DDCA: આપ પાર્ટીએ નાણા પ્રધાન અરૂણ જેટલીને પુછ્યા પાંચ સવાલ

P
Updated: January 1, 1970, 5:30 AM IST
DDCA: આપ પાર્ટીએ નાણા પ્રધાન અરૂણ જેટલીને પુછ્યા પાંચ સવાલ
નવી દિલ્હી# ડીડીસીએ વિવાદમાં આમ આદમી પાર્ટીએ આજે ફરી એક વાર નાણા પ્રધાન અરૂણ જેટલી પર જોરદાર પ્રહાર કર્યા છે. આમ આદમી પાર્ટીએ જેટલીના બે પત્ર બતાવતા દાવો કર્યો છે કે, તેઓને ગોટાળા અંગેની તમામ જાણ હતી. આમ આદમી પાર્ટીએ કહ્યું કે, વિપક્ષના નેતા રહેતા જેટલીએ દિલ્હીના તત્કાલીન પોલીસ કમિશ્નર અને સ્પેશ્યલ કમિશ્નરને પત્ર લખીને ડીડીસીએની તપાસને રોકવા માટે કહ્યું હતુ.

  • Share this:
નવી દિલ્હી# ડીડીસીએ વિવાદમાં આમ આદમી પાર્ટીએ આજે ફરી એક વાર નાણા પ્રધાન અરૂણ જેટલી પર જોરદાર પ્રહાર કર્યા છે. આમ આદમી પાર્ટીએ જેટલીના બે પત્ર બતાવતા દાવો કર્યો છે કે, જેટલીને ગોટાળા અંગેની તમામ માહિતી હતી. આમ આદમી પાર્ટીએ કહ્યું કે, વિપક્ષના નેતા રહેતા જેટલીએ દિલ્હીના તત્કાલીન પોલીસ કમિશ્નર અને સ્પેશ્યલ કમિશ્નરને પત્ર લખીને ડીડીસીએની તપાસને રોકવા માટે કહ્યું હતુ. બુધવારે આપ નેતા આશુતોષે પ્રેસ કોન્ફરન્સ યોજી આરોપ લગાવ્યો કે, જેટલીએ ગોટાળાનો કેસ બંધ કરવા માટે દિલ્હીના તત્કાલીન પોલીસ કમિશ્નરને એક પત્ર લખ્યો હતો. આશુતોષે તે પત્રને લઇને જેટલીને પાંચ સવાલ પુછ્યા છે. સાથે જ તેઓએ જેટલીને કેન્દ્રિય મંત્રી પદ પરથી રાજીનામું આપે તેવી માંગ કરી છે. આપ નેતા આશુતોષે પ્રેસ કોન્ફરન્સમાં જેટલી દ્વારા લખાયેલો પત્ર પણ રજૂ કર્યો હતો. આ પત્ર 27 ઓક્ટોબર 2011નો છે, જે અન્ના આંદોલનના સમય દરમિયાન લખવામાં આવ્યો હતો. આશુતોષે કહ્યું કે, 5 મે 2012ના રોજ જેટલીએ બીજો પત્ર લખ્યો હતો. તેમાં પણ કેસ બંધ કરવા માટે પોલીસ કમિશ્નરને કહેવામાં આવ્યું હતુ. જેટલીએ લખ્યું હતુ કે, ડીડીસીએમાં કોઇ ખોટુ કામ કરતુ નથી, એટલે કેસ બંધ કરવામાં આવે. આશુતોષે કહ્યું કે, આથી સાબિત થાય છે કે, જેટલીએ પોતાના પદનો દૂરઉપયોગ કર્યો છે. સાથે જ તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ પણ કર્યો છે. એવામાં તેઓએ મંત્રી પદ પર ન રહેવું જોઇએ. આશુતોષે કહ્યું કે, જેટલી ગોટાળાની તપાસનો સ્વાગત કેમ નથી કરી રહ્યાં. આમ આદમી પાર્ટીએ જેટલીને પાંચ સવાલ પણ પુછ્યા છે. - શુ તમે દિલ્હી પોલીસ કમિશ્નર પર દબાણ કરીને પોતાના પદનો દૂરઉપયોગ નથી કર્યો ? - શું ચાલી રહેલા કેસમાં પોલીસની તપાસને પ્રભાવિત કરવી તે યોગ્ય છે? - કયા આધાર પર તમે આ પરિણામ પર પહોંચ્યા છો કે, સિન્ડિકેટ બેન્કથી સબંધિત ફરિયાદ પાયાવિહોણી છે? - દિલ્હી પોલીસ સરકારને રિપોર્ટ કરે છે, એવા તમારે કેન્દ્રિય મંત્રી પદ પર રહેવું તે યોગ્ય છે? - શું તમે જણાવશો કે, તપાસમાં અવરોધ કરવા પાછળ તમારો હેતુ શું છે?
First published: December 30, 2015
વધુ વાંચો
अगली ख़बर