Home /News /ahmedabad /Ahmedabad: શું તમે જાણો છો કેવી રીતે તૈયાર થાય છે જીન્સ પેન્ટ, જુઓ Video

Ahmedabad: શું તમે જાણો છો કેવી રીતે તૈયાર થાય છે જીન્સ પેન્ટ, જુઓ Video

X
શું

શું તમે જાણો છો કેવી રીતે તૈયાર થાય છે જીન્સ પેન્ટ

અમદાવાદમાં અલગ અલગ પ્રકારના અને હવે ફેશનેબલ જીન્સ મળે છે પરંતુ જીન્સ અને પેન્ટ કઈ રીતે બને છે તે કોઈને ખ્યાલ નથી, સાથે જ જાણીએ કે જીન્સ પેન્ટ કેવી રીતે બને છે, શું પ્રક્રિયા હોય છે, કેવી રીતે માર્કેટમાં જીન્સ વેચવા આવે છે. જાણો

અમદાવાદ :  અલગ અલગ પ્રકારના અને હવે ફેશનેબલ જીન્સ મળે છે પરંતુ જીન્સ અને પેન્ટ કઈ રીતે બને છે તે કોઈને ખ્યાલ નથી,  સાથે જ જણાવી દઈએ જીન્સ બનાવવા માટે એક જટિલ અને લાંબી પ્રક્રિયા હોય છે ત્યારે અમદાવાદમાં જીન્સની મેન્યુફેક્ચરિંગ અનેક કંપનીઓ આવેલી છે.

જીન્સ કઈ રીતે બને છે , જાણીશું
જીન્સ કઈ રીતે બને છે , જાણીશું


પ્રથમ પ્રક્રિયા

જીન્સ બનાવવા માટે ફેબ્રિક મિલમાંથી લાવવામાં આવે છે. ફેબ્રિક માટે મોટી મોટી મિલો આવેલી છે, તેમજ ફેબ્રિક બનતું હોય એ સાથે ફેબ્રિક રોલમાં આવતા હોય છે. મોટા મોટા રોલ હોય છે જે પ્રકારેના જીન્સના કાપડ હોય ત્યારબાદ તે ફેબ્રિક પર ડિઝાઈનર દ્વારા ડિઝાઇન કરવામાં આવતી હોય છે.

બીજી પ્રક્રિયા

ફેબ્રિક પર ડિઝાઇન કર્યા બાદ તે કટીંગ કરવામાં આવે છે અને કટીંગ બાદ ફરીથી તે ડિઝાઇનીંગ માટે જાય હોય છે કારણ કે, જીન્સની ઉપર જે પોકેટ હોય છે તેના પર અલગ અલગ પ્રકારની  ડિઝાઇન અને એમરોડરી વર્ક કરવામાં આવે છે. તે ડિઝાઇન કરવા માટે ડિઝાઇનર પાસે જતી હોય છે અને ત્યારબાદ ડિઝાઇન જીન્સ પર કરવામાં આવે છે. ત્યારબાદ સ્ટિચિંગ માટે જીન્સ આપવામાં આવતા હોય છે.

સ્ટિચિંગમાં લગભગ 7થી 8 દિવસ થઈ જતા હોય છે સાથે જ સ્ટિચિંગ કર્યા બાદ ગાજ માટે જતા હોય છે ગાજ એટલે કે જીન્સની અંદર જે બટન છે તે બટન લગાવવામાં આવતા હોય છે.



ત્રીજી પ્રક્રિયા

ત્યારબાદ જીન્સને વોશિંગ માટે મોકલવામાં આવતા હોય છે, વોશિંગમાં મંકી વોશ બેઝિન વોશ કરવામાં આવતા હોય છે જેનાથી ફેબ્રિકને સ્મૂથનેસ મળતી હોય છે.

ફીનીશીંગ પ્રક્રિયા

ત્યારબાદ જીન્સને ફીનીશીંગ માટે આપવામાં આવતું હોય છે. ફીનીશીંગ પ્રક્રિયામાં જીન્સની અંદર જે વધારાના દોરા કે વધારાની કોઈપણ વસ્તુ છે તે કાપીને જીન્સને એકદમ પરફેક્ટ બનાવવામાં આવતું હોય છે ત્યારબાદ, જીન્સ પ્રેસ ડિપાર્ટમેન્ટમાં જતા હોય છે પ્રેસ થયા બાદ જીન્સનું લેબલિંગ કરવામાં આવતું હોય છે અને લેબલિંગ કર્યા બાદ જીન્સનું પેકિંગ કરવામાં આવતું હોય છે અને પેકિંગ બાદ તે માર્કેટમાં જીન્સ વેચાવા આવે છે.



જીન્સ કઈ રીતે માર્કેટમાં આવે છે 

પ્રખ્યાત જીન્સ મેન્યુફેક્ચરિંગ કંપની બ્લેક ફિલિપ્સ જીન્સના માલિક સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, જીન્સનું પ્રોડક્શન એક સાથે 100 જીન્સનું થતું હોય છે સાથે જ જીન્સ બનતા એક દિવસ થાય છે અને 10 દિવસ પણ થઈ શકે છે પરંતુ જીન્સ મેન્યુફેક્ચરિંગ કર્યા બાદ તેને રિટેલ વેપારીઓ સુધી અમે પહોંચાડતા હોઈએ છે અને ત્યારબાદ આ જીન્સ વેચવા દુકાનમાં મુકવામાં આવે છે.
First published:

Tags: Ahmedabad news, Clothes, Jeans, Local 18