષ્મી મંદિર, વિક્ટોરિયા ગાર્ડન પાસે, ભદ્રા, અમદાવાદ – 380001

  ફોન : 91 - 79 – 25351575

  મુલાકાત (Visit) લેવાનો શ્રેષ્ઠ સમય : નવરાત્રી અને અન્ય તહેવારો દરમિયાન
  First published:

  Tags: Ahmedabad news, Mahakali Mata, અમદાવાદ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन