અમદાવાદઃ ભગવાન જગન્નાથની 141મી રથયાત્રામાં શું શું હશે? ટ્રસ્ટીએ આપી માહિતી

આગામી 141મી જુલાઇ શનિવારે ભગવાન જગન્નાથ ભાઇ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળનારા છે.

News18 Gujarati
Updated: July 10, 2018, 1:26 PM IST
અમદાવાદઃ ભગવાન જગન્નાથની 141મી રથયાત્રામાં શું શું હશે? ટ્રસ્ટીએ આપી માહિતી
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: July 10, 2018, 1:26 PM IST
આગામી 141મી જુલાઇ શનિવારે ભગવાન જગન્નાથ ભાઇ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળનારા છે. અમદાવાદમાં ભગવાની જગ્ગનાથની 141મી રથયાત્રા યોજાનાર છે. આ અંગે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી અને શહેરીજનો અને પોલીસ તંત્રમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રાનો ભગવાન જગન્નાથના ભક્કોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. 141મી રથયાત્રા અંગે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ આજે મંગળવારે પ્રેસકોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી.

મંગળવારે  મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથ મંદિરમાં પહિન્દ વિધિ થનારી છે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહેશે. સાથે સાથે શનિવારે સવારે ચાર કલાકે મંગળા આતરી થશએ. સાથે સાથે 4.30 કલાકે ખીચડીનો પ્રસાદ ધરાવામાં આવશે. ત્યારબાદ 5.45 કલાકે ભગવાનને નગરચર્ચા માટે રથમાં બેસાડવામાં આવશે. સાથે સાથે સાત વાગે રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવશે.

રથયાત્રામાં કેટલો અપાશે પ્રસાદ?

રથયાત્રામાં અપાતી પ્રસાદ અંગે ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, રથયાત્રામાં 30000 કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડીનો પ્રસાદ આપવાાં આવશે.

રથયાત્રામાં કોણ કોણ લેશે ભાગ ?

રથયાત્રામાં ભાગ લેવા અંગે મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, આ યાત્રામાં 2500 જેટલા સાધુ-સંતો ભાગ લેશે. આ ઉપરાંત 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજા ભાગ લેશે.

રથયાત્રાનો 1.5 કરોડનો લેવાયો વીમો
Loading...

ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે, રથયાત્રા દરમિયાન કોઇ અનઇચ્છનિય ઘટના ન બને અને મોટું કોઇ નુકાસન ન થાય તેની તકેદારીના ભાગ રુપે પોલીસ કાફલો સેવા છે. આમ છતા તકેદારીના ભાગ રૂપે રથયાત્રાનો 1.5 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.
First published: July 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...