અમદાવાદ : શ્રાવણ મહિનો એટલે પવિત્ર મહિનો. આ તહેવારમાં રક્ષાબંધન અને સાતમ આઠમનો તહેવાર માંગવામાં આવે છે. સાથે આખો મહિનો શિવજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. જોકે આ મહિનાની શરૂઆતમાં અને એમાંય સાતમ આઠમના પર્વ દરમિયાન લોકો જુગાર રમવા લાગી જાય છે. જુગાર રમવાનો જાણે કે એક ટ્રેન્ડ શરૂ થઈ ગયો હોય જુગારી ઓનો રાફડો ફાટી નીકળે છે.
જો કે પોલીસ દ્વારા પણ આવા જુગારી ઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. શનિવાર અને રવિવાર એમ બે દિવસ ની વાત કરીએ તો આ બે દિવસ દરમિયાન શહેર ના અલગ અલગ વિસ્તાર માં પોલીસ એ કુલ 80 જેટલા જુગાર ના કેસ કર્યા છે. જેમાં 469 જુગારી ઓ પાસે થી રોકડ રકમ સહિત 15 લાખ 99 હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
શહેરમાં કોરોને ધ્યાનમાં રાખીને સરકાર દ્રારા જન્માષ્ટમીના તહેવારમાં મેળો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો અને કોરોનાની ગાઈડલાઈનો ભંગ કરશે તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ વાત કરી હતી. બીજી બાજુ સાતમ આઠમના તહેવારમાં લોકો ટોળે વળીને જુગાર રમી રહ્યા હોવાનું હોવાનું સામે આવ્યું છે. જો કે હવે મહિલા ઓમાં પણ જુગાર રમવાનો ટ્રેન્ડ શરૂ હોય એમ મહિલા ઓ પણ જુગાર રમવા લાગે છે. આ વર્ષે અનેક જગ્યા એ થી મહિલા ઓ પણ જુગાર રમતા ઝડપાઈ છે.
ઉલ્લેખનીય છે કે, હમણાં પૂર્વ અને પશ્ચિમ કચ્છની (Kutch West Police) પોલીસ એકાએક એકશનમાં આવી હતી અને જુગારીઓ (Gamblers) પર ધામો બોલાવ્યો છે. 11 ઓગસ્ટે પૂર્વ કચ્છ પોલીસે 4 દરોડામાં 20 લોકોને દબોચ્યા હતા જ્યારે કે પશ્ચિમ કચ્છ પોલીસે ૫ અલગ અલગ દરોડામાં 33 લોકોને પકડી પડ્યા હતા. આ 9 દરોડામાં કુલ 2.20 લાખ રૂપિયા રોકડા કબ્જે કાર્ય છે. ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસમાં લોકોએ ઘરમાં પરિવાર અને મિત્રો સાથે જુગાર રમવાની એક કુપ્રથા પકડી છે ત્યારે પોલીસે પણ આવા ખેલીઓ તરફ લાલ આંખ કરી છે.
તો બે દિવસ પહેલા જૂનાગઢ જિલ્લાના મેંદરડા (Mendarda) તાલુકાના ખીજડીયા (Khijadiya village) ગામે થયો. અહીંયા જુગાર રમી રહેલા લોકો પોલીસને જોઈને ભાગ્યા અને ભાગવા જતા એક યુવકને કરન્ટ (Electric Shock) લાગ્યો અને તેનું મોત (Death) નીપજ્યું. ખીજડીયાના દેવશીને (Devsi Vakas) શ્રાવણિયો જુગાર રમવા જતા મોત મળ્યું જેના પગલે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.