જગદીશ ચાવડાએ આ અંગે અમારા સંવાદદાતા સાથે ખાસ વાતચીત કરી હતી.
'થોડા દિવસમાં કિરણ પટેલ પાછળ કોનો હાથ છે તે હું પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરી દઇશ. કિરણ પટેલ જ્યારે કાશ્મીરમાં પકડાયો ત્યારે તે પાછળ આ આખી લોબી ત્યાં પહોંચી ગઇ હતી. બીજેપીના કોઇ મોટાનો સપોર્ટ છે.'
અમદાવાદ: રાજ્યનાં મહાઠગ કિરણ પટેલ સામે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનાં ભાઇ જગદીશ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમમે ઘણાં જ ઘટસ્ફોટ કર્યા છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે, 'કિરણ પટેલની પાછળ કોનો હાથ છે તે પણ થોડા દિવસમાં જણાવી દેશે.'
'મેં તેને 90 દિવસની મુદતે કામ આપ્યું હતું
જગદીશ ચાવડાએ આ અંગે અમારા સંવાદદાતા સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, 'કિરણ પટેલ ઇન્ટિરિયર ડિઝાઇનર બનીને મારી પાસે આવ્યો હતો. મેં એને કહ્યુ હતુ કે, અમે 15 વર્ષથી અહીં રહીએ છીએ મારે રિનોવેશન કરાવવાનું છે. તેણે કહ્યું હતુ કે, રિનોવેશનનું કામ કરી આપીશ અને નાનું મોટું ઇન્ટિરિયરનું કામ હશે તે પણ કરી આપીશું. જે પ્રમાણે મેં તેને 90 દિવસની મુદતે કામ આપ્યું હતું.'
'અહીં વાસ્તુ કરી દીધું'
આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે, 'આ 90 દિવસ પહેલા કિરણ પટેલે આ બંગલામાં ફોટગ્રાફી અને વીડિયોગ્રાફી કરીને અહીં વાસ્તુ કરી દીધું હતુ. તે આ દ્વારા પુરવાર કરવા માંગતો હતો કે, તે આ બંગલામાં રહે છે.'
આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, 'મેં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જો ત્યારે આ અંગે ફરિયાદ થઇ હોત તો તેણે અન્ય લોકો સાથે ઠગાઇ કરી છે તે ન કરી શક્યો હોત. તેણે બહારથી ખબર પડી હશે કે, આમને રિનોવેશન કરવવાનું છે અને પછીથી બંગલો પણ વેચવાનો છે. એ મારી ઓફિસે આવ્યો હતો અને આ બધી વાત કરી હતી. ત્યારે તે મને વ્યવસ્થિત લાગ્યો હતો. જેથી તેને મેં આ કામ આપ્યું હતુ. આ કામ માટે મેં તેને 35-40 લાખ આપ્યા હતા અને અમુક પેમેન્ટ મેં એજન્સીને ડાયરેક્ટ કર્યા હતા.'
આ ઉપરાંત તેમણે ચોંકાવનારી માહિતી જણાવી કે, 'થોડા દિવસમાં કિરણ પટેલ પાછળ કોનો હાથ છે તે હું પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરી દઇશ. કિરણ પટેલ જ્યારે કાશ્મીરમાં પકડાયો ત્યારે તે પાછળ આ આખી લોબી ત્યાં પહોંચી ગઇ હતી. બીજેપીના કોઇ મોટાનો સપોર્ટ છે.'
નોંધનીય છે કે, કિરણ પટેલે જગદીશ ચાવડાના બંગલામાં હવન પૂજા કરાવી બહાર પોતાના નામનું બોર્ડ પણ લગાવી દીધું હતુ. જેના આધારે ફરિયાદી વિરુદ્ધ કોર્ટમાં ખોટો દીવાની દાવો કર્યો હતો.
જગદીશ ચાવડાએ આ અંગેની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાવી છે. કિરણ પટેલે સરકારી અધિકારી તરીકેની ઓળખ આપીને મોટી છેતરપીંડી કરવાનો પ્રયાસ કર્યો છે. મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ, કરોડોનું મકાન રિનોવેશનનું કહી પચાવી પાડવાનો કર્યો પ્રયાસ