Home /News /ahmedabad /ચૂંટણી પહેલા કોંગ્રેસને ત્રીજો મોટો ઝટકો, ઝાલોદના MLA ભાવેશ કટારાનું રાજીનામું

ચૂંટણી પહેલા કોંગ્રેસને ત્રીજો મોટો ઝટકો, ઝાલોદના MLA ભાવેશ કટારાનું રાજીનામું

દાહોદ ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ રાજીનામું આપી દીધું છે.

Gujarat assembly election 2022: બે દિવસમાં કોંગ્રેસ હવે ત્રીજો મોટો ઝટકો મળ્યો છે. દાહોદ ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યને રાજીનામું આપ્યું છે.

    અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકા પર ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. બે દિવસમાં કોંગ્રેસ હવે ત્રીજો મોટો ઝટકો મળ્યો છે. દાહોદ ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યને રાજીનામું આપ્યું છે. કોંગ્રેસે ઝાલોદ બેઠક પરથી ટિકિટ કાપી હતી. કોંગ્રેસે ઝાલોદ બેઠક પરથી ડૉ. મિતેશ ગરાસિયાને ટિકિટ આપી છે.

    તલાલાનાં ધારાસભ્ય ભગા બારડ ભાજપમાં જોડાયા

    રાજ્યમાં ગુજરાત ચૂંટણી માટે તમામ પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી કરી રહી છે તો બીજી બાજુ કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓનાં રાજીનામાની અટકળો ચાલી રહી છે. તે વચ્ચે આજે કોંગ્રેસના સિનિયર નેતા ભગાભાઇ બારડે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ ભગવાનભાઇ બારડે કમલમ પહોંચીને કેસરિયો ધારણ કર્યો હતો. ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસનાં તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઇ ગયા છે. ભગવાન બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. સ્વ.જશુભાઈ અને ભગવાનભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા.

    આ પણ વાંચો: ભાજપના દિગ્ગજો ચૂંટણી લડવાથી ભાગી રહ્યા છે: કોંગ્રેસનું નિવેદન

    મોહનસિંહ રાઠવાએ ધારણ કર્યો કેસરિયો

    ગઇકાલે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. કાલે મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાઈ ગયા હતા. પૂર્વ વિપક્ષ નેતા મોહનસિંહ રાઠવા કેસરિયા કરી લીધા હતા. મોહનસિંહ રાઠવાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. મળતી વિગતો પ્રમાણે ભાજપ મોહનસિંહ રાઠવાના પુત્રને ટિકિટ આપે તેવી શક્યતાઓ છે. તેમણે કોંગ્રેસમાં પોતાના પુત્ર માટે ટિકિટની માગણી કરી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Congress Gujarat, Gujarat Assembly Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन