Home /News /ahmedabad /Ahmedabad Crime News: આલમખાને વેપારીને ધમકાવીને કહ્યું, 'હું જુહાપુરાનો ડોન છું, જેલમાં જતા બીક નથી લાગતી'

Ahmedabad Crime News: આલમખાને વેપારીને ધમકાવીને કહ્યું, 'હું જુહાપુરાનો ડોન છું, જેલમાં જતા બીક નથી લાગતી'

વેજલપુર પોલીસ સ્ટેશન

Ahmedabad News: આરોપી આલમખાને જુહાપુરામાં વેપારીઓ સાથે માથાકૂટ કરી ધમકીઓ આપતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદ: શહેરનો જુહાપુરા વિસ્તારને નામચીન લુખ્ખાઓનો અડ્ડો પણ માનવામાં આવે છે. છેલ્લા અનેક સમયથી આ નામચીન લુખ્ખાઓનો આતંક પોલીસના લીધે ઘટી ગયો હતો. પણ અમુક લુખ્ખા તત્વો હજુ પણ લોકોને કનડગત કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જેના કારણે વેજલપુર પોલીસે સક્રિયતા દાખવી આ ગુનેગારોને ડામવાના પ્રયાસ હાથ ધર્યા છે. વેપારીઓને ધમકાવી સામાન્ય બાબતોમાં બોલાચાલી કરી ધમકીઓ આપનાર આલમખાન સામે વધુ એક ગુનો વેજલપુર પોલીસે નોંધ્યો છે.

આરોપી પોતે જુહાપુરાનો ડોન હોવાનું ગણાવી વેપારીઓને ભય બતાવી રહ્યો છે. પણ પકડાયા બાદ તેને વેજલપુર પોલીસનો ભય જોવો પડશે તેવું કહેવું ખોટું નથી. કેમકે, અગાઉ અનેક ગુનેગારોને પોલીસે પોતાનો કાયદાનો ડર બતાવી તેઓની અસામાજિક પ્રવૃત્તિ પર ધોસ બોલાવી હતી.

આ પણ વાંચો: ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં ભૂકંપના આંચકા

જુહાપુરામાં આવેલી રાજદાના સોસાયટીમાં રહેતા અબ્દુલમન્નાન ગજધર જુહાપુરામાં જ માર્બલનું કારખાનું ધરાવી વેપાર કરે છે. સોમવારે તેઓ તેમનો પુત્ર અંશ લોડિંગ રિક્ષાનો ડ્રાઈવર કારખાને હાજર હતા. એ સમયે આલમખાન પઠાણ ત્યાં પોતાની કાર લઈને આવ્યો હતો. આલમખાન જોર જોરથી હોર્ન મારી અબ્દુલમન્નાનને બોલાવી રહ્યો હતો. ત્યાં જતા આલમખાન એ કીધું કે, તમારા કારખાના બહાર સીસીટીવી કેમ લગાવ્યા છે? જેથી અબ્દુલમન્નાનએ જણાવ્યું કે, અમારી સુરક્ષા માટે આ સીસીટીવી કેમેરા લગાવ્યા છે.

આ જ વાતમાં આલમખાન પઠાણ ઉશ્કેરાઈ ગયો અને સીસીટીવી કેમેરા કાઢી નાંખો નહિ તો પરિણામ સારું નહિ આવે તેમ કહી વેપારીને ધમકાવવા લાગ્યો હતો. આલમખાન પઠાણ કહ્યું કે, 'હું જુહાપુરાનો ડોન છું અનેક વાર પાસા કાપી છે જેલમાં જતા બીક નથી લાગતી તેમ કહી આ અબ્દુલમન્નાન ગભરાઈ ગયા હતા.' તેઓએ પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં આવી પહોંચી અને બાદમાં પોલીસે આ અંગે આલમ ખાન પઠાણ સામે ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ક્રાઇમ સમાચાર, ગુજરાત

विज्ञापन
विज्ञापन