Home /News /ahmedabad /ગુજરાતમાં જંત્રી બમણી કરવાનો નિર્ણય, સમગ્ર રાજ્યમાં સોમવારથી થશે અમલ
ગુજરાતમાં જંત્રી બમણી કરવાનો નિર્ણય, સમગ્ર રાજ્યમાં સોમવારથી થશે અમલ
એડહોક ધોરણે અમલમાં રહેશે નવી જંત્રી.
ગુજરાત રાજ્યમાં ગુજરાત અધિનિયમ 1958ની કલમ 32-કના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની જમીનો/ સ્થાવર મિલકતોની બજરકિંમત નક્કી કરવા માટેની ગાઇડલાઇન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નક્કી કરવામાં આવે છે.
અમદાવાદ: ગુજરાત સરકાર 31 માર્ચ 2011થી અમલમાં રહેલી જંત્રીના દરોમાં વધારો કર્યો છે. ગુજરાતમાં જંત્રી બમણો કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. સમગ્ર રાજ્યમાં સોમવારથી આ નિર્ણય અમલમાં આવશે. એડહોક ધોરણે નવી જંત્રી અમલમાં રહેશે. જોકે હાલમાં સમગ્ર રાજ્યમાં સર્વે સહિતની કામગીરી ચાલુ રહેશે. સર્વે પૂર્ણ થયા બાદ અમલમાં નવી જંત્રી આવશે.
ગુજરાત રાજ્યમાં ગુજરાત અધિનિયમ 1958ની કલમ 32-કના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની જમીનો/ સ્થાવર મિલકતોની બજરકિંમત નક્કી કરવા માટેની ગાઇડલાઇન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નક્કી કરવામાં આવે છે. હાલમાં રાજ્યમાં વર્ષ 2011થી અમલમાં મૂકવામાં આવેલા સદર ભાવો 12 વર્ષથી અમલમાં છે. જોકે હવે રાજ્યમાં વિકાસ અને ઔધોગીક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી આ ભાવ વધારો કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે જાહેર કરેલ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં વિકાસને અવિરત વેગ મળતો રહે તે માટે જંત્રી (એન્યુઓલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) 2011માં ભાવ વધારો કરવો જરૂરી બને છે. સરકાર દ્વારા વિચારણા કર્યા બાદ આ જંત્રી વધારો 05.02.2023થી બે ગણો કરવાનો ઠરાવ કરવામાં આવે છે.
રાજ્યમાં જમીન અને જમીન સંલગ્ન મિલકતમાં સરકારી રાહે તળિયાની કિંમત ઠેરવતા જંત્રીના રેટ્સમાં 12 વર્ષથી કોઈ જ વધારો થયો ન હતો. ઉલ્લેખનિય છે કે, ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી નાણાકીય વર્ષ 2023-24ના અંદાજપત્ર માટે વિધાનસભાનુ સત્ર મળી રહ્યુ છે. ત્યારે નવા નાણાકીય વર્ષ પહેલા જ નવી જંત્રી અમલમાં મુકાઇ ગઇ છે.
ગુજરાત સરકારના મહેસુલ વિભાગના તા. 04-02-2023ના ઠરાવ ક્રમાંક એસટીપી-122023-20-હ.1 થી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ) -2011ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મહેસૂલી આવક વધારવા સરકાર જંત્રીના ભાવમાં વધારો કરવાની વિચારણા ચાલી રહી હતી. ત્યારે સોમવારથી નવી જંત્રી લાગુ કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લે 2011માં જંત્રીમાં વધારો કરાયો હતો.