Home /News /ahmedabad /

Ahmedabad Crime: નરોડામાં જ્વેલર્સની દુકાનમાં આવેલો ગઠીયો સોના-ચાંદીના ઘરેણાં ભરેલી બેગ લઇ છુમંતર

Ahmedabad Crime: નરોડામાં જ્વેલર્સની દુકાનમાં આવેલો ગઠીયો સોના-ચાંદીના ઘરેણાં ભરેલી બેગ લઇ છુમંતર

બેગમાં રૂપિયા 12 લાખની કિંમતના દાગીના અને રૂપિયા 36 હજાર રોકડા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અને હાલમાં વેપારીની ફરિયાદ દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ શહેર (Ahmedabad)માં અકસ્માતનું તરકટ રચીને કીંમતી વસ્તુઓની ચોરી (Thief) કરતી ગેંગ (Theft Gang) પકડવામાં હજી પોલીસ (Ahmedabad Police)ને સફળતા મળી નથી. ત્યાં નરોડા (Naroda) માં જ્વેલર્સની દુકાનમાંથી સોનાના દાગાના ભરેલ બેગ (Gold Theft) લઈને ગઠીયાઓ ફરાર થઈ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

શહેરના નવા નરોડા વિસ્તારમાં રહેતા અને કઠવાડા રોડ પર આવેલ વ્યાસવાડીની બાજુમાં આઇ શ્રી ખોડિયાર જ્વેલર્સ ધરાવતા મહેશભાઈ વ્યાસ ગઇકાલે રાત્રે નવ વાગ્યાની આસપાસ દુકાન બંધ કરવાની તૈયારી કરી રહ્યા હતા. મહેશભાઈ એ દુકાનમાં રહેલ સોનાના દાગીના અને તેમનું પર્સ એક કાળા રંગની બેગમાં મૂકીને બેગ કાઉન્ટર પર મૂકી દુકાન બહાર નીકળી રહ્યા હતા. ત્યારે જ એક ભાઈ તેમની દુકાનમાં આવ્યો હતો. જેથી તેઓ પરત ખુરશીમાં બેસી ગયા હતા. જોકે ગ્રાહકના સ્વાંગમાં આવેલા આ ગઠીયા એ મહેશભાઈ પાસે કોઈ વસ્તુ માંગી હતી. પંરતુ અત્યારે વસ્તી થઈ ગઈ છે કાલે સવારે આવજો તેમ કહેતા જ આં ગઠીયો દાગીના ભરેલ બેગ લઈને ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો- દેશમાં પ્રથમવાર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીના વિષય પર PhD થશે

ફરિયાદી એ દુકાનમાંથી બહાર આવીને તેનો પીછો કરતા જાણવા મળ્યું હતું કે, એક મોટર સાઈકલ પર અગાઉથી અન્ય બે ગઠિયાઓ પણ બેઠા હતા. બેગ લઈ જનાર ગઠિયો પણ આ મોટર સાયકલ પર બેસીને ફરાર થઈ ગયો હતો. જે બેગમાં રૂપિયા 12 લાખની કિંમતના દાગીના અને રૂપિયા 36 હજાર રોકડા હતા.

આ પણ વાંચો- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો કયા જિલ્લાઓમાં ધોધમાર ખાબકશે

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અને હાલમાં વેપારીની ફરિયાદ દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે એવો સવાર પણ ઉદ્ભવી રહ્યો છે કે પોલીસ રાત દિવસ પોટ્રોલિંગ કરી રહી છે ત્યારે પણ ચોર ટોળકી આ હવે ચોરી કરી ફરાર થવામાં કેમ સફળ થઇ જાય છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, Ahmedabad police, Gujarati news, અમદાવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन