Home /News /ahmedabad /અમદાવાદમાં રાત્રે નીકળવું સુરક્ષિત નથી? સાબરમતીમાં બની એક ચોકાવનારી ફિલ્મી ઘટના

અમદાવાદમાં રાત્રે નીકળવું સુરક્ષિત નથી? સાબરમતીમાં બની એક ચોકાવનારી ફિલ્મી ઘટના

બની એક ચોકાવનારી ફિલ્મી ઘટના

Ahmedabad Crime News:એક યુવક રાત્રે ઘરે જતો હતો ત્યારે ત્રણેક લોકોએ તેને રોક્યો હતો. બાદમાં ફોનની લૂંટ કરી હતી અને યુવક પાસે પાસવર્ડ માંગ્યો હતો. યુવકે પાસવર્ડ ન આપતા પર્સ લૂંટી ફરાર થઇ ગયા હતા અને છરીઓ ના ઘા ઝીકયા હતા. 

અમદાવાદ: શહેરમાં રોજબરોજ એવી ઘટનાઓ બની રહી છે કે જાણે કાયદો અને વ્યવસ્થાનું કામ કરનાર પોલીસ જાણે મુકપ્રેક્ષક બની હોય તેમ લાગી રહ્યું છે. મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વો જે ઘટનાઓને અંજામ આપે છે તેનાથી જાણે કે અમદાવાદમાં મોડી રાત્રે નીકળવું અસુરક્ષિત હોય તેવું લાગે છે. એક યુવક રાત્રે ઘરે જતો હતો ત્યારે ત્રણેક લોકોએ તેને રોક્યો હતો. બાદમાં ફોનની લૂંટ કરી હતી અને યુવક પાસે પાસવર્ડ માંગ્યો હતો. યુવકે પાસવર્ડ ન આપતા પર્સ લૂંટી ફરાર થઇ ગયા હતા અને છરીઓ ના ઘા ઝીકયા હતા.

બે શખ્સો અચાનક રોડ વચ્ચે આવી ગયા


મૂળ મહીસાગર જિલ્લાના હોસલીયા ગામના અને હાલ અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા હેમીલ કુમાર ભટ્ટ તેમના પરિવાર સાથે રહે છે અને સાણંદ ખાતે આવેલા ટાટા મોટર્સ કંપનીમાં એપ્રેન્ટીસ કરે છે. ગઈકાલે તેઓ બપોરે એપ્રેન્ટીસ કરવા માટે ગયા હતા અને પરત ઘરે આવવા માટે નીકળ્યા હતા. ત્યારે રાત્રે એકાદ વાગ્યાના સુમારે સાબરમતી ન્યુ રાણીપ આર્ય વિલા ફ્લેટ આગળ પહોંચતા એક બાઈક સાઈડમાં પાર્ક હતું અને તેની પાસે ત્રણ શખ્સો ઉભા હતા. તેમાંથી બે અજાણ્યા શખ્સો રોડ વચ્ચે અચાનક આવી ગયા હતા

આ પણ વાંચો: આફતાબ કોણ છે મુસ્લિમ કે પારસી? શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબના ધર્મને લઈ ભારે ચર્ચાઓ

પાકીટ અને મોબાઈલ ફોન લઈ લીધો


હેમિલના બાઇકને રોકી કહેવા લાગ્યા હતા કે, તારી પાસે જે હોય તે મને આપી દે. જેથી હેમીલ કુમારે કંઈપણ વસ્તુ આપવાની ના પાડતા આ શખ્સો તેને માર મારવા લાગ્યા હતા અને ત્રીજો શખ્સો પાછળથી આવી ગયો હતો. મારતા મારતા આ ત્રણેય શખ્સોએ તેને બાઈક ઉપર થી ખેંચી રોડની સાઈડમાં ખુલ્લી જગ્યામાં લઈ જઈ ફરી વાર મારવા લાગ્યા હતા.આ ત્રણ શખ્સોમાંથી એક શખ્સે હેમિલ કુમારના પેન્ટના ખિસ્સામાં હાથ નાખી પાકીટ અને મોબાઈલ ફોન લઈ લીધો હતો.

આ પણ વાંચો: દારૂના કેસમાં 65 હજારની માંગી લાંચ, ઘાટલોડિયાનો પોલીસ કર્મી લાંચ લેતા પકડાયો

એક શખ્સે ધારદાર છરાના ઘા માર્યા


બાદમાં આ શખ્સો એ હેમિલ કુમારને મોબાઈલ ફોનનો પાસવર્ડ બોલવાનું કહેતા તેઓએ પાસવર્ડ આપવાની ના પાડી હતી. જેથી બે શખ્સોએ હેમિલ કુમારને પકડી રાખ્યા અને એક શખ્સે ધારદાર છરાથી ઘા મારી દીધા હતા. બાદમાં આ શખ્સો મોબાઈલનો પાસવર્ડ ન આપતા મોબાઈલ ફોન ત્યાં જ ફેંકી પાકીટ લઈ જતા રહ્યા હતા. પાકીટમાં પાંચથી છ હજાર રૂપિયા તથા ડોક્યુમેન્ટ ની લૂંટ કરી શખ્સો ફરાર થઈ જતા ફેમિલે સારવાર માટે ગયો હતા. બાદમાં સાબરમતી પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad crime news, ગુજરાત, લૂંટ, લૂંટારૂ ટોળકી

विज्ञापन
विज्ञापन