Home /News /ahmedabad /Ahmedabad: નગરદેવી માતા ભદ્રકાળી મંદિરનો ઈતિહસ છે રોચક; વાંચીને બોલી ઉઠશો જય ભદ્રકાળી

Ahmedabad: નગરદેવી માતા ભદ્રકાળી મંદિરનો ઈતિહસ છે રોચક; વાંચીને બોલી ઉઠશો જય ભદ્રકાળી

મા

મા ભદ્રકાલીએ મહિસાસુર રાક્ષસને હરાવ્યો હતો

શહેરની મધ્યમાં ભદ્ર કિલ્લાની અંદર આવેલું છે. પુરાવા મુજબ આ પવિત્ર મંદિર ઓછામાં ઓછા 800 વર્ષથી વધુ સમયથી અસ્તિત્વમાં છે. આ મંદિર અમદાવાદની નગર દેવી તરીકે માનવામાં આવે છે.

  Parth Patel, Ahmedabad: ભદ્રકાળી મંદિર અમદાવાદના સૌથી જૂના મંદિરોમાંનું એક હોવાનું માનવામાં આવે છે અને તે શહેરની મધ્યમાં ભદ્ર કિલ્લાની અંદર આવેલું છે. પુરાવા મુજબ આ પવિત્ર મંદિર ઓછામાં ઓછા 800 વર્ષથી વધુ સમયથી અસ્તિત્વમાં છે. આ મંદિર અમદાવાદની નગર દેવી તરીકે માનવામાં આવે છે.

  કર્ણદેવ રાજદેવી માતા ભદ્રકાળીની સ્થાપના કરી

  એવું માનવામાં આવે છે કે પાટણના રાજા અને સાબરમતી નદીના કિનારે કર્ણાવતીના સ્થાપક કર્ણદેવે ભદ્રકાળી મંદિરની સ્થાપના કરી હતી. આજે જેમ ભદ્રનો કિલ્લો અને સિદી સૈયદની જાળી અમદાવાદની ઓળખ બની ચૂક્યાં છે. તે રીતે માતા ભદ્રકાળી માતાનું મંદિર પણ અમદાવાદના ધાર્મિક ચહેરાની ઓળખરૂપ છે. આ મંદિરના જીર્ણોદ્વારનો અગાઉ 2 વખત પ્રયાસ થઈ ચૂક્યો છે.

  1895 માં માતાજીના ગર્ભગૃહને ચાંદીનું છત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. 1936 માં ગર્ભગૃહના દ્વારની મોકળાશ વધારીને તેને સંગેમરમરથી સુશોભિત કરવામાં આવ્યું હતું. સાથે જ દર્શન મંડપના બન્ને દ્વાર તથા મંદિરના મુખ્ય પ્રવેશદ્વારનો પણ જીર્ણોદ્વાર (Restoration) કરવામાં આવ્યો. એવું કહેવાય છે કે મુગલ સૂબા આઝમખાન તરફથી દર દશેરાએ (Dashera) માતા ભદ્રકાળીને ચૂંદડી અર્પણ થતી.

  મા ભદ્રકાલીએ મહિસાસુર રાક્ષસને હરાવ્યો હતો

  હિંદુ ગ્રંથો મુજબ મહિસાસુર રાક્ષસને મળેલા વરદાન અને શક્તિને લીધે વધ કરવો મુશ્કેલ હતો. માત્ર સ્ત્રીઓ જ આ રાક્ષસને મારી શકે. ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ મા દેવી પાર્વતીને સર્વોચ્ચ શક્તિ આપી હતી અને તેને યોદ્ધાની દેવીને ભદ્રકાલીના રૂપમાં પરિવર્તિત કરી હતી. દરેક દેવતાઓએ પોતાનું શક્તિશાળી શસ્ત્ર મા ભદ્રકાળીને આપ્યું હતું. પછી મા ભદ્રકાલીએ મહિસાસુર રાક્ષસને હરાવ્યો અને બધા માટે શાંતિ પુનઃસ્થાપિત કરી.

  ભદ્રકાલી મંદિર સંસ્થાનું સંચાલન શ્રી રામ બાલી પ્રાગ તિવારી ટ્રસ્ટ દ્વારા છ મહિના માટે કરવામાં આવે છે અને બાકીના છ મહિના તેનું સંચાલન શ્રી વ્રજલાલ અવસ્થીના પરિવાર દ્વારા કરવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. જેમ કે શાળા, તબીબી શિબિર, ગૌશાળા, લગ્ન સમારોહ માટે શ્રી રામબલી હોલ વગેરે. મંદિરની ભવ્યતા તમને તમે ક્યાં છો તે ભૂલી જવાની ખાતરી આપે છે.

  ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ પધાર્યા ત્યારે માતા ભદ્રકાળીના દર્શન કર્યા હતા

  ભગવાન સ્વામિનારાયણ (Swaminarayan) જ્યારે અમદાવાદ પધાર્યા ત્યારે અમદાવાદની નગરદેવી માતા ભદ્રકાળીના (Mata Bhadrakali) દર્શન કર્યા હતા. માતા ભદ્રકાળી મંદિર અમદાવાદનાં ધાર્મિક ચહેરાના પ્રતિબિંબરૂપ છે. ગુજરાતના ઇતિહાસના અભિન્ન અંગ જેવા ભદ્રના કિલ્લાના (Bhadra Fort) એક ભાગ તરીકે ભદ્રકાળી મંદિર સલ્તનતયુગ, મોગલયુગ, મરાઠા યુગ, બ્રિટિશ યુગ જેવા અનેક સત્તાપલટાંનું સાક્ષી રહ્યું છે.

  80 ના દશકમાં મંદિરના સભાગૃહ/ રંગમંડપમાં ગણેશજી, મહાલક્ષ્મીજી, મહાકાળી, મહાસરસ્વતી, હનુમાનજી, ગાયત્રીદેવીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી. 90 ના દશકમાં રંગમંડપની દીવાલો કોતરણીવાળા આરસપહાણથી સુશોભિત (Decorating) કરવામાં આવી અને શ્રીયંત્ર, શ્રી વિસાયંત્ર અને સર્વસિદ્ધિ યંત્રોની સ્થાપના કરવામાં આવી.  કદાચ આ કારણે જ ગુજરાતી ફિલ્મના કવિ-સંગીતકાર અવિનાશ વ્યાસની એક રચનામાં (Composition) ભદ્રકાળી મંદિરનો કંઈક આવી રીતે ઉલ્લેખ કરાયો હશે... ત્રણ દરવાજા માહી, મા બિરાજે ભદ્રકાળી, માડીના મંદિરીયે ગુલઝારો જોવા હાલી... તેમની જ એક બીજી રચનામાં પણ ભદ્રકાળી મંદિરનો અનોખો ઉલ્‍લેખ છે... ભદ્ર મહીં બિરાજે, રૂડા માતા ભદ્રકાળી… ભીડ જામે ત્યાં ભક્તજનોની, સૌના દુઃખ દે ટાળી… અમદાવાદ બતાવું ચાલો… ટુંકમાં ભદ્રકાળી મંદિરના ઉલ્લેખ વિના અમદાવાદના ઈતિહાસનું (History) વર્ણન અધુરું છે.

  ભદ્રકાળી માતાના મંદિરના દર્શનનો સમય

  સવારે : 7 થી 9 PM

  મુલાકાતનો સમય : સવારે 6 થી રાત્રી 10.30

  આરતીનો સમય : સવારે 8.30 કલાકે અને રાત્રે 9 કલાકે

  રાજભોગ : સવારે 10.30 કલાકે

  રવિવાર : સિંહ પર બિરાજમાન માતાજી

  સોમવાર : નંદી પર બિરાજમાન માતાજી

  મંગળવારે : મોર પર બિરાજમાન માતાજી

  બુધવાર : માતાજી ઉભા છે

  ગુરુવાર : કમળ પર બિરાજમાન માતાજી

  શુક્રવાર : હાથી પર બેઠેલા માતાજી

  શનિવાર : માતાજી ઉભા છે

  ભદ્રકાળી મંદિર (Bhadrakali Temple) ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલું છે. તે સાબરમતી નદીના કિનારે, નડિયાદથી 35 કિલોમીટર, આણંદથી 55 કિલોમીટર અને વડોદરાથી 100 કિલોમીટરના અંતરે આવેલું છે.

  મંદિર સરનામું : ભદ્રનો કિલ્લો, ભદ્ર ચોક, અમદાવાદ - 380001ફોન : 91 - 79 – 32452230
  First published:

  Tags: Ahmedabad news, Hindu Temple, Navratri 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन