Home /News /ahmedabad /Kiran Patel: તે ત્યાં ડેવલોપમેન્ટ માટે ગયા છે, કોઇ પ્રોબ્લેમ નથી: કિરણ પટેલની પત્ની

Kiran Patel: તે ત્યાં ડેવલોપમેન્ટ માટે ગયા છે, કોઇ પ્રોબ્લેમ નથી: કિરણ પટેલની પત્ની

કિરણ પટેલની પત્ની અને કિરણ પટેલની ફાઇલ તસવીર

અમારા સંવાદદાતાએ કિરણ પટેલની પત્ની સાથે ખાસ વાતચીત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે, અમારે કોઇનું ખરાબ કરવું નથી. તે ત્યાં ડેવલોપમેન્ટ માટે ગયા છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: પીએમઓના એડિશનલ ડાયરેક્ટર તરીકે નકલી ઓળખ આપી જમ્મુ કાશ્મીરમાં વીઆઇપી સિક્યોરિટી સાથે ફરતા ગુજરાતી કિરણ પટેલની જમ્મુ કશ્મીર પોલીસે ધરપકડ કરી લીધી છે. કિરણે પોતે દેશના વરિષ્ઠ સરકારી અધિકારી તરીકે ઓળખ આપી હતી. VIP સુરક્ષા કવચ સાથે તેઓ જમ્મુ કાશ્મીરમાં સરકારી બુલેટ પ્રૂફ વાહનમાં ફરતા દેખાય છે. કિરણ સામે નાણાકીય તેમજ ભૌતિક લાભ મેળવવા માટેના આશય સાથે IPCની વિવિધ કલમો હેઠળ છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. આ સમાચાર મળતાની સાથે ગુજરાતમાં પણ આ સમાચારની ચર્ચાએ જોર પકડ્યું છે. અમારા સંવાદદાતાએ જ્યારે કિરણ પટેલની અમદાવાદમાં રહેતી પત્ની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે એટલું જ કહ્યું કે, 'તે ત્યાં ડેવલોપમેન્ટ માટે ગયા હતા. ત્યાં બધુ પોઝિટિવ જ છે.'

'મારી રીતે આ પોઝિટિવ છે'


કિરણ પટેલની પત્ની સહિત આખો પરિવાર અમદાવાદમાં રહે છે. અમારા સંવાદદાતાએ કિરણ પટેલની પત્ની સાથે ખાસ વાતચીત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે, અમારે કોઇનું ખરાબ કરવું નથી. તે ત્યાં ડેવલોપમેન્ટ માટે ગયા છે અને તેમને કોઇ પ્રોબ્લેમ થયો છે. એટલે અમે વકીલને મોકલ્યો છે અને તે બધું ત્યાં સમજીને આવ્યા છે. મારી રીતે આ પોઝિટિવ છે. અમે કોઇનું ખરાબ કર્યું નથી અને કોઇનું ખરાબ ઇચ્છતા પણ નથી.

કિરણ પટેલની ફાઇલ તસવીર


આ પણ વાંચો: કિરણે અમદાવાદના નિવૃત્ત પોલીસ અધિકારીઓને પણ છેતર્યા હતા


કિરણ પટેલ કોમ્પ્યુટર એન્જિનિયર છે


આ સાથે તેમણે વધુમાં જણાવ્યુ કે, કિરણ પટેલ કોમ્પ્યુટર એન્જિનિયર છે. આ સિવાય આ અંગેના બધા જવાબ અમારી વકીલ આપશે. આ ઉપરાંત પણ તેમણે ફરીથી કહ્યું હતુ કે, અમે કોઇનું ખરાબ કર્યુ નથી અને કોઇનું ખરાબ ઇચ્છતા પણ નથી. ત્યાં બધું પોઝિટિવ છે.

આ પણ વાંચો: કિરણ પટેલનો ભવ્ય બંગલો, વૈભવી કાર્સ જોઇને આંખો પહોળી થઇ જશે

કિરણ પટેલ સામે નોંધાયા છે આટલા ગુના


આપને જણાવી એ કે, VIP સુરક્ષા કવચ મેળવનારા ગુજરાતના એક વ્યક્તિ કે જે કથિત રીતે પીએમઓના એડિશનલ ડાયરેક્ટર તરીકે પોતાની ઓળખ આપતા હતા તેની J&K પોલીસે શ્રીનગરમાં ધરપકડ કરી છે.


કિરણ પટેલ તરીકે ઓળખાતા આ ઇસમની સામે કલમ 419, 420, 467, 468, 471 આઈપીસી હેઠળ ગુનો નોંધવામાં આવ્યા છે.
First published:

Tags: Ahmedabad news, Gujarat News