Home /News /ahmedabad /અમદાવાદે રંગ રાખ્યો! જાપાનના પ્રોફેસર અમદાવાદમાં હેરિટેજ વૉકથી પ્રભાવિત, કહ્યું - ‘હેરિટેજની જાળવણી જરૂરી’

અમદાવાદે રંગ રાખ્યો! જાપાનના પ્રોફેસર અમદાવાદમાં હેરિટેજ વૉકથી પ્રભાવિત, કહ્યું - ‘હેરિટેજની જાળવણી જરૂરી’

જાપાનના પ્રોફેસર અમદાવાદમાં હેરિટેજ વૉકથી પ્રભાવિત

Ahmedabad News: જાપાનના પ્રોફેસર કીશીએ અમદાવાદમાં હેરિટેજ વૉક કરી પ્રસિદ્ધ અર્બન પ્લાનર એન.કે પટેલને મળ્યા અને સ્થાપત્યનાં અન્ય સ્મારકોની મુલાકાત પણ લીધી હતી. પ્રસિદ્ધ જાપાનીઝ પ્રોફેસર વારો કીશી જણાવે છે કે, ‘ઈતિહાસ અને હેરિટેજ માનવ સમાજ અને સંસ્કૃતિનુ પ્રતિબિંબ પાડે છે અને તેની જાળવણી જરૂરી છે.’

વધુ જુઓ ...
અમદાવાદ: યુનેસ્કો દ્વારા ભારતના સૌ પ્રથમ અને એક માત્ર હેરિટેજ સીટી તરીકે જાહેર થયેલા અમદાવાદની પોતાની પ્રથમ મુલાકાતે આવેલા પ્રો.કીશી હેરિટેજ વૉકમાં સામેલ થયા હતા. દેખીતી રીતે જ શહેરના સ્થાપત્યના સમૃધ્ધ ઐતિહાસિક વારસાથી પ્રભાવિત થયા હતા. 72 વર્ષની વયના પ્રો.કીશી  પ્રસિદ્ધ અર્બન પ્લાનર અને ઈન્સ્ટિટ્યુટ ઓફ ટાઉન પ્લાનર્સ, નવી દિલ્હીના ભૂતપૂર્વ પ્રમુખ એન.કે પટેલને પણ મળ્યા હતા. નિરમા યુનિવર્સિટીના ઈન્સ્ટ્ટ્યુટ ઓફ આર્કિટેકચર એન્ડ પ્લાનિંગ ડિરેકટર પ્રો. ઉત્પલ શર્મા, સેપ્ટ યુનિવર્સિટીના  પ્રો. સારસ્વત બંદોપાધ્યાય અને અન્ય પ્રસિધ્ધ ટાઉન પ્લાનર્સ અને ડિઝાઈનર્સે માઈક્રો લેન્ડ મેનેજમેન્ટ  અને શહેરી આયોજનનાં અન્ય પાસાં અંગે તેમની સાથે ચર્ચા કરી હતી.

શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાનની સરાહના કરી


એન.કે પટેલે ટાઉન પ્લાનિંગ અંગે લખેલાં બે પુસ્તકો પ્રો. કીશીને ભેટ આપ્યા હતા. પ્રો. કીશીએ એન.કે પટેલની શહેરી આયોજનમાં રૂચી અંગે પ્રંશંસા વ્યક્ત કરી હતી અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાનની સરાહના કરી હતી. પ્રો. કીશીએ એતિહાસિક સ્થપતિ લા કાર્બુઝિયરે ડિઝાઈન કરેલા સંસ્કાર કેન્દ્ર, અમદાવાદ મિલ ઓનર્સ એસોસિએશન (આત્મા) હાઉસ અને વીલા સારાભાઈની મુલાકાત લીધી હતી. જોગાનુજોગ છે કે, લા કાર્બુઝિયરના મોનોગ્રાફથી પરીચત થયા પછી તેમણે સ્થપતિ થવાનો નિર્ણય કર્યો હતો. તેમણે લુઈસ કહંને ડિઝાઈન કરેલા ઈન્ડીયન ઈન્સ્ટિટયુટ ઓફ અમદાવાદના જૂના સંકુલની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો: વિરમગામ બેઠક ફરી એકવાર ચર્ચામાં, એક નિવૃત સૈનિક હાર્દિક પટેલને આપશે સીધી ટક્કર

ઈતિહાસની જાળવણી ખૂબ જ આવશ્યક: પ્રો.કીશી


તેમણે કહ્યું કે, ‘આપણે અનેક સ્થાનોનો નાશ કરી રહ્યા છીએ પણ હેરિટેજ અને ઈતિહાસની જાળવણી કરવામાં આવે તે ખૂબ જ આવશ્યક છે. હેરિટેજની જાળવણીની કોઈ એક જ કે સરળ ફોર્મ્યુલા નથી, પરંતુ સરકાર અને સમાજ બંનેએ આ ઉદ્દેશ માટે પ્રદાન કરવુ જોઈએ.’ આ વૃધ્ધ સ્થપતિએ જાપાન, ચીન અને અન્ય દેશોમાં આઈકોનિક મ્યુઝિયમ્સ, કોમર્શિયલ અને રેસિડેન્શ્યલ બિલ્ડીંગ્ઝ સરકારી કચેરીઓનુ ડિઝાઈનિંગ કર્યુ છે અને તે ક્યોટોના યુનિવર્સિટીઓમાં શિક્ષણ આપે છે. તેમણે અમદાવાદને એક રસપ્રદ શહેર તરીકે ઓળખાવ્યુ હતું.

આ પણ વાંચો: ભાજપના આગેવાન માવજીભાઈએ ભાજપનો સાથે છોડ્યો, અપક્ષમાં ઉમેદવારી ફોર્મ ભર્યું

વિદેશી લોકો હવે અમદાવારથી પ્રભાવિત


આ સાથે સાથે તેમણે વધુમાં કહ્યું કે, ‘અમદાવાદએ એક રસપ્રદ શહેર છે. અહીં સ્થાપત્યના ઘણી અજાયબીઓ અને માસ્ટરપીસ છે. મને એ બાબત ખૂબ જ ગમી કે શહેર આગળ આવી રહ્યુ છે અને બદલાઈ રહ્યુ છે. જાપાનનાં શહેરો આજથી 20-30 વર્ષ પહેલાં હતાં તેવુ જ અમદાવાદ છે. અહીં એવી જ અવ્યવસ્થા અને પડકારો છે પણ સાથે સાથે સમાન પ્રકારની મહત્વાકાંક્ષા પણ છે.’ પ્રો. કીશીએ અમદાવાદમાં ધી ગુજરાત ઈન્સ્ટિટ્યુટ ઓફ સિવિલ એન્જીન્યર્સ એન્ડ આર્કિટેક્ટસ આયોજીત એક સમારંભમાં પ્રવચન પણ આપ્યુ હતું. તેમની ભારતની આ બીજી અને આ દાયકાની તેમની પ્રથમ ભારત  મુલાકાત દરમ્યાન તેમણે બેંગ્લોરમાં ઈન્ડીયન ઈન્સ્ટિટ્યુટ  આર્કિટેક્ટસ આયોજીત સમારંભમાં હાજરી પણ આપી હતી.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad Heritage, Ahmedabad news, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन