કમલેશ તિવારી હત્યાકાંડ: ફરાર આરોપી અશફાક અને મોઇનુદ્દીનની શામળાજી પાસેથી ધરપકડ

News18 Gujarati
Updated: October 22, 2019, 10:49 PM IST
કમલેશ તિવારી હત્યાકાંડ: ફરાર આરોપી અશફાક અને મોઇનુદ્દીનની શામળાજી પાસેથી ધરપકડ
કમલેશ તિવારી હત્યાકાંડ: ફરાર આરોપી અશફાક અને મોઇનુદ્દીનની શામળાજી પાસેથી ધરપકડ

ગુજરાત એટીએસે શાર્પશૂટર મોઇનુદ્દીન અને અશફાકની ધરપકડ કરી

  • Share this:
નવીન ઝા, અમદાવાદ : ઉતરપ્રદેશના ચકચારી (Uttar Pradesh) હિન્દુ સમાજ પાર્ટી (Hindu Samaj Party)ના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારી હત્યા કેસમાં (Kamlesh Tiwari Murder case) વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસે શાર્પશૂટર મોઇનુદ્દીન અને અશફાકની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી શામળાજી પાસેથી આરોપીઓની ધરપકડ કરી હતી.

ગુજરાત એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ કહ્યું હતું કે બંનેએ કમલેશ ઉપર હુમલો કર્યો હતો. તેમની ધરપકડ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસેથી થઈ છે. એટીએસના મતે આ બંને પાકિસ્તાન ભાગવાના પ્રયત્નમાં હતા.

એટીએસના મતે બંને આરોપીઓ વિશે સતત ખબર મળી રહી હતી. પણ બંને આરોપી સતત પોતાનું લોકેશન બદલી રહ્યા હતા. ઘણી વખત પોલીસના પહોંચ્યા પહેલા જ આરોપી હોટલ કે ધરમશાળા છોડી દેતા હતા.

હિમાંશુ શુક્લાના મતે તપાસ દરમિયાન જાણ થઈ છે કે નાગપુરથી પકડાયેલ સૈયદ અસીમ અલી દોઢ વર્ષથી રશીદ, મોહસીન અને ફૈઝાનના સંપર્કમાં હતો. ખાસ વાત એ છે કે આ દોઢ વર્ષ દરમિયાન આરોપીઓ એકબીજા સાથે વાત કરવા માટે ક્યારેય પોતાનો ફોનનો ઉપયોગ કર્યો ન હતો. આ લોકો હંનેશા બીજાનો ફોન માંગીને અથવા નવું સીમ નાખીને વાત કરતા હતા.

આ કેસ મામલે ઉતરપ્રદેશ પોલીસ (UP Police) તપાસ અર્થે (Investigation) બપોરે જ સુરત આવી પહોંચી છે. જેમણે ફરસાણની દુકાન અને આરોપીઓના ઘરે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આરોપીઓએ સુરતની એક ફરસાણની દુકાનના બોક્સમાં હથિયાર રાખેલા હતા. આ મીઠાઈનો ડબ્બો સુરતનો હોવાના કારણે ઉત્તર પ્રદેશ પોલીસ આજે ઉધના વિસ્તારની ધરતી નમકીન (Dharti Namkin) ખાતે પહોંચી હતી. પોલીસે આરોપીઓના ઘરે પણ તપાસ કરી છે.

આ પણ વાંચો - ખુલાસો : રોહિત સોલંકી બનીને ફેસબુક પર કમલેશ તિવારી સાથે ચેટ કરતો હતો અશફાક
Loading...

આ પહેલા ગુજરાત એટીએસે ખુલાસો કર્યો હતો કે હત્યાનો આરોપી અશફાક રોહિત બનીને કમલેશ તિવારી સાથે ફેસબુક અને સોશિયલ સાઇટ્સ ઉપર ચેટ કરતો હતો. જાણકારોના મતે ગુજરાત એટીએસના આ ખુલાસા પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે કમલેશ તિવારીના હત્યા એક વ્યવસ્થિત પ્લાનિંગ બનાવીને કરી છે. હત્યારાએ કમલેશ તિવારી સાથે પહેલા નિકટતા વધારી હતી અને પછી તેનો ફાયદો ઉઠાવીને હત્યા કરી દીધી હતી. આ માટે હત્યારાએ ફેસબુક અને વ્હોટ્સએપ ઉપર તિવારી સાથે પરિચય વધાર્યો હતો. આ પછી કમલેશ તિવારીને જાળમાં ફસાવી મળવાનો ટાઇમ અને ઘરનું એડ્રેસ મેળવી લીધું હતું.
First published: October 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...