કુપવાડાના માછીલ સેક્ટરમાં સેનાએ વધુ એક સફળતા મેળવી, બે આતંકી ઠાર

VINOD LEUVA
Updated: September 16, 2017, 11:30 AM IST
કુપવાડાના માછીલ સેક્ટરમાં સેનાએ વધુ એક સફળતા મેળવી, બે આતંકી ઠાર
કુપવાડાના માછીલ સેક્ટરમાં સેનાએ વધુ એક સફળતા મેળવી છે. આ સેક્ટરમાં આતંકીઓની ઘુસણખોરી દરમિયાન સેનાએ બે આતંકીઓને ઠાર કરી દીધા છે. હાલ સેનાએ આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. બીએસએફએ જણાવ્યું છે કે, પાકિસ્તાન તરફથી સતત ચાર દિવસથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.
VINOD LEUVA
Updated: September 16, 2017, 11:30 AM IST
જમ્મુ કાશ્મીર: કુપવાડાના માછીલ સેક્ટરમાં સેનાએ વધુ એક સફળતા મેળવી છે. આ સેક્ટરમાં આતંકીઓની ઘુસણખોરી દરમિયાન સેનાએ બે આતંકીઓને ઠાર કરી દીધા છે. હાલ સેનાએ આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. બીએસએફએ જણાવ્યું છે કે, પાકિસ્તાન તરફથી સતત ચાર દિવસથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. આ ચાર દિવસમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા સીઝ ફાયર વાયોલન્સમાં એક જવાન શહીદ થયો છે જ્યારે એક સ્થાનિક નાગરિક ઘાયલ થયો છે.

આ ઓગષ્ટ સુધીમાં સીઝફાયરનું ઉલ્લંઘનના 285 મામલા સામે આવ્યા છે. જ્યારે 2016માં 228 વખત પાકિસ્તાને યુદ્ધવિરામ તોડ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની દળો છેલ્લા કેટલાક સમયથી સતત યુદ્ધ વિરામનો ભંગ કરી રહ્યા છે અને જમ્મુ-કાશ્મીર સરહદે બેરોકટોક ફાયરિંગ અને મોર્ટાર મારો ચલાવી રહ્યા છે. જમ્મુ કાશ્મીર સરહદે સીમા સુરક્ષા દળે (બીસીએફ) પાકિસ્તાની સેનાને આપેલા વળતા જવાબમાં પાકિસ્તાની રેન્જરના બે સૈનિકોને ઢાળી દીધા હતા.
First published: September 16, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर