જાયરાના સમર્થનમાં ઉતરેલા કશ્મીરી આઇએએસનો પોસ્ટ થયો વાયરલ

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 18, 2017, 11:25 AM IST
જાયરાના સમર્થનમાં ઉતરેલા કશ્મીરી આઇએએસનો પોસ્ટ થયો વાયરલ
નવી દિલ્હીઃ આમિર ખાનની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ દંગલમાં ગીતા ફોગાટનું બચપણનો રોલ કરનારી જાયરા વસીમ જમ્મુ-કશ્મીરના મુખ્યમંત્રી મહબૂબ મુફતીને મળવા ગયા બાદ ચર્ચામાં છે. જાયરા પર વિવાદ બાદ કશ્મીરના આઇએએસ ઓફિસર શાહ ફૈજલે પોતાના એફબી પર એક પોસ્ટ કર્યો જે વાઇરલ થઇ ચુક્યુ છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 18, 2017, 11:25 AM IST
નવી દિલ્હીઃ આમિર ખાનની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ દંગલમાં ગીતા ફોગાટનું બચપણનો રોલ કરનારી જાયરા વસીમ જમ્મુ-કશ્મીરના મુખ્યમંત્રી મહબૂબ મુફતીને મળવા ગયા બાદ ચર્ચામાં છે. જાયરા પર વિવાદ બાદ કશ્મીરના આઇએએસ ઓફિસર શાહ ફૈજલે પોતાના એફબી પર એક પોસ્ટ કર્યો જે વાઇરલ થઇ ચુક્યુ છે.
શાહ ફૈજલને જાયરા વસીમના વિવાદને લઇ ફેસબુક પર જે પોસ્ટ કર્યુ છે તેમાં લખ્યુ છે કે કશ્મીરમાં જો તમારી મરઘી ઇડુ આપે તો લોકો કહે છે વૂના કાનસી વનાખ. કોઇને બતાવતા નહી. અમારા પુર્વજો સમજદાર છે. હવે સમય આવી ગયો છે કે આપણે એ જ જમાનામા પાછા જઇએ જ્યા કોઇને પોતાના પડોશી વિશે પણ જાણકારી ન હોતી. જો તમારુ બાળક કઇ સારુ કરી રહ્યુ છે તો તેને પોતા સુધી જ રાખો. મારી સલાહ છે કે કોઇએ પણ એ ન બતાવો. કેમ કે કેને તેની અચીવમેન્ટ પર માફી માગવી પડી શકે છે. શાહની આ આખી પોસ્ટ પછી કેટલાક લોકોએ તેમને નિશાન પર લીધા છે. તો બીજી તરફ તેમનું સમર્થન કરતા કેટલાકે પોતાની વાત પર અડગ રહી અને માફી ન માગવા જણાવ્યું છે.
નોધનીય છે કે, જાયરા જમ્મુ-કશ્મીર મુખ્યમંત્રી મહેબૂબ મુફ્તીને મળી અને આ મુલાકાત પછી અલગાવવાદીઓના નિશાન પર આવી ગયા છે. જેથી જાયરાએ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગથી પરેશાન થઇ માફી માગી હતી પરંતુ વિવાદ વધતો જોઇ તેણે આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતા. નોધનીય છે કે જાયરાને નિશાન પર લેવાતા ઘણા લોકો તેના સમર્થનમાં આવ્યા છે. જેમાં ગીતા ફોગાટ, આમિર ખાન, અનુપમ ખેર અને જાવેદ અખ્તર જેવા લોકો સામેલ છે.
First published: January 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर