Home /News /ahmedabad /સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપી લોકોને લૂંટતી ગેંગના સાત આરોપીઓ ઝડપાયા

સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપી લોકોને લૂંટતી ગેંગના સાત આરોપીઓ ઝડપાયા

આરોપીઓ સોનાના બિસ્કીટ ઓછા ભાવે આપવાની લાલચ આપતા હતા.

કેરાળા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લૂંટના ગુનામાં પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીને પકડવા માટે તપાસ કરી રહી હતી.

અમદાવાદ: સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાનો અને એકના ત્રણ ગણા રૂપિયા આપવાની લાલચ આપીને લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગેંગ લોકોને પોતાના વિશ્વાસમાં લઈ આવવારૂં જગ્યા એ લઈ જતી હતી. જે બાદ નકલી પોલીસ બની લૂંટ તથા ધાડના ગુનાઓને અંજામ આપતી હતી. જોકે હવે આ ગેંગના સાત આરોપીઓની અમદાવાદ ગ્રામ્ય કેરાળા જીઆઇડીસી પોલીસે ધરપકડ કરી છે.

કેરાળા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લૂંટના ગુનામાં પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીને પકડવા માટે તપાસ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને મળેલ માહિતીના આધારે લૂંટ તથા ધાડના ગુનાને અંજામ આપતી ગેંગના સાત આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. પોલીસે ભાવેશ પરમાર, ઘનશ્યામ સરવૈયા, ચતુર ભરવાડ, વસીમ ચૌહાણ, મહેશ વાઘેલા, ચંદુ ઉર્ફે કેસી પટેલ અને ચૌહાણ નામના આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે બે કાર, 12 મોબાઈલ, એક નકલી પિસ્તોલ, નકલી રિવોલ્વર અને રોકડ રકમ સહિત કુલ પાંચ લાખ 73 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ પણ વાંચો: વિરાટ કોહલીને લઇ પાક. પેસરના નિવેદન બાદ હંગામો,‘બેટા તું અંડર-19 રમતો હતો અને તારો બાપ...’

આરોપીઓ સોનાના બિસ્કીટ ઓછા ભાવે આપવાનું અથવા તો એકના ત્રણ ગણા રૂપિયા કરી આપવાનું કહીને ભોગ બનનારને વિશ્વાસમાં લઈ અવાવરૂ જગ્યાએ બોલાવતા હતા. અને બાદમાં નકલી પોલીસ બનીને રેડ કરી લૂંટ કરીને ફરાર થઈ જતા હતા. પકડાયેલ આરોપીઓમાં વસીમ, મહેશ અને શરીફસિંહ અગાઉ પણ ધર્મપુર, વલસાડ ખાતે રૂપિયા 39 લાખ લઈ સોનુ નહીં આપીને નકલી પોલીસ બની લૂંટ કરેલ હતી. જે અંગે ધરમપુર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલ છે.

હાલમાં પોલીસ એ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે તપાસ દરમિયાન અન્ય વધુ કેટલાક ગુનાના ભેદ ઉકેલાઇ શકે છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad police, Gold Loot, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો