Home /News /ahmedabad /અમદાવાદ: પુત્રના અંતિમ સંસ્કાર કોણ કરશે? માતા-બહેન જર્મનીમાં, હત્યારા પિતાને કોર્ટે ન આપી મંજૂરી
અમદાવાદ: પુત્રના અંતિમ સંસ્કાર કોણ કરશે? માતા-બહેન જર્મનીમાં, હત્યારા પિતાને કોર્ટે ન આપી મંજૂરી
પુત્રની ફાઇલ તસવીર અને પિતા પોલીસ પકડમાં
Ahmedabad News: 18 જુલાઈના રોજ આરોપી પિતા નિલેશ જોશીએ પુત્ર સ્વયમ જોશીની હત્યા કરી નાંખી હતી. પિતાએ લાશનો નિકાલ કરવા માટે શરીરના ટુકડા કરીને પોલિથીન બેગમાં ભરી અલગ-અલગ વિસ્તારની કચરા પેટીમાં ફેક્યા હતા.
અમદાવાદ : ગત સપ્તાહમાં શહેરના (Ahmedabad crime) આંબાવાડી વિસ્તારમાં પુત્રની હત્યા (son murder) કરનાર પિતા નિલેશ જયંતિલાલ જોષીને (Nilesh joshi) મૃતક પુત્ર સ્વયમના અંતિમ સંસ્કારમાં (last ritual) હાજર રહેવા દેવાની મંજૂરી કોર્ટે નથી આપી. હત્યારા પિતાએ મૃતક પુત્રની આંતિમવિધિમાં હાજર રહેવા કોર્ટમાં (court) વિનંતીની અરજી કરી હતી. પરંતુ મેટ્રોપોલિટન કોર્ટે હત્યારા પિતાની અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે, પિતાએ જ નશાની લત ધરાવતા પુત્રની હત્યા કરીને લાશના 6 ટુકડા કરી નાંખ્યા હતા.
પોલીસ જપ્તા સાથે લાવવાની અરજી
62 વર્ષના હત્યારા પિતિ નિલેશભાઇ જોષીએ કોર્ટમાં અરજી કરી હતી કે, હું બનાસકાંઠા ડીસાનો છું. અમદાવાદમાં મારા કોઇ સગા નથી રહેતા. મારી દીકરી અભ્યાસ માટે જર્મની ગઇ છે. તેની સાથે માતા પણ ગઇ છે. જેથી અમદાવાદમાં કોઇ નથી. મૃતક મારો પુત્ર છે જેથી તેની અંતિમ વિધિ કરવાનો મને હક છે. પોલીસ જે દિવસે અંતિમ વિધિ નક્કી કરે તે દિવસે મને પોલીસ જપ્તા સાથે લાવવા વિનંતી.
મૃતકની બહેન અને માતા જર્મનીમાં
આ રજૂઆત બાદ કોર્ટે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ મંગાવ્યો હતો. મૃતકના લાશના ટુકડા કોલ્ડસ્ટોરેજમાં મુકવામાં આવ્યા હતા. મૃતકની બહેન અને માતા જર્મનીમાં છે. આ ઉપરાંત કોઇપણ મૃતકની લાશનો કબજો લેવા આવ્યા નથી.
મહત્વનું છે કે, આરોપી નિલેશ જોશી 65 વર્ષીય નિવૃત સરકારી કર્મચારી છે. તે એસ.ટી.વિભાગમાં ફરજ બજાવતા હતા. આરોપીના પત્ની અને દીકરી જર્મની રહે છે જ્યારે આરોપી તેમના 21 વર્ષના પુત્ર સ્વયમ સાથે રહેતા હતા. 18 જુલાઈના રોજ આરોપી પિતા નિલેશ જોશીએ પુત્ર સ્વયમ જોશીની હત્યા કરી નાંખી હતી. પિતાએ લાશનો નિકાલ કરવા માટે શરીરના ટુકડા કરીને પોલિથીન બેગમાં ભરી અલગ-અલગ વિસ્તારની કચરા પેટીમાં ફેક્યા હતા.
" isDesktop="true" id="1234628" >
પિતાએ ઈલેક્ટ્રીક કટર વડે ધડ, હાથ અને પગનાં ટુકડા કર્યા હતા. આરોપી પિતા હત્યા કર્યા બાદ નાહીધોઈને ભગવાન પાસે માફી માંગવા માટે કાલુપુર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા માટે પણ ગયા હતા. ભગવાનના દર્શન કર્યા બાદ તેઓ પરત ઘરે આવ્યા હતા. તેઓએ બપોર બાદ શરીરનો એક ટુકડો વાસણા વિસ્તારમાં અને બીજો પાલડી વિસ્તારમાં ફેંક્યો હતો.