Home /News /ahmedabad /Ahmedabad News: અમદાવાદ: સિલ્વર ઓક યુનિવર્સિટીમાં આઇટીના દરોડા, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કઢાયા બહાર

Ahmedabad News: અમદાવાદ: સિલ્વર ઓક યુનિવર્સિટીમાં આઇટીના દરોડા, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કઢાયા બહાર

અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં દરોડા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ યુનિવર્સિટી આવક કરતા વઘુ સંપત્તિ ધરાવે છે તે કારણોસર અહીં આઇકર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે.

    અમદાવાદ : શહેરમાં આજે વહેલી સવારે આઇટી વિભાગે સિલ્વર ઓક યુનિવર્સિટીમાં દરોડા પાડ્યા છે. જેના કારણે તમામ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને કેમ્પ્સમાંથી બહાર મોકલાયા છે. આ યુનિવર્સિટીનો હાલ ગેટ બંધ કરી દીધો છે. જેના કારણે કોઇપણ અંદર જઇ નહીં શકે અને આઇટી વિભાગ પોતાની રીતે તપાસ કરી શકે છે.

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ યુનિવર્સિટી આવક કરતા વઘુ સંપત્તિ ધરાવે છે તે કારણોસર અહીં આઇકર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે.

    અહીં બીબીએ, એમસીએ, બીસીએ, એમટેક જેવા કોર્ષ ચાલી રહ્યા છે અને આ માટે વિદ્યાર્થી પાસેથી મસમોટી ફી વસૂલવામાં આવે છે.

    નોંધનીય છે કે, આગામી 24મી સપ્ટેમ્બરે સિલ્વર ઓક યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ છે. જોકે, સમારોહ પહેલાં જ આવકવેરા વિભાગના દરોડા પડતાં આખી યુનિવર્સિટી ચર્ચાનો વિષય બની છે. આ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિતના લોકોની ઉપસ્થિતિ રહેવાની ચર્ચા પણ ચાલી રહી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અમદાવાદ, આઇટી દરોડા, ગુજરાત

    विज्ञापन
    विज्ञापन