Home /News /ahmedabad /PM મોદીની રાજકીય કારકિર્દીની શરૂઆત થઇ તે ખાનપુર કાર્યાલય કોનું ઘર હતું?

PM મોદીની રાજકીય કારકિર્દીની શરૂઆત થઇ તે ખાનપુર કાર્યાલય કોનું ઘર હતું?

પારસી પરિવારે પોતાના જૂના મકાનની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે તેમણે સૌથી પહેલી મુલાકાત ખાનપુર કાર્યાલયની લીધી હતી

    દીપિકા ખુમાણ, અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે તેમણે સૌથી પહેલી મુલાકાત ખાનપુર કાર્યાલયની લીધી હતી. ખાનપુર કાર્યાલય એટલે એ કાર્યાલય જ્યાંથી વડાપ્રધાને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. પરંતુ એ વાત કોઈ નથી જાણતું કે આ ભાજપ કાર્યાલયમાં એક સમયે પારસી પરિવાર રહેતો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મકાનમાં જોયા બાદ બીજા દિવસે પારસી પરિવારે પોતાના જૂના મકાનની મુલાકાત લીધી અને યાદ કર્યો પોતાનો યાદગાર સોનેરી સમય.

    આ અંગે નાજુબહેન કરનજીયાએ જણાવ્યું કે, અમે આ ઘર 15 હજારમાં ખરીદ્યું હતું અને 3 લાખમાં ભાજપને વેચ્યું હતું. આ ઘરની ખૂબ જ સારી મેમરી છે. મારા લગ્ન થયા અને આ ઘરમાં જ બાળકો થયા. બાળકોની નવજ્યોત સેરેમની પણ અહીં કરી. અશોક દવે,કાશીરામ બધા જ અહીં આવતા અને મીટિંગ કરતાં. મેં ચા-પાણી કરાવ્યા છે. ઘર વેચતાં પહેલાંની મીટિંગ મને આજે પણ યાદ છે.

    આ છે એ પારસી પરિવાર જેમણે એક સમયે અમદાવાદના જે. પી. ચોક પાસે આવેલાં ખાનપુર કાર્યાલયમાં પોતાનું બાળપણ વિતાવ્યું.


    નાજુબહેનના પુત્ર દિનયર કરનજીયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે જમતા જમતા મેં મારું મકાન જોયું. અગાશીમાં મેં નરેન્દ્ર મોદી સાહેબને જોયા. હું ખુશ થઈ ગયો. એવાં કેવાં નસીબ કે સાહેબ અમારા મકાનમાં ઉભા છે. 1988 બાદ પહેલી વાર હું મારા મકાનમાં આવ્યો છું. અમે સાહેબને ખૂબ આર્શીવાદ આપ્યા છે. હું મેઈલ પણ કરવા માંગું છું કે અમારા મકાન ખાનપુર કાર્યાલય ખરીદ્યા બાદ પ્રગતિ થઈ છે તે અંગે અમે આશીર્વાદ આપીએ છીએ.

    81 વર્ષના નાજુબેને આ જ ઘરમાં પરણીને આવ્યા હતા.. જેને આજે લોકો ભાજપના ગઢ અને ભાજપના ખાનપુર કાર્યાલય તરીકે ઓળખે છે


    વર્ષ 1956માં નાજુબહેન પતિ સાથે આ જ મકાનમાં પરણીને આવ્યા હતા. જે બાદ તેમને દિનયર અને હોશાંગ નામના બે બાળકો થયા. આ એ જ મકાનમાં નાજુબહેન પોતાના બાળકો સાથે પરત આવ્યા ત્યારે તેમની ખુશીનો પાર નહોતો રહ્યો. એટલું જ નહીં, પોતાના બાળકો સાથે જેઠના દીકરા બોમી કવિના પણ અહીં હાજર રહ્યા હતા. જેમણે વર્ષ 1988 પહેલાંની વાતો ન્યૂઝ18 સાથે વાગોળી હતી. આ પરિવારએ પણ કબુલ્યું કે, તેમણે જ્યારે 3 લાખમાં ભાજપને આ મકાન વેચ્યું ત્યારે તેમણે આશીર્વાદ પણ આપ્યા કે ભાજપનું નામ દેશ દુનિયામાં રોશન થાય.

    નાજુબહેનના જેઠના પુત્ર બોમી કવિનાએ જણાવ્યું કે, અમે જ્યારે દસ્તાવેજ માટે ભેગા થયા ત્યારે મારાથી કહેવાય ગયું કે GOOD THOUGHTS GOOD DEEDS GOOD WORDS. અત્યારે મગજમાં ઘણાં વિચારો આવે છે. પહેલાં શું હતું અત્યારે કેટલું બદલાયેલું છે. રોજ અગાશી પર બેસતા. ગામની વાતો કરતાં. મહોર્રમના તાજિયા અહીંથી નીકળતાં. રાઈટ્સ થયા ત્યારે આર્મીની ટુકડી અહીંથી જ પસાર થતી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Home, અમદાવાદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन