Home /News /ahmedabad /JEE એડવાન્સનું પરિણામ જાહેર: અમદાવાદની તનિષ્કા સમગ્ર દેશમાંથી મહિલા કેટેગરીમાં પ્રથમ સ્થાને

JEE એડવાન્સનું પરિણામ જાહેર: અમદાવાદની તનિષ્કા સમગ્ર દેશમાંથી મહિલા કેટેગરીમાં પ્રથમ સ્થાને

અમદાવાદની તનિષ્કા કાબરાએ ઓલ ઇન્ડિયા રેંન્કિંગમાં 16મુ સ્થાન હાંસિલ કર્યું છે.

JEE મેઈન્સ બાદ દેશની જુદી જુદી IIT માં પ્રવેશ મેળવવા માટે IIT એડવાન્સની પરીક્ષા યોજાય છે.  આ વર્ષે જાહેર કરાયેલા પરિણામ મુજબ 40,712 ઉમેદવારોએ JEE એડવાન્સમાં સફળતા હાંસિલ કરી છે.

અમદાવાદ: IIT બોમ્બે એ JEE એડવાન્સનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં અમદાવાદની તનિષ્કાએ 277 માર્ક મેળવ્યા છે, તનિષ્કા કાબરા સમગ્ર દેશમાંથી મહિલા કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી છે. તનિષ્કા કાબરાએ ઓલ ઇન્ડિયા રેંન્કિંગમાં 16મુ સ્થાન હાંસિલ કર્યું છે અને આ સાથે IIT બોમ્બેમાંથી CS માં પ્રવેશ નિશ્ચિત કર્યો છે.

IIT સંસ્થાનોમાં પ્રવેશ માટે JEE એડવાન્સ લેવાય છે આ JEE એડવાન્સનું પરિણામ જાહેર થયું છે. જેમાં JEE એડવાન્સ પેપર1-2 માં કુલ 155538 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. 40712 વિદ્યાર્થીઓએ JEE એડવાન્સ ક્લિયર કરી છે. 6516 મહિલા ઉમેદવારોએ JEE એડવાન્સ ક્લિયર કરી છે. જે માટે 12 સપ્ટેમ્બરથી કાઉન્સેલિંગ પ્રક્રિયા શરુ થશે. આ પરિણામમાં ગુજરાતની તનિષ્કા કાબરા બની સમગ્ર દેશમાં મહિલા ટોપર 277 માર્ક મેળવી, તનિષ્કા કાબરા સમગ્ર દેશમાંથી મહિલા કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી છે.

આ પણ વાંચો- અમિત શાહના હસ્તે હનુમાનજીની પ્રતિમાનું સ્થાપન સોમનાથના દરિયા કિનારા પર કરાયું

અમદાવાદની તનિષ્કા કાબરાએ ઓલ ઇન્ડિયા રેંન્કિંગમાં 16મુ સ્થાન હાંસિલ કર્યું છે. તનિષ્કા કાબરાએ IIT બોમ્બેમાંથી CS માં પ્રવેશ નિશ્ચિત કરી પોતાનાં પરિવારનું સ્વપ્ન સાકાર કર્યું છે. આ પરિણામમાં આર.કે. શિશિર દેશમાં પ્રથમ ક્રમે આવ્યો છે. જેણે 360માંથી 314 માર્ક મેળવી શિશિર, ઓલ ઇન્ડિયા રેંન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તો અમદાવાદમાં રહેતા પૂજન શાહનો ઓલ ઇન્ડિયા રેન્ક 67 આવ્યો છે. દિલ્હી, મુંબઈ કે મદ્રાસ IIT માં કમ્પ્યુટર સાયન્સ કરવાની ઈચ્છા છે. તેનું કહેવું છે કે JEE એડવાન્સ એ કરિયર નથી મેરેથોન છે. યોગ્ય દિશામાં મહેનત અને રોજે રોજ ટેસ્ટ આપવી જે મટીરીયલ મળે તેને ફોલો કરવું એ રીતે મહેનત કરતા સફળતા મળી છે.

આ પણ વાંચો- દુનિયાના સૌથી નાના દેશો, તમારી શેરી કરતા પણ ઓછી છે અહીંની વસ્તી

આ ઉપરાંત અમદાવાદનો નિસર્ગ પંડ્યાનો ઓલ ઇન્ડિયા રેન્ક 83 આવ્યો છે. આ પરીક્ષા માટે બે વર્ષ સખત મહેનત કરી હતી. રોજ1 થોડી થોડી મહેનત કરશો તો પણ તમે ગોલ એચિવ કરી લેશો. ઉલ્લેખનીય છે કે, JEE મેઈન્સ બાદ દેશની જુદી જુદી IIT માં પ્રવેશ મેળવવા માટે IIT એડવાન્સની પરીક્ષા યોજાય છે.  આ વર્ષે જાહેર કરાયેલા પરિણામ મુજબ 40,712 ઉમેદવારોએ JEE એડવાન્સમાં સફળતા હાંસિલ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Gujarati news, IIT BOMBAY, JEE, JEE Exams

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन