Home /News /ahmedabad /‘બુરા ન માનો હોલી હૈ’નો સમય ગયો! મજાક મસ્તીમાં ઉશ્કેરાઈ ગયેલા મિત્રએ મિત્રની હત્યા કરી 

‘બુરા ન માનો હોલી હૈ’નો સમય ગયો! મજાક મસ્તીમાં ઉશ્કેરાઈ ગયેલા મિત્રએ મિત્રની હત્યા કરી 

મિત્રને મજાક કરવી ભારે પડી

Ahmedabad Crime News:અમદાવાદ શહેરના વટવા જી.આઇ.ડી.સીમાં ધૂળેટીના પર્વમાં મજાક મસ્તી કરવી મિત્રોને ભારે પડી છે. મજાક મસ્તીમાં બે મિત્રો વચ્ચે થયેલ ઝઘડાની અદાવત રાખીને એક મિત્રએ બીજા મીત્રને ભઠ્ઠીમાં સળગાવવાના લાકડાના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધો.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદ શહેરના વટવા જી.આઇ.ડી.સીમાં ધૂળેટીના પર્વમાં મજાક મસ્તી કરવી મિત્રોને ભારે પડી છે. મજાક મસ્તીમાં બે મિત્રો વચ્ચે થયેલ ઝઘડાની અદાવત રાખીને એક મિત્રએ બીજા મીત્રને ભઠ્ઠીમાં સળગાવવાના લાકડાના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ સમગ્ર ઘટનાને લઈને આ વિસ્તારમાં ચર્ચાઓ થઈ રહી છે, તો સાથે સાથે પરિવારજનોમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમાધાન થયું છતા પણ બન્ને ઝઘડ્યા


ઉલ્લેખનીય છે કે, મૂળ ઓરીસ્સાના અને વટવા જી.આઇ.ડી.સી વિસ્તારમાં રહેતા સત્યા નાયકએ વટવા જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ગઇ કાલે ધૂળેટીના તહેવારને લઇને કંપનીમાં રજા હોવાથી મિત્રો કંપનીમાં હાજર હતાં તે દરમિયાન બપોરના સમયે મિત્રો મજાક મસ્તી કરી રહ્યા હતાં. ત્યારે દિપક નાયક અને કાનુ નાયક વચ્ચે કોઇ વાતને લઇને ઝઘડો થયેલ અને તે વખતે ફરિયાદીએ બંન્નેને સમજાવીને સમાધાન કરાવ્યું હતું.

આ પણ વાંચો: ‘તું કેમ તારો પગાર મને આપતી નથી’ પતિના ત્રાસથી પત્નીએ પોતાની સાથે કર્યું એવું કે...

કોઈ વાતે બન્ને વચ્ચે થયો હતો ઝઘડો


સમાધાન કરાવ્યા બાદમાં સાંજના સમયે ફરિયાદી, દીપક અને મનુ કંપનીમાં હાજર હતાં ત્યારે કાનુ નાયક ક્યાંક બહાર ગયો હતો. અને સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ કાનુ નાયક કંપનીમાં આવેલ અને દિપકને કહ્યું હતું કે, બપોરે મારી સાથે કેમ ઝઘડો કર્યો હતો. તેમ કહીને એકદમ ઉશ્કેરાઇ જઇને બીભત્સ ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યો હતો. અને કાનુ નાયકએ કંપનીમાં પડેલ ભઠ્ઠીમાં સળગાવવાના લાકડાઓમાંથી એક લાકડાનો ટુકડો લાવી દિપકના માથાના પાછળના ભારે અને મોઢા પર ઉપરા છાપરી ઘા મરી દીધા હતાં.


પરિવારજનોમાં પણ શોકનો માહોલ


ઉલ્લેખનીય છે કે, આ ઘા વાગવાથી પુષ્કળ પ્રમાણમાં લોહી નીકળવા લાગતા તાત્કાલિક સારવાર માટે એલ જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે ફરજ પરના ડોક્ટરએ તેને મૃત જાહેર કરતાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસએ આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ સાથે સાથે પરિવારજનોમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, Gujarat News, ગુજરાત