Home /News /ahmedabad /અમદાવાદમાં ધોળા દિવસે પ્રેમ લગ્ન કરનાર યુવતીનું ફિલ્મી ઢબે અપહરણ, જુઓ CCTV વીડિયો

અમદાવાદમાં ધોળા દિવસે પ્રેમ લગ્ન કરનાર યુવતીનું ફિલ્મી ઢબે અપહરણ, જુઓ CCTV વીડિયો

પ્રેમલગ્ન કરનાર યુવકે યુવતીના પરિવારજનોએ જ અપહરણ કર્યાની ફરિયાદ દાખલ કરાવી છે.

Ahmedabad Crime: આ સાથે જ પ્રેમલગ્ન કરનાર યુવકે યુવતીના પરિવારજનોએ જ અપહરણ કર્યાની ફરિયાદ દાખલ કરાવી છે સાથે જ યુવતીના પરિવારજનો પર પ્રેમીએ ગંભીર આરોપ લગાવ્યો છે.

    અમદાવાદ: અમદાવાદના સરદારનગર વિસ્તારમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનું ફિલ્મી ઢબે અપહરણ કરાયું હોવાનું તેના પતિએ આક્ષેપ કર્યો છે. યુવકે યુવતીના પરિવાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અપહરણની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પ્રેમ લગ્ન કરનાર યુવતીનું અપહરણ ફિલ્મી ઢબે કારમાં બેસાડી કરાયું હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે. જોકે આ મામલે પ્રેમી પતિએ પોતાની પત્નીનું અપહરણ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે હવે સરદારનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

    આ સાથે જ પ્રેમલગ્ન કરનાર યુવકે યુવતીના પરિવારજનોએ જ અપહરણ કર્યાની ફરિયાદ દાખલ કરાવી છે સાથે જ યુવતીના પરિવારજનો પર પ્રેમીએ ગંભીર આરોપ લગાવ્યો છે. યુવકના જણાવ્યા અનુસાર, મને અને પ્રેમિકાને મારવા માગે છે. સાથે જ હિતેન્દ્રસિંહ ચંપાવતના નામના પોલીસકર્મી પર પણ યુવકે આરોપ લગાવ્યો છે.



    અરવલ્લીના ભિલોડાના ભૂતાવળ ગામે એક યુવક અને યુવતીએ પ્રેમલગ્ન કર્યા છે. આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હોવાથી યુવતીના પરિવારજનો નારાજ થયા હતા. અને જે બાદ યુવકના 17 જેટલા પરિવારોએ સ્થળાંતર કરવા મજબૂર થવું પડ્યું હતું.

    આ પણ વાંચો: સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવ માટે પાઘ પૂજાનો શુભારંભ, શ્રદ્ધાળુઓ પાઘના વસ્ત્રોનો પ્રસાદ મેળવી શકશે

    યુવક અને યુવતીએ પોતાની ઈચ્છાથી 9 ડિસેમ્બરે મીરજાપુર કોર્ટમાં લગ્ન કર્યા હતા. અને લગ્નનું રજીસ્ટ્રેશન કરાવી અમદાવાદમાં જ રહેતા હતા. હવે પ્રેમીએ પ્રેમિકાના અપહરણની ફરિયાદ નોંધાવતા આરોપ લગાવ્યો છે કે શુક્રવારે બપોરે 1 વાગે તેઓ પત્ની સાથે સરદારનગરમાં એક પરિચિત મિત્રના ઘરે મળવા ગયા હતા. બપોરે 3 વાગે આસપાસ તેઓ ત્યાં બેઠા હતા ત્યારે અચાનક જ તેઓના મિત્રનો ઘરનો દરવાજો ખુલ્લો હોય તેમાંથી અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી મારામારી કરી અને પત્નીનું અપહરણ કરી ગયા હતા.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Ahmedabad Crime latest news, અમદાવાદ, અમદાવાદ પોલીસ, અમદાવાદમાં ક્રાઇમ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन