અહીં 1.5 થી 20 ફૂટ સુધીના તોરણની 1000 કરતા પણ વધારે વેરાયટી જોવા મળે છે
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહે છે. તેઓ હેન્ડીક્રાફ્ટનું વર્ક કરે છે. જેમાં મોતીના તોરણ બનાવીને વેચાણ કરે છે. આ માટે 600 જેટલી બહેનો કામ કરે છે. જો ખાસ વાત કરીએ તો તેઓ 1.5 ફૂટથી લઈને 20 ફૂટ સુધીના તોરણ બનાવે છે.
Parth Patel, Ahmedabad : અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે મહિલા કારીગર દ્વારા મોતીમાંથી બનાવેલા જુદા જુદા તોરણ અને ખાદીમાંથી બનાવેલી કુર્તીઓ રજૂ કરવામાં આવી છે. આ સાથે મેળામાં અંકોડી વર્ક, તોરણ, મોતી કામ, ખાદી વર્ક વગેરે પણ જોવા મળે છે. આ પ્રદર્શનનો હેતુ મહિલા કારીગરોને રોજગારી મળી રહે અને મહિલાઓ જાતે આત્મનિર્ભર બને એ જ છે.
અહીં 1.5 થી 20 ફૂટ સુધીના તોરણની 1000 કરતા પણ વધારે વેરાયટી જોવા મળે છે
કામાક્ષીબેન ભટ્ટ સાથે વાત કરતા જણાવ્યું કે તેઓ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહે છે. તેઓ હેન્ડીક્રાફ્ટનું વર્ક કરે છે. જેમાં મોતીના તોરણ બનાવીને વેચાણ કરે છે. આ માટે 600 જેટલી બહેનો કામ કરે છે.
જો ખાસ વાત કરીએ તો તેઓ 1.5 ફૂટથી લઈને 20 ફૂટ સુધીના તોરણ બનાવે છે. જેમાં બીડ વર્ક અને આર્ટિફિશિયલ વર્ક પણ જોવા મળે છે. આ સાથે 1000 કરતા પણ વધારે વેરાયટી જોવા મળે છે.
આમ તો તેઓ હોલસેલમાં વેચાણ કરે છે. આ સાથે તેઓ ફાઈબર મટિરિયલ દ્વારા ઝીણા મોતીના તોરણ, ઝુમ્મર બનાવે છે. સિરામિકમાં મૂર્તિઓ તથા ડેકોરેટિવ પીસ બનાવે છે. જ્યારે સ્ટોન વર્કમાં પૂજાનો સામાન, કળશ, માટલું વગેરે ઉપર વર્ક કરી બજાર કરતા ઓછી કિંમતે વેચાણ કરે છે. જો તેની કિંમતની વાત કરીએ તો અહીં 10 રૂપિયાથી લઈને 10,000 સુધીની વસ્તુઓ મળી રહે છે.
આ મહિલાએ ઉનાળામાં પહેરવા ખાદી અને કોટન બંનેને ભેગા કરી કુર્તીઓ અને ફ્રોક તૈયાર કર્યા
મમતાબેન ડોડોની એ જણાવ્યું હતું કે તેઓ ખાદી પર વર્ક કરે છે. જેમાં મિરર વર્ક, એમ્બ્રોડરી વર્ક કરેલું જોવા મળે છે. ખાસ વાત તો એ છે કે ઉનાળામાં પહેરવા માટે ખાદી અને કોટન બંનેને ભેગા કરી નવી ડિઝાઈનવાળી કુર્તીઓ અને ફ્રોક તૈયાર કરે છે. જેને પહેરવાથી શરીરને આરામદાયક અને ઠંડક અનુભવી શકો છો.
આ સાથે જીન્સ પર પહેરવાના ટોપ, કુર્તીઓ, ફ્રોક, વનપીસ તથા બીચ પર પહેરવાના પીસ પણ મળી રહે છે. જો તેના કિંમતની વાત કરીએ તો ટોપ 800 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધીમાં મળી રહે છે. સાથે દરેક ટોપ અને કુર્તીઓની ડિઝાઈન અલગ અલગ જોવા મળે છે. જેમ કે ટસર સિલ્ક અને ખાદી પર કરેલા વર્કની ડિઝાઈન રીપીટ કરવામાં આવતી નથી.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.