ખોખરા પોલીસ સ્ટેશનનું ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 24, 2017, 2:59 PM IST
ખોખરા પોલીસ સ્ટેશનનું ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ
અમદાવાદઃ છેલ્લા કેટલાય સમયથી મંત્રીની નવરાશની રાહ જોવામાં ધૂળ ખાઇ રહેલા બે નવનિર્મિત પોલીસ સ્ટેશનના આખરે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે.ખોખરા પોલીસ સ્ટેશન અને ગોમતીપુર પોલીસ સ્ટેશનનું આજે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 24, 2017, 2:59 PM IST

અમદાવાદઃ છેલ્લા કેટલાય સમયથી મંત્રીની નવરાશની રાહ જોવામાં ધૂળ ખાઇ રહેલા બે નવનિર્મિત પોલીસ સ્ટેશનના આખરે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે.ખોખરા પોલીસ સ્ટેશન અને ગોમતીપુર પોલીસ સ્ટેશનનું આજે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે પોલીસ કમિશ્નર સહીત શહેરના અનેક પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

2 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ પોલીસ સ્ટેશનમાં અનેક સુવિધાઓથી સજ્જ છે.આ પ્રસંગે જાહેરાત કરતા પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે આગામી સમયમાં એટલે કે વર્ષ 2017માં અન્ય 8 પોલીસ સ્ટેશન નવા બનાવવામાં આવશે.તેમજ ગોમતીપુરમાં એક મિની પોલીસ હેડક્વાર્ટ્સ બનાવવામાં આવશે.જ્યાં પોલીસને તાલીમ પણ આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

આ ઉપરાંત શહેરના કેટલાક પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મહીલા બુટલેગરોને વિવિધ ગૃહઉદ્યોગની તાલીમ આપીને ગુનાખોરીના માર્ગ પરથી જતા અટકાવીને સામાજિક પ્રવૃત્તિમાં લાવનાર મહીલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

First published: January 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर