Home /News /ahmedabad /અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ત્રીજી હત્યા: ઝઘડાની અદાવતમાં ગરબા રમવા ગયેલ યુવકની છરી મારી હત્યા

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ત્રીજી હત્યા: ઝઘડાની અદાવતમાં ગરબા રમવા ગયેલ યુવકની છરી મારી હત્યા

કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકની હત્યા

​​Ahmedabad news: અમદાવાદ શહેરના મેઘાણી નગરમાં બે હત્યા બાદ શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક યુવકની હત્યાનો કરવામાં આવી. પિતા સાથે અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખીને યુવકની હત્યા દેવામાં આવી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આવામાં હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી.

વધુ જુઓ ...
અમદાવાદ : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરડાઈ હોય તેમ લાગી રહ્યું છે. મેઘાણી નગરમાં બે હત્યા બાદ શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. મૃતક યુવકના પિતા સાથે અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખીને યુવકની હત્યા કરી દેવામાં આવી છે.

રાત્રે મોડા દીકરો પવન અચાનક જ દોડતો આવ્યો


અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ કશ્યપે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે રાત્રિના સમયે તેમનો નાનો દીકરો પવન ચાલીમાં ગરબા રમવા માટે ગયો હતો. જ્યારે તેઓ ઘરની બહાર પલંગમાં સુતા હતા. અને તેમના નાની બેન તેમજ નાનાભાઈના પત્ની મકાનની સીડીમાં બેસીને ગરબા જોઈ રહ્યા હતા. આ દરમિયાન રાતના દોઢેક વાગ્યાની આસપાસ તેમનો દીકરો પવન અચાનક જ દોડતો દોડતો આવી તેમના ઉપર પડતા તેઓ જાગી ગયા હતા અને જોયું તો પવનના છાતીના ભાગે ઈજા પહોંચી હતી. અને પુષ્કળ પ્રમાણમાં લોહી નીકળતું હતું.

આ પણ વાંચો: બેદરકારી દાખવતા કડીના ઈન્ચાર્જ PI સહિત 7 પોલીસકર્મી સસ્પેન્ડ

છાતીના વાગે ધારદાર ચપ્પાનો ઘા મારી દીધા


જો કે, આ બાબતે તેને પૂછતા તેણે કહ્યું હતું કે, જ્યારે તે ઘરે આવતો હતો ત્યારે કેતન પરમાર તથા તેના મિત્ર ભાવિક ઉર્ફે ભાવો બંને પોતાના હાથમાં ચપ્પા લઈ આવી એકદમ પાછળ દોડતા કેતન પરમાર એ પવનને છાતીના વાગે ધારદાર ચપ્પાનો ઘા મારી દીધો હતો અને ભાવિક કેતનને લઈને ત્યાંથી ભાગી ગયો હતો. જોકે દીકરાને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક 108 મારફતે તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આવામાં હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Murder, Ahmedabad news, Crime news

विज्ञापन
विज्ञापन