Home /News /ahmedabad /માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો, ફરવા ન લઈ ગયા તો બાળકોએ કર્યું આવુ કામ

માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો, ફરવા ન લઈ ગયા તો બાળકોએ કર્યું આવુ કામ

સગીર વયની ત્રણ દીકરીઓ ગુમ

Ahmedabad news: અમદાવાદમાં માતા સાથે લાલ દરવાજા ખરીદી કરવા માટે ગયેલ સગીર વયની ત્રણ દીકરીઓ ગુમ થઈ ગઈ હતી. જો કે ક્રાઈમ બ્રાન્ચે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઇ તપાસ કરતા ત્રણેય સગીરાઓ મુંબઈથી મળી આવી છે. છેલ્લા ઘણા સમયથી તેમને ક્યાંય કોઈ ફરવા માટે નહોતું લઈ ગયુ, જેથી તેઓ એકલા ફરવા માટે નીકળી ગયા હતા.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદમાં બાળકો ગુમ થવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત અમદાવાદમાં માતા સાથે લાલ દરવાજા ખરીદી કરવા માટે ગયેલ સગીર વયની ત્રણ દીકરીઓ ગુમ થઈ ગઈ હતી. જો કે ક્રાઈમ બ્રાન્ચે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઇ તપાસ કરતા ત્રણેય સગીરાઓ મુંબઈથી મળી આવી છે. મળતી વિગતો પ્રમાણે તેમની પૂછપરછ કરવામાં આવતા સામે આવ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી તેમને ક્યાંય કોઈ ફરવા માટે નહોતું લઈ ગયુ, જેથી તેઓ એકલા ફરવા માટે નીકળી ગયા હતા.

કારંજ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોધાયો હતો


ઉલ્લેખનીય છે કે, લાલ દરવાજા ખાતે ખરીદી કરતી વખતે ત્રણ સગીરાઓ ગુમ થઈ હોવાની જાણ થતાં કારંજ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આથી ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઇ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસ તપાસ દરમિયાન આ ત્રણેય સગીરાઓ મુંબઈ શહેરના મીરા રોડ ખાતે હોવાની માહિતી મળી આવી હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણે સગીરાઓને શોધી કાઢી અમદાવાદ પરત લાવી દીધી હતી.

આ પણ વાંચો: સુરતમાં ફરી આવી લૂંટેરી દુલ્હન, લાખોના સોના-ચાંદીના દાગીના લઈ ફરાર

ખિસ્સા ખર્ચના રૂપિયા લઈ ફરવા નીકળી ગયા


વિગતો પ્રમાણે સગીરીઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી. જે દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, ત્રણેયને ઘણા સમયથી ફરવા જવા મળ્યું ન હતું. આથી ત્રણેય સગીરાઓ પાસે ખિસ્સા ખર્ચના રૂપિયા હોવાથી એક સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું નક્કી કર્યું હતું. દરમિયાન પરિવાર સાથે તેઓ જ્યારે ખરીદી કરવા માટે લાલ દરવાજા ગયા હતા. અહીંથી વાલીને જાણ કર્યા વગર ત્રણેય સગીરાઓ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી હતી. અહીંથી એકલા ફરવા જવાનો પ્લાન બનાવી દીધો હતો.

આ પણ વાંચો:  સુરતમાં લાખોની છેતરપિંડી કરનાર ગેંગની પોલીસે કરી ધરપકડ

ત્રણેય સગીરાઓ મુંબઈથી મળી આવી


ઉલ્લેખનીય છે કે, મોડી રાત્રે મુંબઈ જતી ટ્રેનમાં બેસીને મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈમાં તેઓ અલગ અલગ વિસ્તારોમાં ફરતા હતા. જોકે તેમની પાસે કોઈ આઈ.ડી પ્રુફ ન હોવાથી કોઈ હોટલમાં રોકાવા માટે રૂમ મળ્યા ન હતા. જેથી ત્રણેય સગીરાઓ ઓટો રિક્ષામાં બેસીને જુદી જુદી જગ્યા એ ફરીને સમય પસાર કરતા હતા. આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાચે તેમને શોધી લીધા હતા અને પરત લાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ કિસ્સો દરેક માતા પિતા માટે લાલ બત્તી સમાન છે. પોતાના બાળકોની સંભાર રાખવી ખુબ જ જરૂરી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad news, અમદાવાદ, ગુજરાત, સગીરા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन