અમદાવાદઃ BJPના કાર્યકર્તાની હત્યા, ખાન સાઇકલ ગેંગના સભ્યો હત્યારા

અમદાવાદના જમાલપુર દરવાજા (Ahmedabad)પાસે આવેલી હજીરાની પોળમાં રહેતા રિયાઝુદ્દીન ઉર્ફે રાજુ શેખ કે જેઓ આર આર ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.

News18 Gujarati
Updated: September 22, 2019, 6:33 PM IST
અમદાવાદઃ BJPના કાર્યકર્તાની હત્યા, ખાન સાઇકલ ગેંગના સભ્યો હત્યારા
પકડાયેલા આરોપીઓની તસવીર
News18 Gujarati
Updated: September 22, 2019, 6:33 PM IST
હર્મેશ સુખડિયા, અમદાવાદ: જમાલપુર વિસ્તારમાં આવેલી હજીરાની પોળના નાકે બીજેપીના (BJP)સક્રિય કાર્યકર્તા રિયાઝુદ્દીન ઉર્ફે રાજુભાઇની મોડી રાત્રે હત્યા (Murder)નીપજાવવામાં આવી છે. ઘટના બાદ પોલીસે (police)તપાસ કરતા આ ગુનો આચરનાર અન્ય કોઈ નહીં પરંતુ કુખ્યાત ખાન સાઇકલ ગ્રુપના લોકો હોવાનું બહાર આવ્યું છે.

અમદાવાદના જમાલપુર દરવાજા (Ahmedabad)પાસે આવેલી હજીરાની પોલમાં રહેતા રિયાઝુદ્દીન ઉર્ફે રાજુ શેખ કે જેઓ આર આર ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે પણ સંકળાયેલા હતા અને બીજેપીના સક્રિય સિનિયર કાર્યકર્તા હતા. ગઇરાત્રે તેઓ ઘરે આવ્યા ત્યારે ઘરની બહાર બે પક્ષના લોકો વચ્ચે બબાલ ચાલતી હતી. જેને લઈને રિયાઝુદ્દીન ઉર્ફે રાજુ ભાઈ વચ્ચે સમાધાન કરાવવા પડ્યા હતા. તેમનો પુત્ર પણ વચ્ચે પડી લોકોને છોડાવતો હતો. તેવામાં પાંચ લોકોએ આડેધડ છરીના ઘા છાતીમાં મારતા બંને રોડ પર લોહીલુહાણ હાલતમાં સપડાયા હતા.

ઘટનાને લઈને ઇ ડિવિઝન એસીપી આઈ જી શેખે જણાવ્યું કે આ બનાવ મોડી રાતનો છે અને ઘટના બાદ બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન રિયાઝુદ્દીન ઉર્ફે રાજુ ભાઈ શેખનું મોત નીપજ્યું હતું. બંદોબસ્ત વચ્ચે અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-PM મોદીના જન્મદિને રાજ્યમાં 25,252 મા કાર્ડ, 46,651 આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ

ઘટના બાદ તપાસ કરતા આ ઘટનાને અંજામ આપનારા અન્ય કોઈ નહીં પણ કુખ્યાત ખાન સાઇકલની ટોળકીના સભ્યો હતા. આરોપી અનસ સલીમખાન પઠાણ, સોહેલ બાબુભાઇ ટાયરવાળા, પરવેઝ ગુલાલખાન પઠાણ, રસીદ ખાલીદભાઈ અને ફેસલ ગનીભાઈ એ આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જોકે હત્યા પાછળ કોઈ જ કારણ ન હતું. પણ બબાલ માં પિતા પુત્ર વચ્ચે પડ્યા હતા જેથી તેમને છરી મારી દીધી હતી. હાલ આ કેસમાં કેટલાક આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ સુત્રોનું કહેવું છે કે ખાન સાઇકલ ગ્રુપના સભ્યો ફરી વિવાદ માં આવ્યા છે. અગાઉ પણ મારામારી, હત્યા જેવા અનેક ગુનાઓ આચરી ચુક્યા હોવાનું પણ પોલીસ ચોપડે નોંધાયેલું છે.
First published: September 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...