'હું નિત્યાનંદ સ્વામી પર ખોટો દુષ્કર્મનો કેસ કરુ તેવું દબાણ મારા પિતા કરતા હતા'

News18 Gujarati
Updated: November 20, 2019, 1:40 PM IST
'હું નિત્યાનંદ સ્વામી પર ખોટો દુષ્કર્મનો કેસ કરુ તેવું દબાણ મારા પિતા કરતા હતા'
જનાર્દન શર્માની દીકરી નિત્યાનંદિતાની ફાઇલ તસવીર

શહેરના હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમ વિવાદમાં પોલીસે આશ્રમની બે સંચાલિકાની ધરપકડ કરી છે.

  • Share this:
અમદાવાદ : શહેરના (Ahmedabad) હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમ (Nityananda Ashram) વિવાદમાં પોલીસે આશ્રમની બે સંચાલિકાની ધરપકડ કરી છે. સગીરાઓ સાથે દુર્વ્યવહાર બદલ પોલીસે બંને સંચાલિકાની ધરપકડ કરી છે. સગીરા સાથે દુર્વ્યવાહ મામલે આશ્રમની સંચાલિકા પ્રિયાતત્વા અને પ્રાણપ્રિયાની ધરપકડ કરવામાં આવી છે. જે બાદ તામિલનાડુનાં જનાર્દન શર્માની કથિત ગૂમ દીકરી નિત્યાનંદિતાએ પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ જાહેર કર્યો હતો. તેમાં ગુજરાત પોલીસને અનેક સવાલો કર્યાં હતાં.

સોશિયલ મીડિયામાં જાહેર કરેલા વીડિયોમાં નિત્યાનંદિતાએ જણાવ્યું કે, 'મેં પહેલા પણ કહ્યું અને અત્યારે પણ કહું છું કે, હવે હું કે મારી બહેન નિત્યાનંદ આશ્રમ સાથે સંકળાયેલા નથી. મેં જાહેરમાં પણ આ કહ્યું છે આ સાથે પોલીસને પણ લેખિતમાં આપ્યું છે. તે છતાંપણ આજે સવારે અમદાવાદ પોલીસ અમારા કેમ્પસમાં આવી ગયા અને આશ્રમનાં સંચાલક મા નિત્યાપ્રાણપ્રિયા અને મા નિત્યાતત્વપ્રિયાની ધરપકડ કરીને લઇ ગયા. તેમની ધરપકડ કરવી એ મારા કેસથી એકદમ અલગ જ વાત છે. તે ત્યાંની સંચાલિકા છે અને આ મારો પારાવારિક પ્રશ્ન છે. તેમણે બંન્નેની ધરપકડ તો કરી પરંતુ તેની સાથે આશ્રમની અન્ય સેવિકાઓને પણ પરેશાન કરી રહ્યાં છે. તે સારી વાત નથી.'

આ પણ વાંચો :  નિત્યાનંદ આશ્રમ વિવાદ : આશ્રમની બે સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વની ધરપકડ શહેરના હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમ વિવાદમાં પોલીસે આશ્રમની બે સંચાલિકાની ધરપકડ કરી છે.

નિત્યાનંદિતાએ આગળ જણાવતા કહ્યું કે, 'મેં અને મારી બહેને પહેલા જ નક્કી કર્યું હતું કે અમે આ સંસ્થાને છોડીને પછી અમારો પારિવારિક પ્રશ્ન ઉકેલીશું. તે બાદ જ અમે ફરીથી સંસ્થા સાથે જોડાઇશું. તો પણ, પોલીસે બંન્ને સેવિકાઓની ધરપકડ કરી લીધી છે. જનાર્દન અને તેની પત્ની ભુવનેશ્વરીએ જ આખો આ પ્લાન ઘડ્યો છે.પહેલી તારીખે જનાર્દનનો ફોન આવ્યો હતો ત્યારે તેણે મારી સાથે ઘણી જ નમ્રતાથી વાત કરી હતી. જે તેના ગુણ વિરુદ્ધ છે. મને નથી ખબર તેના મગજમાં શું છે પરંતુ તેણે મને કહ્યું હતું અને ધમકાવી પણ હતી કે, હું પોક્સો એક્ટ હેઠળ સ્વામીજી વિરુદ્ઘ ખોટો દુષ્કર્મનો કેસ કરૂં.'

First published: November 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...