હાઈવે પર હાહાકાર મચાવતી હતી આ જોગી ગેંગ,5 સાગરિત ઝડપાયા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
હાઈવે પર હાહાકાર મચાવતી હતી આ જોગી ગેંગ,5 સાગરિત ઝડપાયા
વડોદરાઃનેશનલ હાઈવે પર ટ્રક ડ્રાઈવરોને લૂંટી હાહાકાર મચાવનારી રાજસ્થાનની જોગી ગેંગને દબોચી લેવામાં વડોદરા એલસીબીને સફળતા હાથ લાગી છે.કરજણ નેશનલ હાઈવે પર ટ્રક ડ્રાઈવરને લૂંટી હત્યા કરવાના ગુનાનો ભેદ પણ એલસીબીએ ઉકેલ્યો છે.દુમાડથી અંકલેશ્વર સુધી 22 જેટલી લૂંટમાં આ ગેંગની સંડોવણી છે.નેશનલ હાઈવે પર ટ્રક ડ્રાઈવરોને લૂંટતા હતા.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
વડોદરાઃનેશનલ હાઈવે પર ટ્રક ડ્રાઈવરોને લૂંટી હાહાકાર મચાવનારી રાજસ્થાનની જોગી ગેંગને દબોચી લેવામાં વડોદરા એલસીબીને સફળતા હાથ લાગી છે.કરજણ નેશનલ હાઈવે પર ટ્રક ડ્રાઈવરને લૂંટી હત્યા કરવાના ગુનાનો ભેદ પણ એલસીબીએ ઉકેલ્યો છે.દુમાડથી અંકલેશ્વર સુધી 22 જેટલી લૂંટમાં આ ગેંગની સંડોવણી છે.નેશનલ હાઈવે પર ટ્રક ડ્રાઈવરોને લૂંટતા હતા. કરજણ નેશનલ હાઈવે પાસે 10 માર્ચના રોજ ટ્રક ડ્રાઈવરને લૂંટી હત્યા કરેલી લાશ મળી આવી હતી.જે અંગે લૂંટ વીથ હત્યાનો ગુનો કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.જે અંગેની તપાસ કરજણ પોલીસ સહિત જિલ્લા એલસીબીની ટીમ કરી રહી હતી.જિલ્લા એલસીબીની ટીમે બાતમીના આધારે ટ્રક ડ્રાઈવરને લૂંટી હત્યા કરનારા રાજસ્થાનની જોગી ગેંગના પાંચ સાગરીતો રમેશ જોગી, ગોપાલ ભામ્બી, રાજુ જોગી, રાજેશ હરિજન અને પ્રેમ બલઈની ધરપકડ કરી છેજયારે આરોપી દેવી જોગી અને રંગલાલ જોગી ફરાર છે. રાજસ્થાની જોગી ગેંગની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો જોગી ગેંગના સભ્યો રાતના અંધારામા લૂંટ કરવા નીકળતા હતી.હાઈવે પર ટ્રક કે ટેમ્પો ડ્રાઈવર ઉપર ટોર્ચ મારી તેને રોકી તેને ઢોરમાર મારી લૂંટી લેતા હતા. જોગી ગેંગ વડોદરામાં ઝૂંપડા બાંધી રહેતી જોગી ગેંગના સાગરીત રમેશ જોગી અને ગોપાલ ભાંમ્બીનો ગુનાહીત ભૂતકાળ રહેલો છે.બંન્ને અારોપીઓ દોઢ વર્ષ પહેલા જ કરજણ હાઈવે પર લૂંટના ગુનામાં પકડાયા હતા.તેમજ સાત મહિલા જેલમાં રહી જામીન પર છુટેલા છે.જોગી ગેંગ વડોદરામાં ઝૂંપડા બાંધી રહેતી હતી.તેમજ છૂટક મજુરી કરતી હતી.
First published: March 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर