સરદાર સરોવર નિગમમાંથી પાણી ગાયબ થઈ રહ્યું હોવાનો ખેડૂત એકતા મંચનો આક્ષેપ

હાઈકોર્ટના સિટીંગ જજની તપાસ કમિટી નીમી તપાસ કરવા માંગ

News18 Gujarati
Updated: September 16, 2019, 7:23 AM IST
સરદાર સરોવર નિગમમાંથી પાણી ગાયબ થઈ રહ્યું હોવાનો ખેડૂત એકતા મંચનો આક્ષેપ
સરદાર સરોવર નિગમમાંથી પાણી ગાયબ થઈ રહ્યું હોવાનો ખેડૂત એકતા મંચનો આક્ષેપ
News18 Gujarati
Updated: September 16, 2019, 7:23 AM IST
સંજય ટાંક, અમદાવાદ : ગુજરાત ખેડૂત એકતા મંચે સરદાર સરોવર નિગમ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા નિગમને આપવામાં આવતા પાણીનો હિસાબ છે પરંતુ તે પાણી ક્યાં વપરાય છે તેનો હિસાબ નિગમ પાસે નહીં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આરોપ સાથે ખેડૂત એકતા મંચે હાઈકોર્ટના સિટિંગ જજની તપાસ કમિટી નીમવા અને તપાસ કરવા માંગ કરી છે.

નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને પાણી આપવામાં આવે છે પરંતુ આ પાણીનો હિસાબ નર્મદા નિગમ પાસે નથી. નર્મદા નિગમ દ્વારા પાણી વેચવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ ગુજરાત ખેડૂત એકતા મંચે કર્યો છે. એટલુ જ નહીં નર્મદા નિગમ પાણી ક્યાં વાપરે છે તેનો હિસાબ આપતું નહીં હોવાનો તેમજ નિગમે જાહેર કરેલા આવકના આંકડામાંથી પાણીનો ગેરવહીવટ સામે આવ્યો હોવાનો આરોપ ખેડૂત એકતા મંચે લગાવ્યો છે.

આ પણ વાંચો - ગાંધીનગરનાં સિરિયલ કિલરે ત્રણેય હત્યામાં માથા પર મારી હતી ગોળી, જણાવ્યું કારણ

નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા નિગમને દર વર્ષે કેટલુ પાણી અપાય છે તેનો હિસાબ આપવામાં આવે છે પરંતુ નિગમ પાણી ક્યાં વાપરે છે તેનો હિસાબ નથી. આવકના આંકડામાંથી નિગમને કેટલુ પાણી મળ્યું અને નિગમને કેટલુ પાણી વાપર્યું તેનો ખુલાસો થયો છે. 2017-18માં નર્મદા નિગમને 4.80 મિલિયન એકર ફુટ પાણી આપ્યું હતુ. નિગમે 3.25 મિલિયન એકર ફુટ પાણી વાપર્યું જ્યારે 1. 55 મિલિયન એકર ફુટ પાણી ગાયબ થઈ ગયું. જેનો હિસાબ નિગમ પાસે નથી. 2016-17માં નિગમને 9.78 મિલિયન એકર ફુટ પાણી મળ્યું હતું. નિગમે 2.95 મિલિયન એકર ફુટ પાણી વાપર્યું. જ્યારે 6.84 મિલિયન એકર ફુટ પાણી ક્યાં ગયું તેનો હિસાબ નથી. ત્યારે આ મામલે ખેડૂત એકતા મંચે હાઈકોર્ટના સિટીંગ જજ કમિટી નિમવા માંગ કરી છે. ગાયબ થયેલું પાણી કે પછી વેચાયેલુ પાણી ક્યાં ગયુ તેના માટે કોણ જવાબદાર છે અને તેમાં કોણ કોણ સંકળાયેલ છે તેની તપાસ કરવાની માંગ કરી છે.
First published: September 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...