Home /News /ahmedabad /Kishan Bharwad murder case: ગુજરાત ATS મૌલવી કમરગનીને દિલ્હીથી પકડી અમદાવાદ લાવી
Kishan Bharwad murder case: ગુજરાત ATS મૌલવી કમરગનીને દિલ્હીથી પકડી અમદાવાદ લાવી
દિલ્હી મૌલવીને અમદાવાદ લવાયો
Ahmedabad crime news: કિશન ભરવાડ કેસના તાર છેક દિલ્લી (Delhi) સુધી પહોંચ્યા છે. ત્યારે ગુજરાત એટીએસે (Gujarat ATS) દિલ્હીથી મૌલવી કમરગની ઉસ્માનીને (Maulvi Kamargani Usmani) પકડી પાડ્યો અને અને આજે રવિવારે અમદાવાદ એટીએસની (Ahmedabad ATS office) ઓફિસ ખાલે લવાયો હતો.
અમદાવાદઃ ધંધૂકામાં (Dhandhuka) કિશન ભરવાડ (kishan bharwad murder case) ઉપર જાહેરમાં ફાયરિંગ કરીને (firing) મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. અને આ કેસના તાર છેક દિલ્લી સુધી પહોંચ્યા છે. ત્યારે ગુજરાત એટીએસે (Gujarat ATS) દિલ્હીથી મૌલવી કમરગની ઉસ્માનીને પકડી પાડ્યો અને અને આજે રવિવારે અમદાવાદ એટીએસની ઓફિસ ખાલે લવાયો હતો. ઉલ્લેખનીય છે કે આ કેસમાં અત્યાર સુધીમાં શબ્બીર, ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમરગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા મળીને કુલ 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આ કેસમાં ગુજરાત પોલીસની વિવિધ એજન્સીઓ અને સ્થાનિક પોલીસે સરાહનીય કામગીરી કરી છે.
આ કેસમાં અત્યાર સુધી કુલ છ લોકો ઝડપાયા આ કેસમાં અત્યાર સુધીમાં શબ્બીર,ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમરગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા મળીને કુલ 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. માત્ર એટલું જ નહીં આ લોકો સાથે અન્ય લોકો પણ સંકળાયેલા હોવાનું પોલીસનું સ્પષ્ટ માનવું છે
ગુજરાતમાં ફરી એક વખત જેહાદી ષડયંત્રની ગંધ કિશન ભરવાડ હત્યા કેસના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે ત્યારે આ કેસની ગુજરાત ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે કિશન ભરવાડની હત્યા બાદ સમગ્ર ગુજરાતમાં કેટલાક યુવાનોના બ્રેઇન વોશ કરીને જેહાદના નામે આતંકી પ્રવૃત્તિ કરવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં એક પછી એક મૌલવીઓની ધરપકડ બાદ કેટલાક સંગઠનો દ્વારા ગુજરાતની શાંતિને કાંકરીચાળો કરવાનો પ્રયાસ થયો હોવાનું તપાસ એજન્સીઓ માની રહી છે.
ધંધુકા હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન ખુલ્યું કિશન ભરવાડની હત્યા કેસમાં આજે દિલ્હીથી મૌલાના કમર ગનીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ કેસમાં પાકિસ્તાન પાકિસ્તાનના 3થી 4 સંગઠનના નામ ખુલ્યાં છે. મૌલવીની ધરપકડ બાદ પૂછપરછમાં ખુલાસો થયો છે કે હત્યાનો પ્લાન જમાલપુરમાં બન્યો હતો.
શું હતી ઘટના? ધંધુકાના મોઢવાડાના ડેલું પાસે મંગળવારે કિશન નામનો યુવક જઇ રહ્યો હતો. ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ તેની પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. યુવકને સારવાર મળે તે પહેલા જ તે સ્થળ પર મૃત્યુ પામ્યો હતો. જેમાં સમગ્ર ઘટનાને પગલે મૃતક યુવકના જ્ઞાતિજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.