કોંગ્રેસના વધુ એક ધારાસભ્યને ધમકી,પૂજારીએ ફોન કરી કહ્યુ બેઠક ખાલી કરી દો

A
Updated: January 1, 1970, 5:30 AM IST
કોંગ્રેસના વધુ એક ધારાસભ્યને ધમકી,પૂજારીએ ફોન કરી કહ્યુ બેઠક ખાલી કરી દો
અમદાવાદઃકોંગ્રેસના વધુ એક ધારાસભ્યને વિદેશમાં બેઠેલા ડોન રવિ પૂજારીએ ફોન કરી ધમકી આપી છે.કાંકરેજના ધારાસભ્ય ધારસિંહ ખાનપુરાને બેઠક ખાલી કરી દેવા ધમકી ભર્યો ફોન આવ્યો છે. રવિ પૂજારીની ગેંગ વારાફરતી ધમકી આપી રહી છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃકોંગ્રેસના વધુ એક ધારાસભ્યને વિદેશમાં બેઠેલા ડોન રવિ પૂજારીએ ફોન કરી ધમકી આપી છે.કાંકરેજના ધારાસભ્ય ધારસિંહ ખાનપુરાને બેઠક ખાલી કરી દેવા ધમકી ભર્યો ફોન આવ્યો છે. રવિ પૂજારીની ગેંગ વારાફરતી ધમકી આપી રહી છે. ન્યુઝ18 ઇ-ટીવી સાથે વાતચીતમાં ધારસિંહે કહ્યુ હતું કે ફોન તો 4 દિવસ પહેલાં આવ્યો હતો પરંતુ ગઈકાલે ફરીથી આ જ નંબર પરથી કોલ આવ્યા છે. ઈ-ટીવીએ સૌપ્રથમ રજૂ કર્યો ધમકી આપનાર ગેંગસ્ટરનો નંબર રજૂ કર્યો છે. ધારસિંહે સુરક્ષાની માંગ કરી છે.હજુ સુધી પોલીસ ફરિયાદ કરી નથી. છેલ્લા ધણા દિવસોથી રાજકાણિયો પર અંડરવલ્ડના ધમકી ભર્યા ફોન કોલ્સ વધી રહ્યા છે. ત્યારે સરકાર ધ્વારા પણ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે વધુ એક કોગ્રેસના બનાસકાંઠાના કાંકરેજના ધારાસભ્ય ધારસિંહ ખાનપુરાને ધમકી ભર્યા ફોન આવતા ખળભળાટ મચી ગયો છે. જેમાં કહેવામાં આવ્યુ હતુ. કે બનાસકાંઠાના કાંકરેજની સીટ ખાલી કરવી અને જો સીટ ખાલી નહી કરવામાં આવેતો જાન થી મારી નાખવામાં આવશે. જેથી કોગ્રેસના આ ધારાસભ્યે પોતાના પક્ષના લીડર શંકરસિંહ વાધેલાને જાણ કરી છે.
First published: March 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर