Home /News /ahmedabad /

સાબરમતી રિવરફ્રન્ટ એ સફળ વિઝન અને યોજનાની નિશાની છે: કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર

સાબરમતી રિવરફ્રન્ટ એ સફળ વિઝન અને યોજનાની નિશાની છે: કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર

રાજીવ ચંદ્રશેખર

Ahmedabad News : તેઓએ વિધાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, ગુજરાત સહિતના રાજ્યમાં યુવાનોને આઇટી ક્ષેત્રે તક મુદ્દે જાણકારી હોવી જરૂરી છે. ગુજરાત માટે આઇટી ક્ષેત્રે ઊંચી સંભાવનાઓ છે.

અમદાવાદ: દેશમાં હાલમાં 80 કરોડ લોકો ઈન્ટરનેટ  વાપરે છે પરંતુ આવનારા 3 વર્ષ બાદ આ આંકડો 120 કરોડ પર પહોંચશે. સાયબર ફ્રોડના કેસ વધી રહ્યા છે. દેશમાં જે ચિંતાનો વિષય છે. આ માટે સાયબર સિક્યુરિટી મુદ્દે નવા કડક કાયદા લાવ્યા છીએ. 5 લાખ ગામડામાં આવતા 5 વર્ષમાં ઘર સુધી સાયબર કનેક્શન જશે.  કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આ નિવેદન આપ્યું છે. અમદાવાદમાં નિરમા યુનિવર્સિટીમાં ઉપસ્થિત રહેલા મંત્રી રાજીવ ચંદ્રશેખરે આ વાત કરી હતી.

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર અમદાવાદની મુલાકાતે આવ્યા છે. એસ.જી. હાઈવે પર આવેલી નિરમા યુનિવર્સિટીની મુલાકાત લઈ તેઓએ ઇંક્યુબેશન સેન્ટર ખુલ્લું મૂક્યું હતું. સાથે જ તેઓએ નિરમા યુનિવર્સિટીનાં સ્ટાર્ટઅપ્સ સાથે ચર્ચા કરી હતી. તેઓએ વિધાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, ગુજરાત સહિતના રાજ્યમાં યુવાનોને આઇટી ક્ષેત્રે તક મુદ્દે જાણકારી હોવી જરૂરી છે. ગુજરાત માટે આઇટી ક્ષેત્રે ઊંચી સંભાવનાઓ છે. આપણે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. આઝાદી બાદના 75 વર્ષમાંથી 65 વર્ષ સુધી આપણે ઘણું બધું ગુમાવ્યું.

રાજીવ ગાંધી કહેતા હતા કે, 100 પૈસામાંથી 15 પૈસા જ લોકો સુધી પહોંચે છે. 85 પૈસા લોકો સુધી પહોંચતા જ ન હતા. આ તે સમયના પીએમએ આવું કહ્યું હતું. અમારા સમયમાં અમારી પાસે 3 ઓપ્શન હતા, સરકારી નોકરી મેળવી લઈએ, ટાટા, બિરલા જેવી કંપનીમાં નોકરી મળી જાય અથવા વિદેશ જઈને ભણીએ. 65 વર્ષ આપણે બેકફૂટ પર રહ્યા. આજે ભારત ફ્રન્ટફૂટ પર કામ કરે છે. ટેકસ કલેક્શન, સર્વિસ એક્સપોર્ટ, ગુડ્સ એક્સ્પોર્ટમાં રેકોર્ડ કર્યો છે.

આ પણ વાંચો:  અમદાવાદનો ચેતવણી રૂપ કિસ્સો, અકસ્માતનું તરકટ રચી ગઠીયાઓ કરામત કરી ગયા

FDI મામલે આપણે અમેરિકા અને ચાઇના કરતા આગળ નીકળ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટે સફળ વિઝન અને યોજનાની નિશાની છે. ટેકનોલોજીમાં પણ આપણને ગ્લોબલ લીડર તરીકે ઓળખ મળી છે. 80 કરોડ કરતાં વધુ લોકો ઇન્ટરનેટ સાથે જોડાયા છે, બાકીના 40 કરોડને જોડવામાં આવી રહ્યા છે. 2014માં જ્યારે મોદીજી પીએમ બન્યા ત્યારે ઇલેક્ટ્રોનિક્સ માટે ભારત ઇમ્પોર્ટ પર નિર્ભર હતું. આજે મેડ ઈન ઈન્ડિયા એપલ ફોન આપણે એક્સ્પોર્ટ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: ગુજરાતમાં ધોધમાર વરસાદ વચ્ચે અકસ્માતોની ઘટનામાં 7 લોકોના મોત

2020થી 22 દરમિયાન તમામ દેશોને કોરોના મહામારી સામે લડવું પડ્યું. યુએસ અને ચાઈનામાં શું થયું, યુએસમાં વેક્સિન માટે લડવું પડ્યું, ચાઈનામાં આજે કોરીનાની લહેર જોવા મળી છે. છેલ્લા બે વર્ષમાં આપણે વિશ્વને બતાવ્યું કે ભારત શું કરી શકે છે. આપણે કોરોનાથી લોકોને બચાવ્યા, સૌને વેક્સિન આપી, અન્ય દેશોને પણ મદદ કરી અને ઇકોનોમીમાં પણ આપણે અગાઉની સ્થિતિએ પરત ફર્યા. આજે એવી સ્થિતિએ આપણે પહોંચ્યા છીએ જ્યાં અનેક દેશો પહોંચવા માગે છે. સ્ટાર્ટ અપ માટે વિશ્વમાં જે તક છે એ ખૂબ વધી છે.છેલ્લા 7 વર્ષમાં અનેક તકો યુવાનોને મળી રહી છે. સ્પેસ, ઇલેક્ટ્રોનિક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમી કન્ડક્ટર જેવા ડોમેનમાં તકો પેદા કરવાનો પ્રયાસ છે. દેશની નાણાકીય સ્થિતિ કેટલાક ગ્રુપના હાથમાં છે, એવો સવાલ મેં પાર્લામેન્ટમાં પણ ઉઠાવ્યો હતો, એ સ્થિતિ બદલાઈ છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन