આ અનોખા ભોજનના અનુભવની પ્રેરણા નવાબોની ભૂમિ નિઝામ પાસેથી પ્રાપ્ત થઈ છે.
વૈવિધ્ય સભર આ કેબાબ ટ્રેઈલ મેનુમાં વિવિધ પ્રકારના મેઈનકોર્સ અને ડેઝર્ટ શાકાહારી અને બિનશાકાહારી ભોજનના ચાહકો માટે રજૂ કરાયા છે, જેમાં નવાબી કાકોરી, ભઠ્ઠીકા મૂર્ગ અને માહી રુબાયત જેવી કેટલીક વાનગીઓનો સમાવેશ થાય છે.
ગાંધીનગર (Gandhinagar) ખાતે ભારતીય સ્પેશ્યાલિટી રેસ્ટોરન્ટ દીયામાં ‘કેબાબ ટ્રેઈલ’ (the kebab trail) ના નામે એક મેલ્ટીંગ પોટ કલ્ચરની સાથે-સાથે દેશભરના કબાબની રજૂઆત કરવામાં આવી છે. પ્રતિભાશાળી માસ્ટર ઓફ સ્પાઈસીસ- શેફ જાવેદ અને એક્ઝિક્યુટીવ શેફ આશિષ રાઉતે દ્વારા ગાંધીનગર અને અમદાવાદના (Ahmedabad) જોડીયા શહેરોને વાનગીનું સુંદર વૈવિધ્ય પૂરૂં પાડવામાં આવ્યું છે અને મોંમા પાણી આવે તેવા શાકાહારી અને બિન શાકાહારીનો સ્વાદ માણવાની અનોખી તક ઉપલબ્ધ કરાઈ છે.
ધ લીલા ગાંધીનગર (the leela gandhinagar) અને મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબીશન સેન્ટરના વાઈસ પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર જયદીપ આનંદ જણાવે છે કે “વાનગીઓનો સ્વાદ માણવાનો ઉલ્લેખ થાય છે ત્યારે આ બે જોડીયા શહેરોના ભોજનપ્રિય લોકો નવો અનુભવ કરવા માટે આતુર રહે છે તેવું અમને સમજાયું છે. દીયા ખાતે અમે અવનવી ફ્લેવર્સ રજૂ કરીને શેફ જાવેદ અને શેફ આશિષે તૈયાર કરેલા કેબાબના સ્વાદનો અનુભવ પૂરો પાડીશું. ધ કેબાબ ટ્રેઈલ મેનુ ફ્લેવર્ડ કેબાબ પસંદ કરાયેલી અધિકૃત સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવ્યા છે.”
વૈવિધ્ય સભર આ કેબાબ ટ્રેઈલ મેનુમાં વિવિધ પ્રકારના મેઈનકોર્સ અને ડેઝર્ટ શાકાહારી અને બિનશાકાહારી ભોજનના ચાહકો માટે રજૂ કરાયા છે, જેમાં નવાબી કાકોરી, ભઠ્ઠીકા મૂર્ગ અને માહી રુબાયત જેવી કેટલીક વાનગીઓનો સમાવેશ થાય છે. આ અનોખા ભોજનના અનુભવની પ્રેરણા નવાબોની ભૂમિ નિઝામ પાસેથી પ્રાપ્ત થઈ છે અને તા.17 જૂનથી 26 જૂન સુધી તેનો આસ્વાદ માણી શકાશે.
ધ લીલા ગાંધીનગર ખાતેની એવોર્ડ-વિજેતા પ્રિમિયમ ડાઈનીંગ ઈન્ડિયન સ્પેશ્યાલિટી રેસ્ટોરન્ટ છે. તે વાનગીઓના અદ્દભૂત આસ્વાદની સાથે સાથે કેબાબ માટેનું પર્ફેક્ટ સેટીંગ પૂરૂં પાડશે. દીયામાં કરવામાં આવેલા કબાબની રજૂઆત સાથે સાથે ચમકતી મેટલીક છત વર્તમાન યુગના શેન્ડીલીયર્સને પૂરક બની રહેશે. તેનું ઈન્ટિરીયર અદ્દભૂત ગોલ્ડ પેઈસલી બ્રોકેડ વોલ્સ તથા સુંદર વેનેશિયન મિરર્સના આર્ટ વર્કના સમન્વય સાથે રજૂ કરાયું છે, જેમાં ગુજરાતના ભવ્ય સ્થાપત્યની ઝલક દર્શાવવામાં આવી છે.
કેબાબ ટ્રેઈલની વિગતોઃ
શાકાહારી મેનુની કિંમતઃ રૂ.2000 કરવેરા
બિનશાકાહારી મેનુની કિંમતઃ રૂ.2500 કરવેરા
સમય સાંજના 7.30 થી 10.30 તા.17 જૂનથી 26 જૂન દરમ્યાન માત્ર શુક્રવારથી રવિવાર સુધી માન્ય
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર