અમદાવાદ: જુહાપુરામાં આઠ વર્ષની બાળકી સાથે છેડછાડ (harassment) કરનાર આરોપીને પોલીસે પોક્સો એક્ટ (pocso act)ના ગુનામાં ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, બાળકી દુકાને વસ્તુ લેવા માટે ગઈ તે સમયે આરોપીએ તેના શરીરે હાથ ફેરવીને અડપલાં કર્યા હતા. બનાવને પગલે પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. આરોપી શહેરની હોટલમાં મજૂરી કામ કરતો હોવાનું ખુલ્યું છે. વેજલપુર પોલીસે (vejalpur police) પોક્સો એકેટના ગુનામાં 24 વર્ષીય યુવકની ધરપકડ (arrest) કરી છે.
મૂળ બિહારનો વતની એવો આરોપી શહેરની વિવિધ હોટલમાં મજૂરી કામ કરે છે. મંગળવારે સાંજે પોતાના ઘરેથી દૂકાને વસ્તુ લેવા માટે આવેલી 8 વર્ષની બાળકી સાથે આરોપીએ અડપલાં કર્યા હતા. બનાવ અંગે બાળકીએ ઘરે જઈને માતા-પિતાને જાણ કરી હતી. માતા-પિતાએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતા વેજલપુર પોલીસે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી. પોલીસે મંગળવારે મોડી રાત્રે પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ દરમિયાન આરોપીને ઝડપી લીધો હતો.
ઘટનાને પગલે શરૂઆતમાં ડરી ગયેલી બાળકી ઘરે જઈને કંઈ બોલતી ન હતી. જો કે, પુત્રીને માતા-પિતાએ સમજાવીને પૂછપરછ કરતા સમગ્ર બાબત બહાર આવી હતી. ઘટનાને પગલે આરોપી પર લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો.
મહત્વની વાત તો એ છે કે, મહિલાઓ અને બાળકીઓની સાથે-સાથે યુવતીઓની સલામતી માટે અનેક પગલાં લેવામા આવે છે પરંતુ વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે. થોડા દિવસ પેહલા પણ આનંદનગરમાં એક કિશોરી જે ટયુશન જઈ રહી હતી તે સમયે એક આરોપી છેડતી કરીને ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર