Ahmedabad News: અદાવાદમાં ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલમાં ચોરી કરવા આવતી ઝારખંડ ગેંગના એક આરોપીની અમરાઇવાડી પોલીસે કરી ધરપકડ કરી છે. આ સાથે જ ચોરીના 70 મોબાઈલ જપ્ત કરીને 200થી વધુ મોબાઈલ ચોરી કરી હોવાનું ખૂલ્યું છે.
અમદાવાદઃ ગુજરાતમાં ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલમાં ચોરી કરવા આવતી ઝારખંડ ગેંગના એક આરોપીની અમરાઇવાડી પોલીસે કરી ધરપકડ કરી છે. ચોરીના 70 મોબાઈલ જપ્ત કરીને 200થી વધુ મોબાઈલ ચોરી કરી હોવાનું ખૂલ્યું છે. અમરાઈવાડી પોલીસે ધરરકડ કરી છે તે આરોપી ઇન્દર મંડલ ઝારખંડનો રહેવાસી છે. તે પકડાયેલો આરોપી સહિત પાંચ લોકોની ગેંગ મોબાઇલ ચોરી કરવા ઝારખંડથી ખાસ અમદાવાદ આવતા હતા.
શહેરમાં ચાલી રહેલી ઇવેન્ટમાં ભીડવાળી જગ્યાથી મોબાઇલની ચોરી કરવા ઝારખંડની ગેંગ આવી હતી. જેમાં દોઢ મહિનામાં 200થી વધુ મોબાઇલ ચોર્યા હોવાની આંશકા પોલીસને છે. પોલીસ આરોપી ઇન્દર મંડલ પાસેથી 70 જેટલા સ્માર્ટ ફોન કબ્જે કર્યા છે. જેમાં 30 આઈફોન સહિત અલગ અલગ કંપનીના 70 ફોનની 12.50 લાખ કિંમત મુદ્દામાલ કબ્જે લીધા છે.
પકડાયેલા આરોપી ઇન્દર મંડલની પૂછપરછ કરતા સામે આવ્યુ હતુ કે, દોઢ મહિનામાં જ ઝારખંડની ગેંગે કાંકરિયા કાર્નિવલ, સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવ, ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલમાંથી અસંખ્ય મોબાઇલ ચોર્યા છે. મોબાઇલ ચોરી કરતી ગેંગની મોડ્સ ઓપરેન્ડી વાત કરીએ તો ઝારખંડના સાહેબગંજ જિલ્લાની ચોરગેંગ અમદાવાદમાં ચાલતા ફેસ્ટિવલ સમયે આવે છે. ટ્રેન મારફતે અમદાવાદ આવીને પૂર્વ વિસ્તારમાં ચાલી જેવી જગ્યા પર એક રૂમ રાખીને રહે અને ત્યારબાદ શહેરમાં ચાલતા ઇવેન્ટમાં રીક્ષા મારફતે પહોંચી જાય છે.
શું છે મોડસ ઓપરેન્ડી?
ભીડભાડવાળી જગ્યા પર ભેગા મળી મોબાઇલની ચોરી કરતા હતા. જો કે, પાંચ જાણની ટોળકીમાં બે કે ત્રણ નાની ઉંમરના કિશોર હોય છે. જેથી રંગેહાથ મોબાઇલ ચોરી કરવામાં પકડાય તો તેને નાનો સમજી લોકો છોડી દેતા હોય છે. તેથી પોલીસના હાથે પકડાતા ન હતા પરંતુ અમરાઇવાડી પોલીસને ચોક્કસ માહિતી મળતા મોબાઇલ ચોરીના રેકેટ પકડાયું હતું. ચોરી કરેલા મોબાઇલ ઝારખંડમાં લઈ જઈ વેચતા હતા. જ્યાં ચોરી થયેલા મોબાઇલથી ઓનલાઇન ચિટિંગ ફ્રોડમાં તેનો ઉપયોગ થતો હોવાની પોલીસને આંશકા છે. તેથી પોલીસે મોબાઇલ ચોરીના મુખ્ય આરોપીને પકડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે. બીજી બાજુ આ કાર્યક્રમમાં લોકોના ચોરી થયેલા મોબાઇલ માલિક અમરાઈવાડી પોલીસ સંપર્ક કરીને પરત મેળવી શકે છે જેવી એક અપીલ કરી છે.