જુહાપુરામાં લગ્નમાં નોનવેઝ ખાધા પછી 250 મહેમાનોને ફૂડ પોઇઝનીંગ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
જુહાપુરામાં લગ્નમાં નોનવેઝ ખાધા પછી 250 મહેમાનોને ફૂડ પોઇઝનીંગ
અમદાવાદઃ શહેરના જુહાપુરા વિસ્તારમાં લગ્નના જમણવારમાં ગઇકાલે રાત્રે નોનવેઝ ખાતા પછી 250 મહેમાનોને ફૂડ પોઇઝનીંગની અસર થતા તેમને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર બાદ મોટાભાગના લોકોની રજા આપી દેવાઇ છે. હજુ 30 જેટલા મહેમાનો સારવાર માટે હોસ્પિટલમાં છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃ શહેરના જુહાપુરા વિસ્તારમાં લગ્નના જમણવારમાં ગઇકાલે રાત્રે નોનવેઝ ખાતા પછી 250 મહેમાનોને ફૂડ પોઇઝનીંગની અસર થતા તેમને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર બાદ મોટાભાગના લોકોની રજા આપી દેવાઇ છે. હજુ 30 જેટલા મહેમાનો સારવાર માટે હોસ્પિટલમાં છે. juhapur1 વીએસ હોસ્પિટલમાં દાખલ ફૂડ પોઇઝનીંગના દર્દીઓને આજે સવારે મેયર ગૌતમ શાહે મુલાકાત લીધી હતી. અને દર્દીઓને તાત્કાલીક સારવાર આપવા માટે 45 ડોક્ટરોની ટીમ તૈનાત કરી દેવાઇ હતી.હજુ પણ વી.એસ.હોસ્પિટલમાં અંદાજીત 30 લોકો સારવાર હેઠળ છે.સારવારમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.વધુ સારવાર અર્થે રેસિડેન્ટ ડોક્ટરોને બોલાવાયા છે.અન્ય સામાન્ય દર્દીઓને સારવાર બાદ રજા અપાઇ છે.
અમદાવાદ ના જુહાપુરા વિસ્તારમાં લગ્ન પ્રસંગે ચીકન બિરિયાની, દૂધ નો હળવો અને છાસ પીધા બાદ અચાનક એક પછી એક મહેમાનો ને ઝાડા ઉલટી ની ફરિયાદ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો. સૌ પહેલા મહેમાનો ને સારવાર માટે જુહાપુરા વિસ્તારની ખાનગી હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યા. પરંતુ ઝાડા ઉલ્ટીની ફરિયાદ વધતા ૧૦૦ થી વધુ મહેમાનો ને વાડીલાલ સારાભાઇ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. વાડીલાલ સારાભાઇ હોસ્પિટલ પણ ઉભરાઈ જાતા વધુ દર્દીઓને સરસપુર સારદાબહેન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. જ્યારે વાડીલાલ હોસ્પીટલમાં રેસીડેન્ટ ડોકટરો, નર્સ અને અન્ય કર્મચારીઓનો કાફલો ખડો કરી ૧૦૭ જેટલા દર્દીઓની તાત્કાલિક સારવાર કરવામાં આવી હાલ તમામ દર્દીઓ ની તબિયત સ્થિર બનેલ છે.
 
First published: February 19, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर