Home /News /ahmedabad /સ્વાદિષ્ટ વ્યંજનો તમારા ઘરઆંગણે પહોંચાડવા માટે લોન્ચ કરવામાં આવ્યું ગોર્મે કાઉચ

સ્વાદિષ્ટ વ્યંજનો તમારા ઘરઆંગણે પહોંચાડવા માટે લોન્ચ કરવામાં આવ્યું ગોર્મે કાઉચ

ITC Narmada

ITC Narmada: આઇટીસી હોટેલ્સ લિમિટેડની અમદાવાદમાં આવેલી વૈભવી સંપત્તિ આઇટીસી નર્મદા ગોર્મે કાઉચના લૉન્ચની સાથે જ તેની અત્યંત સ્વાદિષ્ટ અને વિશિષ્ટ વાનગીઓને તમારા ઘરઆંગણે પહોંચાડવા માટે સજ્જ થઈ ગઈ છે.

અમદાવાદ: આઇટીસી હોટેલ્સ લિમિટેડની અમદાવાદમાં આવેલી વૈભવી સંપત્તિ આઇટીસી નર્મદા ગોર્મે કાઉચના લૉન્ચની સાથે જ તેની અત્યંત સ્વાદિષ્ટ અને વિશિષ્ટ વાનગીઓને તમારા ઘરઆંગણે પહોંચાડવા માટે સજ્જ થઈ ગઈ છે. ગોર્મે કાઉચ મારફતે આઇટીસી નર્મદાનો ઉદ્દેશ્ય તમારા ઘરે આયોજિત અંતરંગ અને નિકટના લોકો માટેની ઉજવણીઓમાં આઇટીસીની વિશિષ્ટ વાનગીઓ અને વિશ્વ સ્તરીય રસોઇના ઉત્તમોત્તમ સ્વાદના મિશ્રણને પહોંચાડવાનો છે. ગોર્મે કાઉચ મારફતે આઇટીસી નર્મદાનો ઉદ્દેશ્ય તમારા ઘરે આયોજિત અંતરંગ અને નિકટના લોકો માટેની ઉજવણીઓમાં આઇટીસીની વિશિષ્ટ વાનગીઓ અને વિશ્વ સ્તરીય રસોઇના ઉત્તમોત્તમ સ્વાદના મિશ્રણને પહોંચાડવાનો છે.

મોબાઇલ દ્વારા સરળતાથી ઓર્ડર આપી શકાશે


આઇટીસીના અનુભવી શેફ દ્વારા કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલી સ્વાદિષ્ટ વાનગીઓનો ઑર્ડર આઇટીસી હોટેલ્સની મોબાઇલ એપ્લિકેશનને ઉપયોગ કરીને ખૂબ જ સરળતાથી અને સગવડભરી રીતે આપી શકાય છે. કોઇપણ ઉજવણી, ઘનિષ્ટ લોકો સાથે માણવામાં આવતી પાર્ટી કે સમારોહમાં ભોજન સૌથી મહત્ત્વનો હિસ્સો બની રહે છે અને ગોર્મે કાઉચનો કૉન્સેપ્ટ અહીં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચો: બીજા તબક્કામાં 93 બેઠક પર મતદાન, આજે સાંજે પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત 

અમને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે: કીનાન મેકકીન્ઝી


આ કૉન્સેપ્ટને સમજાવતાં આઇટીસી નર્મદાના જનરલ મેનેજર  કીનાન મેકકીન્ઝીએ જણાવ્યું હતું કે, ‘આઇટીસી નર્મદાએ જ્યારથી અમદાવાદમાં વસતાં તેના ચાહકો માટે તેના દ્વાર ખોલ્યાં છે, ત્યારથી અમારા આતિથ્યસત્કાર અને અમારા ગોર્મે ઑફરિંગ્સને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. તેનાથી અમને એક ડગલું આગળ વધવાનું તથા અમારી સ્વાદિષ્ટ વાનગીઓને આ શહેરના મોજિલા લોકો, ઉત્તમ સ્વાદના કદરદાનો, સમગ્ર વિશ્વમાં ફરી આવેલા ભદ્ર વર્ગના લોકોના ઘરઆંગણે પહોંચાડવાનું પ્રોત્સાહન મળ્યું છે.’

આ પણ વાંચો: ઠક્કરબાપા નગરમાં કોંગ્રેસનો અનોખો પ્રચાર

અહીં કાળજી અને પ્રેમથી રસોઈ બનાવાય છે


જ્યાં પ્રિયજનો અને મહેમાનો માટે ખૂબ જ કાળજી અને પ્રેમથી રસોઈ બનાવવામાં આવે છે, તે ઘરના રસોડાની જેમ જ આઇટીસી નર્મદાના પાકકળાના નિષ્ણાતો પણ ગોર્મે કાઉચના ભાગરૂપે પીરસવામાં આવતું ભોજન અત્યંત ચીવટતાપૂર્વકની કાળજી લઇને તૈયાર કરવામાં આવે તેની ખાતરી કરે છે. આ વાનગીઓમાં દાલ બુખારા, પનીર ખુરચન, હુનાન સ્ટાઇલનું ચિલી ટોફુ, માલા સૉસમાં બનાવવામાં આવેલ બ્રેઇસ્ડ
સિલ્કેન બીન, બ્રોકલી, બ્રાઉન ગાર્લિકની સાથે બ્લેક બીન અને ટોસ્ટેડ સીસેમેટોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: સુરતમાં પતિએ કરી પત્નીની કરપીણ હત્યા, ફળો કાપી ના આપતા પતાવી દીધી

ગ્રાહકોની સુગમતા વધારવા અને અનુભવ સુધારવા માટે આઇટીસી નર્મદાએ આઇટીસી હોટેલ્સની એપ મારફતે તેમના ગોર્મે કાઉચ હેમ્પર્સનો ઑર્ડર આપવાનું ખૂબ જ સરળ બનાવી દીધું છે. આ એપ મારફતે ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ તેમના ઑર્ડરને કસ્ટમાઇઝ તો કરી જ શકશે પરંતુ તેની સાથે-સાથે ખામીરહિત અને હેરાનગતિથી મુક્ત અનુભવ માટે ડિજિટલ રીતે ચૂકવણી પણ કરી શકશે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedaabad News, ITC, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन