ભાનુશાળી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર મનિષા ગોસ્વામી, સુરજીત ભાઉને અમદાવાદ લવાયા

News18 Gujarati
Updated: November 6, 2019, 10:02 PM IST
ભાનુશાળી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર મનિષા ગોસ્વામી, સુરજીત ભાઉને અમદાવાદ લવાયા
મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉની ધરપકડ કરી પોલીસ અમદાવાદ લઈ આવી હતી.

ગઈકાલે ગુજરાતની સીઆઈડી ક્રાઇમની રેલવે પોલીસે ફરાર આરોપીઓને ઉત્તરપ્રદેશનાં અલ્હાબાદમાંથી ઝડપી પાડ્યાં હતા.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાચી : ગુજરાતમાં ભારે ચકચાર જગાવનારા કચ્છ ભાજપનાં (kutch BJP) નેતા જયંતી ભાનુશાળીની (Jayanti Bhanushali) હત્યા કેસમાં વધુ બે આરોપીઓ મનીષા ગોસ્વામી (Manisha Goswami) અને સુરજીત ભાઉની (Sujit Bhau) UPનાં અલાહાબાદથી ધરપકડ કરવામાં આવી હતી અને ગુજરાતી પોલીસ અને રેલવે પોલીસની ટીમ તેમને લઈને આજે રાત્રે અમદાવાદ આવી પહોંચી હતી. ગુજરાતની સીઆઈડી ક્રાઇમની રેલવે પોલીસે ફરાર આરોપીઓને ઉત્તરપ્રદેશનાં અલ્હાબાદમાંથી ઝડપી પાડ્યાં હતા. પોલીસ આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી અને તેમના રિમાન્ડની માંગણી કરશે.

હત્યા પહેલા જ છબીલ અને મનિષા ભાગી ગયા હતા

જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ હત્યા અંગે છબીલ પટેલ અને મનિષા ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે હત્યાના થોડા દિવસો પહેલા છબીલ પટેલ અમેરિકા જતો રહ્યો હતો અને મનીષા પણ પોતાના ઘરમાંથી પહેલા જ જતી રહી હતી.

આ પણ વાંચો : 'મહા'નું સંકટ ટળ્યું, સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે નહીં ટકરાય વાવાઝોડું

હત્યા પહેલા છબીલ પટેલનાં ફાર્મમાં આરોપીઓ રહ્યાં હતા

મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉની ફાઇલ તસવીર

Loading...

સમગ્ર કેસની તપાસ દરમિયાન પોલીસે છબીલ પટેલના રેલડી ખાતે આવેલા નારાયણ ફાર્મ હાઉસમાં દરોડા પાડી બે આરોપી નીતિન પટેલ અને રાહુલ જયંતી પટેલની ધરપકડ કરી હતી. બંને આરોપીઓની સઘન પુછપરછ કરી હતી. આ આરોપીઓએ પૂછપરછમાં સમગ્ર હત્યાકાંડ અંગે પોલીસને માહિતી આપી હતી. તેમાં તેમણે જણાવ્યું કે મનિષા ગોસ્વામીને જેલમાંથી બહાર કાઢવા માટે છબીલ પટેલ અને સુરજીત પરદેશી ભાઉએ મદદ કરી હતી. ત્યારબાદ મનિષા અને છબીલ પટેલે ભાનુશાળીની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું.

આ પણ વાંચો :  કૉંગ્રેસના ભગા બારડ તાલાળાના ધારાસભ્ય તરીકે યથાવત રહેશે

પૂનાના શાર્પશૂટરને સોપારી આપી હતી

જયંતિ ભાનુશાળીની હત્યા માટે છબીલ પટેલે મનિષા ગોસ્વામીને પુના ખાતે શાર્પ શૂટર સાથે મુલાકાત કરાવી હતી. આ સાર્પ શૂટરમાં એક શશિકાંત કાંબલે અને બીજો શેખ અસરફનો સમાવેશ થાય છે. આ બંને મહારાષ્ટ્રના રહેવાસી છે. સોપારી આપ્યા બાદ શાર્પ શૂટરોને ગુજરાતમાં રહેવાની વ્યવસ્થા આરોપી મનિષાએ કરી આપી હતી. તેઓ છબિલ પટેલના ફાર્મ હાઉસમાં રોકાયા હતા.

 
First published: November 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...