રાજકીય પક્ષોની ટીકા સાથે તેમને કંઈ લેવા દેવા નથી:જસ્ટિસ એમ.બી.શાહ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકીય પક્ષોની ટીકા સાથે તેમને કંઈ લેવા દેવા નથી:જસ્ટિસ એમ.બી.શાહ
અમદાવાદઃજસ્ટિસ એમ. બી. શાહ પંચના રિપોર્ટને રાજ્ય સરકાર રજૂ કરી ચૂકી છે. ત્યારે આ અંગે જસ્ટિસ એમ. બી. શાહએ ન્યુઝ18 ઈટીવી સાથે ખાસ વાતચીત કરી છે.જસ્ટિસ એમ. બી. શાહે કહ્યુ છે કે તેમણે કાયદાની મર્યાદામાં રહીને તપાસ કરી છે.રાજકીય પક્ષો શું ટીકા કરે છે તેની સાથે તેમને કોઈ લેવા દેવા નથી.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃજસ્ટિસ એમ. બી. શાહ પંચના રિપોર્ટને રાજ્ય સરકાર રજૂ કરી ચૂકી છે. ત્યારે આ અંગે જસ્ટિસ એમ. બી. શાહએ ન્યુઝ18 ઈટીવી સાથે ખાસ વાતચીત કરી છે.જસ્ટિસ એમ. બી. શાહે કહ્યુ છે કે તેમણે કાયદાની મર્યાદામાં રહીને તપાસ કરી છે.રાજકીય પક્ષો શું ટીકા કરે છે તેની સાથે તેમને કોઈ લેવા દેવા નથી.
જસ્ટિસ એમ. બી. શાહે ખાસ વાતચીતમાં કહ્યુ હતું કે,કાયદામાં મર્યાદામાં રહી તમામ મુદ્દે તપાસ કરવામાં આવી છે.તત્કાલીન મોદી સરકાર સામેના આક્ષેપો પાયાવિહીન છે.મનફાવે તે રીતે ખોટા આક્ષેપ લગાવાયા હતા.રાજકીય પક્ષોની ટીકા સાથે તેમને કંઈ લેવા દેવા નથી.
કોંગ્રેસ 2017માં સત્તા પર આવશે તો રીપોર્ટની પુન: તપાસ કરાશે
વિધાનસભા ગૃહમાં સત્તા પક્ષ દ્વારા એમ બી શાહ પંચનો રીપોર્ટ મુકાતા પ્રદેશ કોંગ્રેસ નેતા અર્જુનભાઇ મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી હતી. અને ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ હતું કે આ રીપોર્ટ પર અનેક સવાલો ઉભા ઉઠી રહ્યા છે. જો 2017માં કોંગ્રેસ સત્તા પર આવશે તો ફરી આ રીપોર્ટની તપાસ કરવામાં આવશે.
નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે કોંગ્રેસ નેતા અર્જુનભાઇ મોઢવાડિયા પર આક્ષેપ કર્યો હતોકે તપાસ પંચ સમક્ષ એક વખત પણ કોંગ્રેસના નેતાઓ આવ્યા નથી. જેના જવાબમાં કોંગ્રેસ નેતા અર્જુનભાઇ મોઢવાડિયાએ કહ્યુ હતું કે પંચ સમક્ષ કોંગ્રેસ પક્ષે પોતાની માંગ લેખિતમાં રજૂ કરી હતી જેથી પંચ સમક્ષ હાજર થવાનું કોઇ કારણ જ રહેતું નથી. આથી નિતિન પટેલના આક્ષેપ પાયાવિહોણા છે.
First published: April 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर