આઇટીએ નોટિસ ફટકારી, મોચીએ કહ્યુ જીંદગીમાં નથી જોઇ 10 લાખની રકમ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
આઇટીએ નોટિસ ફટકારી, મોચીએ કહ્યુ જીંદગીમાં નથી જોઇ 10 લાખની રકમ
જુનાગઢમાં બુટ ચપ્પલને ટાકા મારતા મોચીને આવકવેરા વિભાગે નોટીસ ઇસ્યુ કરતા મોચીને માથે આભ તૂટી પડ્યું છે. જુનાગઢ આવકવેરા વિભાગે તેને ૧૦ લાખના વહેવારો અંગે નોટીસ મોકલતા ચકચાર મચી ગઈ છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
જુનાગઢમાં બુટ ચપ્પલને ટાકા મારતા મોચીને આવકવેરા વિભાગે નોટીસ ઇસ્યુ કરતા મોચીને માથે આભ તૂટી પડ્યું છે. જુનાગઢ આવકવેરા વિભાગે તેને ૧૦ લાખના વહેવારો અંગે નોટીસ મોકલતા ચકચાર મચી ગઈ છે. mochi totish જુનાગઢના એમ.જી. રોડ પર છેલા કેટલાય વર્ષોથી મનસુખ રામજી મકવાણા બુટ ચપ્પલ સીવીને પોતાના ઘર નું ગુજરાન ચલાવે છે અને ટીંબાવાડી વિસ્તાર માં સામાન્ય ઘર માં રહે છે જુનાગઢ આયકર વિભાગે તેને ૧૦ લાખ ના બેંક ના વ્યવહારો અંગે ની નોટીસ ફટકારતા તેની માથે આભ તૂટી પડ્યું છે.
સામાન્ય બુટ ચપ્પલ ને સીવી દરરોજના માંડ ૨૦૦ રૂપિયા જેટલી આવક ધરાવતા મનસુખભાઈનું કેહવું છે મને આપઘાત કરવાનો વિચાર આવે છે કે મને નોટીસ કેમ, આટલા રૂપિયા મેં એક સાથે ક્યારેય જોયા નથી માર ખાતામાં હાલ ૧૭૦૦ રૂપિયા જેટલી બેલેન્સ છે. જુનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં રહેતા મનસુખભાઈને આયકર વિભાગની નોટીસ મળતા તેનો પરિવાર પણ વિચારમાં મુકાઈ ગયો હતો. ત્યારે તેણે ગઈ કાલે આત્મહત્યા નો પ્રયાસ કરેલ પણ તેની જ્ઞાતિ ના પ્રમુખ ઘરે પહોચી તેને સમજાવ્યો હતો. મોચી જ્ઞાતિ ના પ્રમુખે રોષભેર જણાવ્યું હતું કે તેની પાસે પાનકાર્ડ નથી તો વ્યવ્હાર કઈ રીતે કરી શકે અને જો તે આત્મહત્યા કરે તો કોણ જવાબદાર. બુટ ચપ્પલ સીવી ને પેટીયુ રળતા મનસુખભાઈ ને ૧૦ લાખ ની આયકર વિભાગ ની નોટીસ મળતા તે હાલ ચિંતામાં મૂકી ગયો છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જે બેંક માં મનસુખભાઈ ખાતું છે તે બેંક નું કૌભાંડ કે આયકર વિભાગ ની નોટીસ નો છબરડો. મનસુખ મકવાણા નામના મોચીને 10 લાખની નોટિસનો મામલો જૂનાગઢમાં મોચીને 10 લાખની નોટિસનો મામલો મનસુખ મકવાણા નામના મોચીને ITએ આપી હતી નોટિસ જૂનાગઢ IT વિભાગે આપી હતી નોટિસ ઇટીવીના અહેવાલ બાદ IT વિભાગ સફાળું જાગ્યું ભળતા નામથી નોટિસ આપી હોવાનું કબલ્યું મનસુખ મકવાણા પાસેથી નોટિસ પરત લીધી બીજા મનસુખ મકાવાણાની નોટિસ ઇસ્યુ થઇ હોવાનો આપ્યો લેખિત ખુલાસો
First published: April 3, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर