Home /News /ahmedabad /Kishan bharwad murder ઇન્વેસ્ટિગેશન! શું આરોપી મૌલાનાઓનો મોબાઈલ પહોંચાડશે પોલીસને ષડ્યંત્રના મૂળ સુધી?

Kishan bharwad murder ઇન્વેસ્ટિગેશન! શું આરોપી મૌલાનાઓનો મોબાઈલ પહોંચાડશે પોલીસને ષડ્યંત્રના મૂળ સુધી?

કિશન ભરવાડ હત્યા કેસમાં પકડાયેલા આરોપીઓની તસવીર

Dhandhuka Firing case: અમદાવાદ (Ahmedabad) અને દિલ્હીમાંથી (Delhi police) પોલીસના ગિરફ્તમાં આવેલ મૌલાનાના મોબાઈલની ડિટેઇલ પોલીસને મોટા ષડ્યંત્રના પર્દાફાશ સુધી લઈ જઈ શકે છે જેને લઈ પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. 

અમદાવાદ: ધંધુકામાં ફાયરિંગની (Dhandhuka Firing) ઘટનામાં કિસન ભરવાડની હત્યાની (Kishan Bharwad) ગૂંથથી ઉકેલવા પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ આકાશ પાતાળ એક કરી રહી છે. એક હત્યાની તપાસ પોલીસને મોટા ષડ્યંત્રના તાર સુધી લઈ જઈ રહી છે. જેને લઈને પોલીસ (Police) આરોપીઓના મોબાઈલ ડેટાની ઉલટ તપાસ કરી રહી છે. ખાસ કરીને અમદાવાદ (Ahmedabad) અને દિલ્હીમાંથી (Delhi police) પોલીસના ગિરફ્તમાં આવેલ મૌલાનાના મોબાઈલની ડિટેઇલ પોલીસને મોટા ષડ્યંત્રના પર્દાફાશ સુધી લઈ જઈ શકે છે જેને લઈ પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

ધંધુકાના કિસન ભરવાડની હત્યાની તપાસ હવે ગુજરાત ATSના હાથમાં છે. ખાસ કરીને હત્યામાં પકડાયેલા જમાલપુરના મૌલાના આયુબ પાસેથી મળી આવેલ લેખિત પુસ્તકનું સાહિત્ય અને દિલ્હીમાંથી ઝડપાયેલા મૌલાના કમરગની કે જે ટીએફઆઈ સંગઠન ચલાવતો હતો. તેનું કનેક્શનનું જાળું દેશમાં ક્યાં ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં ATSની એક ટીમ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે.

કારણ કે આ સંગઠનમાં સભ્ય બનનારને સમાજ પર ટીકા ટિપ્પણી કરનારની હત્યા કરવા માટે કમરગની પ્રેરતો હોવાનો ખુલાસો તપાસમાં થયો છે.  જેને લઈને શબ્બીર સિવાય અન્ય કેટલા યુવાનોના બ્રેઇન વોસ આ મૌલાના દ્વારા થયા છે તે તપાસનો વિષય છે. જે માટે મૌલાના આયુબ અને મૌલાના કમરગની તેમજ શબ્બીર સહિતના યુવાનોના મોબાઈલ ડીટેલ અને આરોપીઓએ કરેલા કોલ ડીટેલ, મેસેજને તપાસવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ-Surat News: કરોડો રૂપિયા વ્યાજે લીધા બાદ ઉઘરાણી કરી ત્રાસ આપતા જ્વેલર્સ માલિકનો આપઘાત

જોકે આરોપીઓ અને ખાસ કરીને મૌલાનાએ પોતાની ધરપકડ પહેલા જ પોતાના મોબાઇલની કેટલીક હિસ્ટ્રી  ડીલીટ કરી દીધી હોવાનું પોલિસ તપાસમાં સામે આવ્યું છે. જેથી આ આરોપીઓના કોલ ડિટેઇલ અને મોબાઈલ હિસ્ટ્રી પરત મેળવવા તપાસ અધિકારીઓ દ્વારા  પ્રયાસ હાથ ધરાયા છે.

આ પણ વાંચોઃ-Surat News: બહેનપણીના ભાઈએ નોકરીની લાલચ આપી પરિણીતા સાથે કર્યું ગંદુ કામ

મહત્વનું છે કે  ATS સાથે કેન્દ્રની અલગ અલગ ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ પણ આ ઘટનામાં ત્રાસવાદી સંગઠન કે પાકિસ્તાન  કનેક્શન શોધવા મથી રહી છે પરંતુ આરોપીઓની તપાસમાં તપાસ અધિકારીઓને આરોપીઓનું કનેક્શન દાવતે ઈસ્લામી સંગઠન સાથે કે પાકિસ્તાન કનેક્શન કે અંડરવર્લ્ડ કનેક્શન હજુ સુધી મળ્યું નહિ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.
First published:

Tags: Ahmedabad news, Crime news, Dhandhuka firing case, Gujarati news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો