હવે દીકરીઓને દાંડીયાની સાથે સાથે કરાટે ક્લાસ પણ કરવા પડશે: હાર્દિક પટેલ

News18 Gujarati
Updated: April 16, 2018, 8:46 AM IST
હવે દીકરીઓને દાંડીયાની સાથે સાથે કરાટે ક્લાસ પણ કરવા પડશે: હાર્દિક પટેલ
News18 Gujarati
Updated: April 16, 2018, 8:46 AM IST
સુરત, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરપ્રદેશમાં નિર્દોષ બાળા પર તયેલા બળાત્કારના વિરોધમાં હાર્દિક પટેલની આગેવાનીમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મહિલાઓ સહિત 251 જેટલા યુવાનોએ હાર્દિક પટેલ સાથે કેન્ડલ માર્ચમાં જોડાયા અને બળાત્કારની ઘટનાઓ પ્રત્યે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી લોકોને જાગૃત થવાની અપીલ કરવામાં આવી.

મળતી માહિતી મુજબ, દેશમાં નાની બાળાઓ પર થઈ રહેલા બળાત્કારના વિરોધમાં લોકોને જાગૂત કરવાના ઉદ્દેશ્યથી હાર્દિક પટેલની આગેવાનીમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી ખોડીયાર માતાના મંદિરેથી બેચી બચાવો ગાર્ડન સુધી રવિવાર રાત્રે 9.30 કલાકે કેન્ડલ માર્ચ રેલી કાઢવામાં આવી જેમાં હાર્દિક પટેલ સાથે 250 જેટલા યુવક-યુવતીઓ જોડાયા હતા.આ રેલી દરમ્યાન હાર્દિક પટેલે બાળાઓ તથા મહિલાઓ પર થતાં બલાત્કાર મામલે સરકાર પ્રહાર કરતા કહ્યું કે, 11 વર્ષની દીકરી સાથે સાત દિવસ સુધી બળાત્કાર કરવામાં આવ્યો તે ખુબ દુખની વાત છે, હું એટલું કહીશ કે દોષીતોને ફાંસીએ ચઢાવવામાં આવે. તેણે ભાજપ સરકાર પ્ર પ્રહાર કરતા કહ્યું કે, આ બધા વચ્ચે એ વાતનું દુખ થાય છે કે ભાજપે આરોપી ધારાસભ્યને હજુ સુધી સસ્પેન્ડ નથી કર્યો.હાર્દિકે પીએ મોદી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, 56 ઈંચની છાતી વાળા પીએમ નરેન્દ્ર મોદી હજુ આ મુદ્દે કઈ બોલી નથી રહ્યા. હવે દિકરીઓને આ દેશમાં ડાંડીયાના ક્લાસની જગ્યાએ કરાટેના ક્લાસ પણ કરાવવા પડશે, કારણ કે આ લોકો એટલા નપુંસક બનીને સરકારમાં બેઠા છે. રાજ્યમાં રોજે રોજ ચાર-પાંચ બળાત્કારના કિસ્સા સામે આવતા હોય છે, જેમાંથી કેટલીક ઘટનાઓની ફરિયાદ પણ નથી થઈ. તો સરકારને એટલું કહીશ કે, આવા નરાધમો સામે જરૂરી કડક પગલા ભરે.

હાર્દિકે અંતમાં કહ્યું કે, આજે અમે અહીં સરકારનો વિરોધ કરવા નથી આવ્યા, પરંતુ દેશના લાખો કરોડો મા-બાપને જગાડવા માટે ભેગા તયા છીએ. કેમ કે સરકાર તમારૂ માનતી નથી, તો પહેલા તમારે જાગૃત થવું પડશે.
First published: April 15, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर